Friday, March 04, 2016

Nathbawa families of Dabhla village receive ration cards..


Nathbawa families with their ration cards 
A small settlement consisting of 19 families belonging to the nomadic communitiy of Bharthari-Nathbawa is situated almost 2 kms away from the village of Dabhla in Mehsana’s Vijapur block. While some of these families possessed the ration cards and  voter ID cards other did not have any document of identity proof. VSSM helped the adult members of these families  obtain the voter ID cards. The 7 families who did not have ration cards were also helped in procuring them, their applications were alloted APL ration cards 



Inspite of the distance from the village, this settling in its periphery is fiercely opposed by the panchyat. The settlement has no infrastructure facilities like power and water, a thorny fence around the settlement  to protect it  from the intrusion of  wild nocturnal animals was also opposed by the Panchayat members. They were threatened to remove it. VSSM has been making efforts to ensure these families get  residential plots for building their own houses. But the attitude of the Panchayat and the villagers is hindering the efforts. As always it is difficult to comprehend such attitude of the villagers!!!
VSSM’s Tohid filling up the application
forms for caste certificates.

And as alway we shall keep faith in the Panchayat, villagers, authorities and government, we are sure the mindsets will change and they will embrace these Nathbawa families. VSSM’s Tohid  has already began the process of applying for the caste certificates for these families because once they receive the plots these certificates will be required to avail the Government’s aid for building houses. 

નાથબાવા પરિવારોને મળ્યા રેશનકાર્ડ 
મહેસાણાના વિજાપુરતાલુકાના ડાભલાગામમાં ભરથરી – નાથબાવા સમુદાયના ૧૯ પરિવારો ગામથી ૨ કી.મી દુર રહે. અહિયાં રહેતાં કેટલાક પરિવારો પાસે મતદારકાર્ડ અને રેશનકાર્ડ હતા જયારે કેટલાક પાસે નહોતા. vssmની મદદથી તમામ પુખ્તવયના લોકોના મતદારકાર્ડ નીકળી ગયા. જયારે ૭ પરિવારો પાસે રેશનકાર્ડ નહોતા એમને રેશનકાર્ડ મળે એ માટે અરજી કરી અને એમને પણ APL રેશનકાર્ડ ફાળવાયા.

આ પરિવારોના કાયમી વસવાટ સામે આખા ગામનો વિરોધ. વીજળી અને પાણીની પણ સુવિધા નહિ. વસાહતની ફરતે એમણે કંટાળી વાડ પોતાનાં વસવાટના રક્ષણ માટે કરવાનું શરુ કર્યું કે, પંચાયતે આવીને વાડ નહિ કરવાની એક અર્થમાં ધમકી આપી. આ પરિવારોને કાયમી રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે vssm કોશીશ કરે છે. કામ મુશ્કેલ છે કેમ કે, કોઈ સહયોગ કરતુ નથી અને આ પરિવારોને ગામમાં કોઈ ઇચ્છતું પણ નથી. એક રીતે ગામથી ઘણો દુર વસવાટ છે છતાં આવો વિરોધ? સમજાતું નથી.

ખેર અમે ગામના લોકો, પંચાયત અને સરકાર સૌમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. એટલે જ એમની રહેણાંક અર્થે પ્લોટની અરજી અને એ માટે મેળવવાના થતાં જાતી પ્રમાણપત્રની અરજી તૈયાર કરવાનું vssmના કાર્યકર અને આ બધાના પ્રિય એવા તોહીદે કર્યું. બસ આ પરિવારોને પ્લોટ અને પોતાનું સરસ ઘર ઝડપથી મળે એવી આશા...
ફોટોમાં APL રેશનકાર્ડ સાથે નાથબાવા પરિવારો
બીજા ફોટોમાં પ્લોટની દરખાસ્ત અને જાતિ  પ્રમાણપત્રના ફોર્મ ભરતા vssmના કાર્યકર તોહીદ

No comments:

Post a Comment