Sunday, May 29, 2022

The once homeless and address less nomadic families are beginning to receive identity...

Mittal Patel gives caste certificate to nomadic families


“What are you holding in your hand?”

“Paper”

“What is that paper for?”

“That we do not know!”

That was my interaction with the very innocent Gadaliya families of Rajkot’s Moviya village.

The Gadaliya families practice the traditional occupation of selling oxen, for which they are required to wander across Saurashtra. They do stay in Moviya village but not for a prolonged period. As a result, they do not have any documents to prove their identity. In the beginning,  we helped them acquire voter id cards by collaborating with panchayat and local leaders. Once the voter id cards were obtained, we worked towards obtaining other documents. 

VSSM’s Kanubhai and Chayabahen tried convincing the families to make their base in Moviya village, then only it would be easy to get the documents and identity proofs processed. Once they settle here, each family can file for a residential plot and eventually build a house over it.

After a lot of convincing, the families agreed to stay in Moviya. VSSM helped them acquire caste certificates to access the welfare schemes by the government.

The once homeless and address less nomadic families are beginning to receive identity. There is, amongst them, a growing desire to lead a settled life, one that will allow their children to receive education and flourish. 

The administration of Rajkot has undertaken the task of providing them with residential plots; hopefully, they will be done with it soon.

The shared image reflects the current living condition of these families.

'તમારા હાથમાં આ  શું આપ્યું છે?'

'કાગળિયું...'

'શાનું કાગળિયું?'

'એની અમને કાંઈ ખબર નો  પડે...'

રાજકોટના ગોંડલના મોવિયાગામના સાવ ભોળા અને નિર્દોષ ગાડલિયા પરિવારોએ આ કહ્યું. વાત જાણે એમ હતી... આ ગાડલિયા પરિવારો બળદો વેચવાનું કામ કરે અને એ માટે સૌરાષ્ટ્ર આખુ ભમે.  મોવિયામાં રહે વર્ષોથી પણ ઠરી ઠામ ન થાય. એટલે ઓળખના આધારો એમની પાસે ન મળે..   

અમે સ્થાનીક આગેવાનો અને પંચાયત સાથે મળી પ્રથમ મતદારકાર્ડ કઢાવી આપ્યા. પછી અન્ય દસ્તાવજો કઢાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી... 

અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન આ પરિવારોને હવે મોવિયા સ્થિર રહેવા સમજાવે જેથી અહીંયાના તમામ આધાર પુરાવા બની જાય અને પછી તેમની મનછા પ્રમાણે રહેવા  પ્લોટ મળે ને એના  ઉપર ઘર પણ બંધાય.

ઘણી સમજાવટ પછી કેટલાક પરિવારો રહ્યા. જેમને જાતિ પ્રમાણપત્ર અમે કઢાવી આપ્યા જેથી અન્ય કલ્યાણકારી યોજનાઓની એ મદદ મેળવી શકે. 

સરનામા વિનાના આ માનવીઓને હવે ઓળખ  મળવા માંડી છે.  હવે તેમની ઈચ્છા સ્થિર જીવનની. સ્થિરતા આવશે તો બાળકો પણ ભણશે...

રાજકોટ વહીવટીતંત્રએ પણ આ બધા પરિવારોને રહેવા સત્વરે પ્લોટ ફાળવી આપવાની કામગીરી હાથ ધરી છે આશા રાખીએ  આ કાર્ય  સત્વરે પાર પડે. 

હાલમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં...




VSSM co-ordinator gives caste certificate to nomadic families

VSSM co-ordinator gives caste certificate to nomadic families

Mittal Patel meets nomadic families of movaiya village

The current living condition of nomadic families


No comments:

Post a Comment