Mittal Patel visits Totana's tree plantation site |
Whenever a feeling of arrogance overcomes you, just take a walk in the nearby cemetery and think that people cleverer and more successful than you are reduced to ashes or are buried here.
For attaining "Moksh" ( emancipation) or "Swarg" (heaven) we worship every stone as if it's God but fail to apply our mind to benevolent work during the lifetime. This sentence tells a lot about the human-being's nonchalant attitude..
Imagine a world without poverty, without environment destruction, with greenery everywhere & with lakes full of water. Does this not feel like heaven? We can experience heaven during our lifetime rather than just imagining
heaven after death which no one has actually seen. To see heaven on earth requires efforts. If the entire humanity starts working towards it, it is possible. We at VSSM have already commenced working towards it.
We are optimistic.
We at VSSM work with the deprived community, we work towards building lakes to resolve water scarcity, we plant trees to resolve environment degradation.
In the cemetery in Totaana Village in Banaskantha District , we planted 2500 trees. A local resident of the village, Shri Jeevankaka, plays his role as friend of the trees to perfection. He takes care of the trees planted in the cemetery. When village administration supplies water at night, Jeevankaka goes to the cemetery in the middle of night to water the trees. This is his sincerity and love for the work that he is doing. He looks forward to the day when the trees will grow big, birds will build nests in it. He says that he will get satisfaction for having created a small heaven on earth.
What a wonderful thought.!!!
Vashi Family helped us in this mission of tree plantation at Totaana village. We are thankful to them.
We have decided to plant 3.50 lakhs trees this year. Even you can help in our mission to make this earth a heaven by contributing Rs 200/- per tree. We will plant as many trees as you say.
Let's work together to make this world a better place to live.
ક્યારેક કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાન કે કબ્રસ્તાનમાં એક ચક્કર મારી આવવું. આપણાં કરતા પણ હોંશિયાર માણસો ત્યાં રાખ થઈને પડ્યા છે..
ક્યાંક વાંચેલું આ વાક્ય ઘણું બધું કહી જાય છે. માણસ તરીકે સ્વર્ગ પ્રાપ્તી માટે કે મોક્ષ મેળવવા પથ્થર એટલા દેવ કરીએ પણ ખરુ અને કરવા જેવું કાર્ય પરોપકારનું. જેમાં ખાસ મન ન પરોવીએ.
દુનિયામાં ગરીબી ન હોય. પર્યાવરણની જે માઠી દશા આજે આપણે કરી છે તેવી માઠી દશા ન હોય. બધે હરિયાળી પથરાયેલી હોય, આપણા જળાશયો પાણીથી ભરેલા હોય તો સ્વર્ગની અનુભૂતી અહીંયા જ થવાની. મર્યા પછીના સ્વર્ગની માત્ર કલ્પનાઓ છે જોયું કોઈએ નથી.. છતાં એ મેળવવા એને કેન પ્રકારેે પ્રયત્નો...
પણ પ્રશ્ન શું આપણે આપણી ધરતીને જ સ્વર્ગ જેવી ન બનાવી શકીએ?
એક સાથે માનવજાત આખી સંકલ્પ કરે તો આ થઈ શકે એ ચોક્કસ છે..
ખેર આ આશાવાદ છે.. બાકી અમે તો અમારી રીતે પ્રયત્ન શરૃ કરી દીધા છે.
VSSM ટીમ તકવંચિતોને જે રીતે થાય તે રીતે મદદ કરે સાથે પાણીની ચિંતા કરી તળાવો પણ કરીએ અને હરિયાળી ધરતી માટે વૃક્ષો વાવીએ...
બનાસકાંઠાનું ટોટાણાગામનું કબ્રસ્તાન. 2500 વૃક્ષો ત્યાં વાવ્યા. અમારા જીવણકાકા ત્યાં વૃક્ષમિત્ર તરીકે ફરજ બજાવે એ બધા વૃક્ષોની જબરી કાળજી કરે. વૃક્ષોને પંચાયત દ્વારા રાત્રે પાણી આપવામાં આવે તો એ રાત્રે કબ્રસ્તાનમાં જાય ને વૃક્ષોને પાણી સિંચે. એમની આ ધગશ. એ કહે, વૃક્ષો મોટા થશે એના પર પક્ષીઓ ઘર બાંધશે, એમના જીવને સાતા થશે ને જે આશિ બોલશે એ મારી સાથે આવશે બાકી બધું તો અહીંયા રહેવાનું...
કેવી મજાની વાત..
વાશી પરિવારે અમને આ વૃક્ષો ઉછેરવા મદદ કરી. તેમના અમે આભારી છીએ..
આ વર્ષે 3.5 લાખ વૃક્ષો વાવી ઉછેરવાનો સંકલ્પ છે. તમે પણ આ કાર્ય માટે પ્રત્યેક વૃક્ષ દીઠ 200ની મદદ કરી શકો. તમારા વતી તમે કહેશો તેટલા વૃક્ષો અમે વાવી દઈશું..
ચાલે સાથે મળી આ ધરતીને સુંદર અને હરિયાળી- સ્વર્ગ સમી બનાવીએ...
#MittalPatel #vssm #TreePlantation #TreePlantationDrive #વૃક્ષઉછેર
Bird lay their eggs in nest |
Mittal Patel discusses tree plantation with VrikshMitra Jeevankaka |
Vashi Family helped us in this mission of tree plantation at Totaana village |
Totana tree plantation site |
Mittal Patel with Vriksh Mitra and other at Totana village |