Sunday, July 19, 2015

VSSM enables the Vansfoda families receive their citizenry documents.. efforts on for allotment of residential plots …..


Voter ID cards issued as a result of VSSM’s interventions
Almost a year back VSSM came into contact with 8 Vansfoda families in Bedi village of Rajkot who had been staying  on the wasteland a little away from the village for many years now. Inspite of staying for years in the village they never had  any identity proofs or citizenry documents. VSSM’s Kanubhai tried really hard to ensure these families receive the required documents and evidences. 18 individuals received Voter ID cards, 6 families received Ration cards and 16 individuals acquired Adhar cards. Efforts are on to get residential plots allotted to these families.


Vansfoda community earned living from bamboo basketry however the advent of plastic and cheap plasticware has affected the traditional occupation of the Vansfoda communities who have now taken up selling such plasticware and these families in particular take up jobs of  building wire fence for guarding farms. VSSM has supported these families with a loan of Rs. 20,000 each. 4 of the 6 children from these families eligible for going to school have been enrolled in theVSSM run  Vatsalya Boys Hostel in Doliya.
Applications for allotment of residential plots made by Vasnfoda families….

“We have received so much if past 1 year, from Voter ID cards, Ration Cards, Adhar Cards… we were making rounds of the concerned offices and no one ever paid heed to our requests, so much money we have wasted and the result was zilch…we are hopeful that we soon will have our own homes as well. All these would have been impossible if we haven’t had support of the organisation,” is how Haridada, a settlement leader views VSSM’s intervention in the settlement. 

VSSM is striving to make gradual but consistent change in the lives of nomadic and de-notified communities and we are glad of achieving these goals. 

In the picture - the families with Voter ID cards and applications for allotment of residential plots. 

vssmની મદદથી વાંસફોડા પરિવારોને મળ્યાં બધા આધારો.. હવે પ્લોટ મળે એ દિશામાં પ્રયત્ન..

રાજકોટ તાલુકાના બેડીગામમાં ૮ વાંસફોડા પરિવારો ગામથી દુર પડતર ખરાબાની જમીનમાં વર્ષોથી રહે. પણ આ પરિવારો પાસે પણ અન્ય વિચરતી જાતિની જેમ જ પોતાની ઓળખના પુરાવા એટલે કે, મતદારકાર્ડ, રેશનકાર્ડ વગેરે નહિ. એક વર્ષ પહેલાં આ પરિવારોના સંપર્કમાં આવવાનું થયું. એમને આ દેશના નાગરિક તરીકેના તમામ આધારો મળે એ માટે vssmના કાર્યકર શ્રી કનુભાઈએ તજવીજ શરુ કરી. આદરણીય શ્રી અનીતા કરવાલ મુખ્ય નિર્વાચન અધિકારીની આ પરિવારોના તમામ વ્યક્તિને મતદારકાર્ડ મળે એવી લાગણીના કારણે ૧૮ વ્યક્તિને મતદારકાર્ડ મળ્યા. એ પછી તો ૬ વ્યક્તિને રેશનકાર્ડ અને ૧૬ વ્યક્તિને આધારકાર્ડ પણ મળ્યાં. હાલમાં ૮ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટેની અરજી કરી છે..

આ પરિવારો પહેલાં વાંસમાંથી સુડલા, ટોપલા બનાવવાનું કામ કરતા પણ હવે વાંસ મોંઘો થતાં તેઓ પ્લાસ્ટીકના તબકડા વેચે અને ઉનાળામાં ખેતરોમાં તાર ફ્રેન્સિંગનું કામ કરે. આ તાર ફ્રેન્સીગના કામ માટે પણ vssm દ્વારા બે પરિવારોને રૂ.૨૦,૦૦૦ ની લોન આપવામાં આવી છે.

વસાહતમાં શાળાએ જઈ શકે એ ઉંમરના ૬ બાળકોમાંથી ૪ બાળકો vssm દ્વારા ડોળીયાગામમાં ચાલતી વાત્સલ્ય કુમાર છાત્રાલયમાં ભણવા માટે દાખલ થયા છે. વસાહતના આગેવાન હીરાદાદા કહે છે, ‘એક જ વર્ષમાં કેટલું બધું કામ થઇ ગયું. મતદારકાર્ડ, રેશનકાર્ડ, આધાર કાર્ડ પણ મળી ગયા. અમે વર્ષોથી ધક્કા ખાતા હતાં પણ કંઈ મેળ પડતો નહોતો. આ બધામાં કેટલા બધા પૈસાનું પાણી કરી દીધું.. પણ હવે લાગે છે ઝટ પ્લોટ અને ઘર પણ થશે... સંસ્થા ના હોત તો આ બધું મેળવવું અઘરું પડી જાત.’

vssm વિચરતી અને વિમુક્ત જાતિઓનો સમગ્રપણે વિકાસ થાય એ માટે પ્રયન્ત કરે છે જેમાં ધીમે ધીમે સફળ થતાં જઈએ છીએ. ફોટોમાં vssmની મદદથી મળેલાં મતદારકાર્ડ સાથે વાંસફોડા પરિવારો અને પ્લોટ માટે કરેલી દરખાસ્ત જોઈ શકાય છે. 



No comments:

Post a Comment