Wednesday, July 27, 2022

The elderly couple like Amratkaka and Shata Ma are relieved from the worry of their everyday meals with the help from VSSM....

Mittal Patel meets Amratkaka and Shata Ma during her
visit to Deesa

“The ravanhattha/ektara has been the source of our sustenance. The lullabies we sing at the tune of ravanhattha bring us sarees and grains in donation. We hold on to all that we need and sell off the rest. The occupation gives us enough to survive, but we are not left with any surplus that can help us survive a rainy day. Also, we did not understand savings, perhaps the reason we  face such conditions.” Amratkaka from Deesa Vasan village shared his plight.

Amratkaka and Shanta Ma are a childless couple. Until he could,  Amratkaka earned his living through playing ravanhattha. But with age catching up, Amratkaka finds it exhausting walking small distances. The same is with Shanta Ma, his wife.

The sarees given in donation have also been repurposed to build a roof! Yes, rooftops. Such rooftops are never enough to protect against forces of nature, but low-income families are left with little choice. However, the tarpaulins during monsoons secure them from rains, but these are not ideal living conditions.

The ageing couple has few relatives who take their care, but they too survive under impoverished conditions. Hence, it is Kaka and Ma who primarily look after each other.

After VSSM learnt about their condition, we began providing a monthly ration kit to them. As a result, the couple is relieved from the worry of their everyday meals.

I was in Deesa recently and made it a point to meet Kaka and Ma, “we don’t need to beg for food, nor do we need to worry about our next meal,” they tell me.

VSSM supports 275 such elderly; we become guardians of these elderlies. In addition, the ration kits (costing Rs. 1400 each) provide food security.

રાવણહથ્થો લઈને હાલરડાં ગાવાનો અમારો મુખ્ય ધંધો. હારડું સાંભળી લોકો સાડી અને દાણા ભેટમાં આપે. આ સાડી અને દાણા અમારા ખપ પૂરતા રાખીએ બાકીનું વેચી જીવવા માટે જરૃરી બીજુ રાશનપાણી લાવીએ. પણ આમાં ખાલી જીવાય. કાંઈ ભેગું ન થાય અને ભેગું કરવાની બેન સમજણેય નહોતી. એટલે જ આવી હાલતમાં છીએ..

ડીસાના વાસણ ગામના અમરતકાકાએ આ કહ્યું. અમરતકાકા ને તેમના પત્ની શાંતા મા નિસંતાન. હાથ પગ ચાલતા ત્યાં સુધી કાકાએ રાવણહથ્થો વગાડ્યો. પણ હવે ઝાઝુ ચાલે તો શ્વાસ ચડી જાય છે. તેમના પત્ની શાંતામાની પણ એજ દશા. કાકા રાવણહથ્થો વગાડવા જતા ત્યારે ભેટમાં જે સાડીઓ મળતી તેમાંથી તેમણે તેમનું છાપરુ બનાવેલું. પ્રથમ તો વિચારીને જ નવાઈ લાગે કે સાડીઓમાંથી છાપરુ! વળી આ છાપરાંમાં ટાઢ, તડકો, વરસાદ કશુંયે રોકાય નહીં. પણ મજબૂરી રહેવું પડે. હા ચોમાસામાં મીણિયું લઈ આવે જે છાપરા પર ઢાંકે જેથી વરસાદથી બચી શકાય. પણ આવી વિપરતી સ્થિતિમાં કાકા રહે. હવે ઘડપણ આવ્યું. ચલાય નહીં કામ ન થાય. એમના સગાઓ થોડું ધ્યાાન આપે પણ એમની સ્થિતિયે એક સાંધતા તેર તૂટે એવી એટલે કાયમ કાકા ને બાને સાચવવાનું ન થાય. અમારા ધ્યાને આ સ્થિતિ આવી. ઓશિયાળી વેઠવી તો કોને ગમે? અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. જેનાથી કાકાને ઘણી રાહત છે. હમણાં ડીસા જવાનું થયું ત્યારે કાકાને બાને ખાસ મળી એમણે કહ્યું, હવે માંગવા જવું નથી પડતું અને શું ખાઈશું એની ચિંતા મટી ગઈ છે.કેટલી મોટી વાત.. બસ આવા  275 માવતરોને ટાઢક આપવાનું અમે કરીએ. તમે પણ આવા માવતરના પાલક બની શકો. માસીક 1400 રૃપિયા પ્રત્યેક માવતરના રાશનનો ખર્ચ. 

આ માટે સંપર્ક 9099936013 (સવારે 10 થી સાંજે 6 દરમ્યાન) પર અને આ નંબર જ પેટીએમ પણ કરી શકાય.

#MittalPatel #vssm