Tuesday, December 13, 2022

The community support at Tharad has bloomed in form of the trees...

Plantation of 6000 trees at the Tharad Graveyard

"Bahen, we want to plant and raise trees at our graveyard!" Tharad's Hanifbhai called to share their collective intent. Such calls are always music to my ears.

Later, we made a site visit to comprehend the work involved. It is a vast graveyard that could easily host 6000 plus trees. Hanifbhai and others contributed wholeheartedly to cleaning and fencing the site and drilling a borewell for the water required to raise the to-be-planted trees. Apart from these, the group also contributed to our remuneration to the Vriksh Mitra. The collective efforts led to the plantation of 6000 trees at the graveyard. 

Hanifbhai and the group replaced the trees that did not take root, not once did they tell us to bring replacements or come complaining. Apart from it, they also voluntarily spent on miscellaneous expenses that popped up at regular intervals. Any community-supported work flourishes only when we take ownership; it is not ideal to depend on the government or others to accomplish little needs; one can never reach desired goals with such an attitude.

This year we have carried out tree plantation drives at numerous villages but have yet to come across anyone like Hanifbhai and his team, who are proactive toward raising trees. Achvadiya is one such village; we are growing 7000 trees here. However, the community never calls us up for any minor issues. So are the villages of Surana, Mandla, Makhanu, Dama, Ludra, Bepun, etc.

If each village takes up the responsibility, we can significantly increase our work's efficiency. VSSM wishes to plant a maximum number of trees next year; if you are one of those supportive community do get in touch with us.

અમારા કબ્રસ્તાનમાં વૃક્ષો વાવી ઉછેરવા છે બેન...થરાદથી હનીફભાઈનો ફોન આવ્યો.  અમને તો ભાવતુ'તુ ને વૈદે કીધા જેવું થયું. એ પછી કબ્રસ્તાનની મુલાકાત લીધી. બહુ મોટુ કબ્રસ્તાન 6000 થી વૃક્ષો આવી જાય એવું.હનીફભાઈ અને અન્ય સ્વજનોએ પણ પૂરી ભાગીદારી દાખવી. સ્મશાનમાં સફાઈ કરવાથી લઈને દિવાલ, દિવાલ પર ફ્રેન્સીંગ, પાણી માટે બોરવેલ એમણે બનાવી આપ્યો. સાથે વૃક્ષમિત્રને અમે જે પગાર આપીયે તેમાં એ લોકોએ પોતે પણ ચોક્કસ રકમનો ઉમેરે. આ કાર્ય માટે અમને અમારા ડો. અલીમ અદાતિયાએ મદદ કરી. આમ સહિયારા પ્રયાસથી કબ્રસ્તાનમાં 6000 થી વધુ વૃક્ષો વાવ્યા. 

વાવેલા વૃક્ષોમાંથી વૃક્ષો બળ્યા તો એમણે અમને બીજા વાવોનું ન કહ્યું જાતે જઈને નવા ખરીદી આવ્યા. એ સિવાય નાનો મોટો ખર્ચ પણ એ લોકો પોતાની રીતે કરી લે.

પોતાનું છે એમ માની રસ લઈને કામ કરીએ તો કામ સફળ જરૃર થાય. પણ નાની નાની વાતોમાં સરકાર કે અન્ય પર આધારિત રહીએ તો ઈચ્છીત પરિણામ સુધી ન પહોંચાય.

અમે આ વર્ષે ઘણી જગ્યાએ વૃક્ષો વાવ્યા પણ હનીફભાઈની ટીમ જેવા વ્યક્તિઓ ઘણા ઓછા મળ્યા જે અમારી સાથે પોતે પણ વૃક્ષો ઉછેરવા મથે... અછવાડિયા અમારુ એવું જ ગામ.. 7000થી વૃક્ષો ત્યાં ઉછરે. સફાઈ માટે કે અન્ય જરૃરિયાત માટે ગામ એમને ફોન ન કરે. આવુ જ સુરાણા, માંડલા, મખાણુ,દામા, લુદ્રા બેણપ વગેરે ગામોનું પણ ખરુ...બસ આવી રીતે દરેક ગામ પોતાની જવાબદારી સમજી લે તો કેટલું સરસ થઈ જાય... આવતા વર્ષ માટે વધારે વૃક્ષો વાવવા છે બસ જેમને ભાગીદારી સાથે કાર્ય કરવામાં રસ હોય તે સંપર્ક જરૃર કરે. 

#MittalPatel #VSSM



Mittal Patel meets Hanifbhai and his team atTharad
Tree Plantation Site

Tharad site before Tree Plantation site

Tharad Tree Plantation Site


No comments:

Post a Comment