Friday, September 03, 2021

VSSM strives to ensure these families are allotted residential plots and assistance to build their first homes...

Mittal Patel with the nomadic families

 Radhaben, a resident of Ahmedabad’s Anesan has been requesting for electricity connection to her shanty under the government’s scheme of providing power to hutments and shanties. Yes, Radhaben in struggling to bring electricity to her house. “We are particularly afraid during monsoons. We fear being stung by snakes and scorpions.”Radhaben has shared her woes of surviving monsoons without electricity. Recently her worst fears came to life when Radhaben’s son was bitten by a snake, they could save him with great difficulty.

Only homeless families like these can value the importance of roof, power and water. Basic facilities of power and water do not exist on the wastelands the nomads set up their settlements. The women and girls of these communities have to bear the brunt of these fundamental deficiencies. VSSM strives to ensure these families are allotted residential plots and assistance to build their first homes. Apart from the government assistance, the families also receive support from our well-wishing donors.

We are in the process of constructing a settlement for the nomadic families at Rajkot’s Rampara. There have been tremendous challenges to avail water and power. Our dear Nileshbhai Munshi’s support has helped us get an electricity connection to the settlement.

VSSM purchased water worth Rs. 4 lacs for the construction of this settlement. But “if we cannot have drinking water in the settlement, the purpose behind these efforts would be lost,” we wrote to our Chief Minister Shri Vijaybhai Rupani.

As a result of his instructions and continuous follow up by Shri Ashwini Kumar Sir, WASMO has agreed to work in the settlement. The community’s contribution of Rs. 1.4 lacs has been supported by Shri Piyushbhai Kothari of Jewelex Foundation,  as a result we had a ‘Nal se Jal’ like situation even before the construction of houses was accomplished. The settlement now has 50,000 litres tank and taps at each house.

Our heartfelt gratitude towards the government and Piyushbhai.

The shared image reflects the joy of having water at the doorstep… 

અમદાવાદના એણાસણમાં રહેતા રાધાબહેન વર્ષોથી પોતાનું ઝૂંપડું જે સરકારી જમીન પર છે ત્યાં વીજળીની માંગણી કરી રહ્યા છે. સરકારની ઝૂંપડાં વીજળીકરણ યોજના ખરી પણ રાધાબહેનને લાઈટ નથી મળતી. રાધાબહેન કહે, બેન ચોમાસાની રાતે બહુ બીક લાગે ક્યાંક સાપ, એરુ ડંખી જાય તો..

એમનો ભય સાચો ઠર્યો.એમના જુવાન દીકરાને હમણાં સાપ કરડ્યો. એ માંડ માંડ બચ્યો. 

ખુલ્લામાં રહેનાર આ પરિવારોને ઘર, વીજળી અને પાણીનું મહત્વ વધારે સમજાય.જ્યાં વિચરતી જાતિના આ પરિવારો ડેરા નાખે ત્યાં પાસે પાણી ન હોય. બહેન દીકરીઓ માટલાં ઉપાડી ઉપાડીને થાકી જાય.આવામાં અમે આ પરિવારોને સરકાર રહેવા પ્લોટ ને પ્લોટ પર ઘર બાંધવા મદદ કરે તે માટે મથીએ. ઘર બાંધવા સરકારી સહાય ઉપરાંત અમારી સાથે સંકળાયેલા દાતાઓ પણ મદદ કરે. 

રાજકોટના રામપરામાં અમે વિચરતી જાતિના પરિવારોની કોલોની બાંધી રહ્યા છીએ. પાણી અને વિજળી મેળવવા ઘણી હાલાકી વેઠી. વીજળી માટે તો પ્રિય નિલેશભાઈ મુનશીએ મદદ કરી ને વીજળી આવી.

 બાંધકામ માટે અમે 4 લાખનું વેચાતું પાણી લાવ્યા. પણ પીવા માટે પાણી ન મળે તો આ ઘરનો અર્થ નહીં રહે તેવી  રજૂઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈને અમે કરી. તેમની સૂચના અને આદરણીય અશ્વીની કુમાર સરનું સતત ફોલોઅપ થવાના કારણે વાસ્મોએ આ કામ માટે હા પાડી. 

લોકફાળો 1.4 લાખ ભરવાનો હતો. જે અમારા પીયુષભાઈ કોઠારી - જ્વેલેક્ષ ફાઉન્ડેશને ભર્યો ને જુઓ મકાન પૂર્ણ થાય એ પહેલાં નલ સે જલ યોજના જેવું થઈ ગયું. 50,000 લીટર પાણીનો ટાંકો અને ઘરે ઘરે નળ આવી ગયા..

સરકાર અને પિયુષભાઈ બેઉ પ્રત્યે રાજીપો....

ફોટોમાં ખુશી દર્શાવતા સૌ...

#MittalPatel #vssm



Ongoing new home construction

Ongoing new home construction

Rajkot Ramparabeti Settlement


No comments:

Post a Comment