![]() |
Mittal Patel meets the villagers of Mota kothasana village |
Yogakshem refers to two important concepts: "yog," which is the attainment of what has not yet been achieved, and "kshem," which involves protecting what has already been attained. Both actions are essential for a fulfilling life. We must strive to gain what we lack while also ensuring that what we have is safeguarded.
You might wonder why I'm discussing Yogakshem today, but it is crucial to do so. The condition of our lakes - Jal Mandirs has deteriorated significantly, which should never have happened. Our ancestors built lakes, wells, and stepwells to ensure everyone had access to water. While the world has advanced and we have developed new technologies for easier access to water, we have neglected these traditional resources that served us for centuries.
The Jal Mandirs, or lakes, were meant to be preserved, and it was our responsibility to protect them. Unfortunately, we did not fulfill our duty, leading to critically low groundwater levels.
In response to this situation, we have decided to rejuvenate these Jal Mandirs. So far, 336 Jal Mandirs have been revitalized through the efforts of well-wishers associated with VSSM and the Vimukt Foundation.
This year, we have set a target to renovate 50 lakes. Additionally, we have included Satlasana in our water conservation projects in North Gujarat.
Kothasana is a resourceful village where we worked to deepen the lake with the assistance of the respected Chandravadanbhai Shantilal Shah. Villagers actively participated by removing soil from the lake. The efforts made by the villagers and well-wishers affiliated with our organization will benefit many residents.
Thanks to Chandravadanbhai for your continuous collaboration on this project. Your emotional support has been invaluable, and we greatly appreciate it.
યોગક્ષેમ- જે મળ્યું નથી તેની પ્રાપ્તિ એટલે ‘યોગ’ અને જે મળ્યું છે તેનું રક્ષણ કરવું તે ‘ક્ષેમ’. જીવનમાં આ બે ક્રિયા આપણે સતત કરવાની. જે મળ્યું નથી તે મેળવવા મથવાનું ને મળ્યું છે તે છિનવાઈ ન જાય તેની કાળજી રાખવાની.
તમને થશે આ આજે કેમ યોગક્ષેમની વાત કરે છે?
પણ વાત પડે તેવી છે. જલ મંદિરોની આજે જે દશા થઈ છે એ દશા કોઈ કાળે ન થવી જોઈએ. આપણા વડવાઓએ સમગ્ર જીવસૃષ્ટિ જળ મેળવી શકે તે માટે તળાવો, વાવ, કૂવાઓનું નિર્માણ કર્યું. દુનિયા વિકસી અને આપણને પાણી સરળતાથી મળી શકે તેવા સાધનો ઉપલબ્ધ થયા એટલે આપણી પાસે સદીઓથી જે વ્યવસ્થાઓ હતી તે આપણે ભૂલ્યા.
પણ જલમંદિરો ને ભૂલવાના નહોતા. એના રક્ષણની જવાબદારી હતી. જે બરાબર ન નિભાવી એટલે આપણા ભૂગર્ભજળ ઊંડે પહોંચ્યા.
અમે આવા જલમંદિરોનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું. અત્યાર સુધી 336 જલ મંદિરોનું નિર્માણ VSSM અને વિમુક્ત ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્વજનો મારફત કર્યું.
આ વર્ષે પણ 50 તળાવોના નવીનીકરણનો લક્ષાંક નિર્ધારીત કર્યો. ઉત્તર ગુજરાતમાં થઈ રહેલા જળસંચયના કાર્યોમાં આ વર્ષે સતલાસણાનો ઉમેરો થયો.
કોઠાસણા મજાનું ગામ. ત્યાં અમે તળાવ ઊંડું કરવાનું કામ આદરણીય ચંદ્રવદનભાઈ શાંતિલાલ શાહની મદદથી કર્યું.
ગામલોકોએ માટી ઉપાડવાનું કર્યું. ગામ અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત થયેલા આ કામથી ગામના અનેકોને ફાયદો થશે.
આભાર ચંદ્રવદનભાઈ આપ હંમેશા આ કાર્યમાં સહયોગ કર્યો છો. તમારી લાગણી માટે આભારી છીએ.
![]() |
Mittal Patel with the villagers at water management site |
![]() |
Ongoing lake deepening work |
![]() |
Lake digging after completion |