Mittal Patel meets Daria Ba in Amodard village |
Sunil, our worker from Vadodara, showed our driver Darshan the way to Amodard village, saying we were going to meet Daria Ba. We arrived at the Rathodiya Faliya in the village. The car stopped outside the Faliya, and we walked to Daria Ba's home.
Though we called it a home, whether to refer to it as such was questionable. Daria Ba was seated amidst the decay of her surroundings, her frail body barely visible. At first glance, it resembled the vision of hell.
One of her sons is mentally challenged. He wanders off but eventually returns to Daria Ba for food. Daria Ba survives with the help of her neighbors, who occasionally provide her with sustenance.
Realizing the situation, we started providing rations every month. The kind neighbors also bring firewood, enabling her to cook.
Food and drink seemed to be a distant luxury, but seeing the condition of the hut where she lives... words fail to capture the despair.
On the day we visited, it was unbearably hot. It was hard to imagine Ba living in such heat.
Even going to the toilet or bathroom was a huge struggle.
Given the situation, we decided to build her a small house. Our Kishor uncle (Kishorbhai Patel) helped with this. In memory of our dear Kushalbhai, we decided to prepare this new home and started the construction.
We express our gratitude to those who helped us provide rations to Daria Ba, and we bow to Kishor uncle for assisting in building her home.
Imagining the comfort Ba will find in this house is difficult. Just thinking about the monsoon and the conditions she endured is unsettling.
It’s a blessing to be a part of bringing relief to the lives of so many individuals.
You can also join in such efforts. You can help... For assistance, please contact 90999-36013 between 11 AM and 6 PM.
આપણે દરિયા બાને મળવા જવાનું છે એમ કહીને વડોદરના અમારા કાર્યકર સુનિલે અમારા સારથી દર્શનને આમોદરદ ગામનો રસ્તો બતાવ્યો. ગામના રાઠોડિયા ફળિયામાં અમે પહોંચ્યા. ગાડી ફળિયા બહાર ઊભી રહી ને અમે ચાલતા દરિયાના ઘરે પહોંચ્યા.
ઘર તો અમે બોલીયે પણ ઘર કહેવું કે કેમ એ સવાલ. કંતાનની આડાશોમાં જીર્ણ દેહધારી બા બેઠેલા. આંખે ઝાંખપ. પ્રથમ નજરે નર્કની કલ્પના આપણે કરીએ તેવું નર્ક જ જણાયું.
એમનો એક દિકરો માનસીક વિકલાંગ. એ ગમે ત્યાં ભટકે પણ ટાણુ થાય એટલે દરિયા બા પાસે ખાવા આવે. દરિયા બાને આડોશી પાડોશી વધેલું ઘટેલું આપે ને એ જીવે.
સ્થિતિ ખ્યાલ આવતા અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. પડોશીઓ સારા તે બળતણ લાવી આપે એનાથી એમનો ચૂલો સળગે.
ખાવા પીવાનું તો જાણે હખ થઈ ગયું. પણ એ જ્યાં રહે તે ઝૂંપડાની દશા જોઈને તો... ઘડિક તો શું બોલવું સમજાય નહીં.
જે દિવસે મળવા ગયા તે દિવસે સખત તાપ હતો. સહન ન થઈ શકે એવી ગરમીમાં બા રહે..
ટોયલેટ - બાથરૃમ જવાની પણ ભયંકર તકલીફ.
સ્થિતિ જોઈને નાનકડુ ઘર કરવાનું નક્કી કર્યું. ને એ માટે મદદ કરી અમારા કિશોર અંકલે(કિશોરભાઈ પટેલ). પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં આ કુશ હોમ તૈયાર કરવાનું નક્કી કર્યું ને એનું બાંધકામ પણ શરૃ કર્યું...
દરિયા બાને રાશન આપવામાં નિમિત્ત બનનાર સ્વજનોના અમે આભારી સાથે ઘર બનાવવામાં મદદ કરનાર કિશોર અંકલને પ્રણામ..
આ ઘરમાં બાને કેવી સાતા મળશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ. ચોમાસુ તો એ જે સ્થિતિમાં રહેતા ત્યાં કેવું જતું હશે એ વિચારીને કમકમા આવી જાય..
આવા અનેક વ્યક્તિઓના જીવનને સાતા આપવામાં નિમિત્ત બન્યાનો રાજીપો.
તમે સૌ પણ આવા કાર્યોમાં જોડાઈ શકો. મદદ કરી શકો... મદદ માટે 90999-36013 પર 11 થી 6માં સંપર્ક કરવા વિનંતી.
#MittalPatel #humanrights #support #socialwork #gujarat #viral
The current living condition of Daria Ba |
VSSM's well-wisher Kishorbhai from USA helped Daria Ba to build her home |
Ongoing construction of Daria BA's new home |
No comments:
Post a Comment