Tuesday, September 02, 2014

As the cheer spreads around a million thanks

Owning a home is everyones dream but no one desires and values it more than communities who have never lived in a proper shelter.  The funds under the government’s Pandit Dindayal Scheme facilitates construction of homes for the nomadic communities. However, Rs. 45,000 that these families get under this scheme  is not enough for construction of a house however minimalist it is!!  VSSM has been advocating to  the government to increase the amount under this particular scheme. On 14th August 2014 the Department of Social Justice and Empowerment through resolution number 122013/87307/H has increased the amount to Rs. 70,000. These increase in amount will to an extent ease out the construction process. 

The picture in the story has Pasabhai Saraniya with the home constructed by the funds under this particular scheme, while Rs. 45,000 came from the government,  Rs. 45,000 was from the support made by Shri. Vallabhbhai Savani and the balance  Rs. 15,000 is contributed by Pasabhai himself. We are deeply grateful to the government as  many like Pasabhai will hugely benefit from this move of the government for which we are deeply grateful….

ગુજરાતીમાં અનુવાદ...

આનંદો આનંદો..અને હ્રદયપૂર્વક આભાર...

ઘર વિહોણી વિચરતી અને વિકસતી જાતિઓને ‘પંડિત દીનદયાળ આવાસ યોજના’ અંતર્ગત ઘર બાંધવા માટે મકાન સહાય રૂપે રૂ. ૪૫,૦૦૦ આપવામાં આવતા હતાં. આ રકમમાંથી ઘર કેવી રીતે પૂરું થાય! સરકારમાં આ બાબતે વખતો વખત કરેલી રજૂઆત અને સરકારના ધ્યાને પણ આ મુદ્દો હોવાના કારણે તા. ૧૪/૦૮/૨૦૧૪ના રોજ ‘સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ’ના ઠરાવ ક્રમાંક –હ્સલ/૧૨૨૦૧૩/૮૭૩૦૭૫/હ થી આ રકમ વધારીને રૂ. ૭૦,૦૦૦ કરવામાં આવી જે માટે સમગ્ર વિચરતી જાતિ વતી vssm સરકારની આભારી છે. હવે આ પરિવારો માટે પોતાનું ઘર બાંધવાનું થોડું સરળ થઇ જશે.

ફોટોમાં ડીસામાં રહેતા પસાભાઇ સરાણીયાનો પરિવાર પહેલાં જે પરિસ્થિતિમાં રહેતા હતા તે અને સરકાર દ્વારા રૂ.૪૫,૦૦૦ ની મકાન સહાય અને vssm ના માધ્યમથી સુરત સ્થિત આદરણીય શ્રી વલ્લભભાઈ દ્વારા આપવામાં આવેલા રૂ.૪૫,૦૦૦ અને પસાભાઈએ પોતે રૂ.૧૫,૦૦૦ આપીને રૂ.૧,૦૫,૦૦૦માં બનેલા પોતાના ઘર સાથે...  હવે પસાભાઇ જેવા કેટલાય વિચરતી જાતિના પરિવારો માટે ઘર બનાવવું સહેલું બની જશે.. આનંદો આનંદો..અને હ્રદયપૂર્વક આભાર...

No comments:

Post a Comment