Thursday, August 19, 2021

VSSM has been providing a monthly ration kit to Lilakaka and Dhulikaki so that they do not have to be at the mercy of others...

Mittal Patel assures Lilakaka and Dhulikaki that VSSM will
be with him all the way

To some, ageing is a punishment. How to survive years when living even a moment seems an eternity?

Lilakaka and Dhulikaki reside in Patan’s Jasupura. The couple has no children. They worked as labourers until body supported; they are old and weak now, kaka is bedridden due to some medical condition. Kaki cannot leave his side. Recently, kaka’s health condition worsened, he lost his ability to speak.

It is their neighbours who sustain them. VSSM has been providing a monthly ration kit to them so that they do not have to be at the mercy of others.

I recently visited the Kaka-Kaki to inquire about their well-being. Kaka sat upon his charpoy, he was trying to tell me something, but he couldn’t speak. We could not comprehend what he was trying to say, but we assured him that we will be with him all the way.

VSSM’s Shankarbhai was the first to reach and identify this couple who reside in a remote region. And many like them need support to spend their silver years with dignity.

VSSM nurtures 185 such destitute elderly, each of whom receives a monthly ration kit of Rs. 1200.

It is believed one should give away 10% of their income for the welfare of those in need.

If you wish to adopt an elderly, do get in touch with Nitinbhai on 9099936013 or Dimpleben on 9099936019

ઘડપણમાં ઘડી કાઢવી મુશ્કેલ ત્યાં દિવસો કેમના નીકળે?

#પાટણના #જસુપુરામાં નિસંતાન લીલાકાકા ને ધુળીકાકી રહે.

મજૂરી થતી ત્યાં સુધી કરી. પછી શરીર થાક્યુ.. ને છેલ્લા કેટલાક વખતથી તો કાકાએ ખાટલો ઝાલ્યો. હવે કાકી એમને મુકીને ક્યાંય ન જઈ શકે.

જો કે આટલું ઓછુ હતું ત્યાં હમણાં કાકાની વાચા ગઈ.

પડોશીઓના સહારે નભતા આ દંપતીને અમે દર મહિને રાશન આપીએ મૂળ કોઈની ઓશિયાળી વેઠવીન પડે માટે...

હમણાં એમની ખબર પુછવા ગઈ. અમને જોઈને કાકા ખાટલામાં બેઠા થયા. કશુંક કહેવું હતું પણ બોલી ન શક્યા. મે રજા માંગી ત્યારે પણ બોલવું હતું પણ ન બોલાયું..

એ શું કહેવા માંગે છે તે ન સમજાયું પણ અમે સાથે છીએ ચિંતા ન કરોનું અમે કાકાને કહ્યું.. 

અમારા કાર્યકર શંકરભાઈએ આ માવતરને શોધ્યા.. અંતરિયાળ ગામડાંઓમાં કેટલાય લોકો છે જેમને આપણી મદદની જરૃર છે.. ત્યારે અમે અમારાથી થતું કરીએ..

આવા 185 થી વધુ  માવતરોને અમે સાચવીએ.. પ્રત્યેકને માસીક રાશન આપવાનો ખર્ચ 1200 રૃપિયા. 

કહે છે કમાણીનો દસમો ભાગ સતકાર્યો માટે કાઢવો જોઈએ.. 

તમને આવી ઈચ્છા થાય, માવતરને દત્તક લેવાની ઈચ્છા થાય તો ચોક્કસ સંપર્ક કરજો અમારા નિતીનભાઈ- 9099936013  અને ડિમ્પલબેનનો - 9099936019

#MittalPatel #vssm #માવજતકાર્યક્રમ

Lilakaka and Dhulikaki reside in Patan’s Jasupura



Mittal Patel meets Dhulikaki and Lilakaka


1 comment: