Wednesday, December 19, 2018

Surendranagar Collector Positive about helping Nomads...

Mittal Patel with Gulabbhai Dafer
“Ben, we have spent our entire lives in such shabby looking shanties, these living conditions do not bother us much but surviving each monsoon under such roof is a challenge, the harsh winds of winters and summers make it difficult to cook a proper meal.

Cooking becomes a difficult task and the cooked foods receive a liberal garnish of sand that these winds bring along. We would be delighted to move into our own home soon…” Sayraben Dafer of Surendranagar’s Danawada draws a very honest picture of the challenges she encounters while living in makeshift houses.

We have been requesting  to the government for allotment of residential plots to the nomadic and de-notified families of Surendranagar. Today, was different because when we met  the Surendranagar District Collector Shri Rajan, he asked us to prepare and  submit plot applications for all these families, assuring us that he  will make sure the plots are allotted at the earliest . Shri Rajan has also instructed his staff to do the same. For now we have requested allotment of plots to more than 500 nomadic families of Dhrangadhra and Limdi blocks.  

Mittal Patel at Gulabbhai Dafer's Danga
VSSM’s Harshad will be preparing the applications and both Kanubhai and he will be meeting the Additional Collector of Limdi and Dhrangadhra tomorrow. We hope the wait isn’t longer this time. We are grateful to Shri. Rajan for his proactive and positive approach.

Hopefully,  nomads like Gulabbhai, Sayraben who have been wandering for centuries will soon find an address of their own. With such positive developments we are inching closer to realising our goal of providing a permanent address to the nomadic families of Gujarat…..

ગુજરાતીમાં રૂપાંતર

બેન આખી જીંદગી સાપરાંમાં જ કાઢી.. આમ તો આંયા કાંય વાંધો નથ પણ ચોમાસામાં આંયા રેવાનું બહુ અઘરુ થાય સે. અન વાયરો ઘણો હોય તો ખાવાનું બનાઈએ એમાંય ઘણી રેત આવે. હવે હરખુ ઠેકાણું થાય તો બેન રાજી'

સુરેન્દ્રનગરના દાણાવાડામાં રહેતા સાયરાબહેન ડફેરે આ વાત કરી.
Dafer Danga at Danawada, Surendranagar
આમ તો સરકારમાં તો ઘણા વખતથી સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારોને પ્લોટ મળે તે માટે રજૂઆત કરતા હતા. પણ આજે કલેક્ટર શ્રી રાજનને મળ્યા ને અેમણે બધી વસાહતોની દરખાસ્ત તૈયાર કરીને આપવા કહ્યું. દરખાસ્ત કર્યાના થોડા સમયમાં જ પ્લોટ આપવાની એમણે ખાત્રી આપી.

શ્રી રાજનને સરકારી પડતર જગ્યાના સર્વે નંબર બતાવવા વાત કરીને એમણે એ પ્રમાણે સૂચના આપી. હાલ પુરતુ અમે લીમડી અને ધ્રાંગધ્રામાં આશરે 500 ઉપરાંત પરિવારોને વસવાટ માટે જગ્યા ફાળવવા વિનંતી કરી છે. શ્રી રાજનની હકારાત્મકતા માટે તેમના આભારી છીએ..

VSSM ના કાર્યકર હર્ષદ ઝડપથી દરખાસ્ત કરવાનું કરશે ને કનુભાઈ ને હર્ષદ બંને કાલે લીમડી તેમજ ધ્રાંગધ્રા પાંત કલેક્ટરને જમીન બાબતે મળવાનું કરશે. આશા રાખીએ આ વખતે કામ ત્વરાથી થાય..

ને ગુલાબભાઈ, સાયરાબહેન જેવા સદીઓથી રઝળતા પરિવારો ઝડપથી ઠરીઠામ થાય તેવું ઈચ્છીએ...
વિચરતીવિમુક્ત જાતિઓને કાયમી સરનામુ અપાવવાની અમારી નેમ ઝટ પૂરી થાય એમ ઈચ્છીએ....

No comments:

Post a Comment