Kangsiya women makes Mittal Patel to wear Bangels |
“Ben, you set up a kiosk to retail fashion accessories. When you are financially independent you will not require to stretch your hands before your husband.” The women of Kheda’s Sandhana shared this piece of advice with me.
They were 100% correct, and I liked them for their understanding.
Financial independence for women is needed in this time and age. Despite having the required skills, qualifications and understanding many women are unable to step out of their homes because their husbands would not want them to. But, financial independence is for one’s security. In case of an untoward situation, it is financial independence that will allow the women to face the challenges with respect and determination. They would not require to start from scratch. Education and economic independence thus become critical.
“Stretching hands before the husband even for 5 rupees is humiliating at times. If we are earning, we can spend our money wherever we want to...” Bharti tells me.
Women stepping not of the house to make a living might be a recent scenario for many communities, but the kangasiya women have led a financially independent life for generations.
“However our husband would be, we do not go complaining to our parents’, when we have our earnings there is no need to do so. When we are the earning members, do not mind tolerating the husband!” Gauriben shared a very strong opinion.
While Gauri Ma remarked, “From an early age, we begin to groom our daughters on business skills. As a result, they are better prepared just in case they are faced with any crisis.
The kangasiya women are a truly empowered lot. So ideally, each woman, whether she is a mother or mother-in-law should provide space to their daughters and daughters-in law to secure financial independence. It is only then they would be able to face the world with their head held high.
" બેન તમે બોરિયા, બકલ ટૂંકમાં હોઝીયરીના સામાનની એક દુકાન કરી લો.. જાતે કમાતા હશો ને તો તમારે તમારા ઘરવાળા પાહેણ હાથ લાંબો નહીં કરવો પડે.. "
ખેડાના સંધાણામાં રહેતી કાંગસિયા બહેનોએ મને આ શીખ આપી..
મને એમની વાત ખુબ ગમી કારણ એ સો ટકા સાચી હતી..
દરેક સ્ત્રી પગભર થાય એ આજના સમયની જરૃર. હું ઘણી એવી બહેનોને મળી છું જે ખુબ સરસ ભણી છે આવડત એનામાં ખુબ છે. કામ કરવાની ઈચ્છા છે છતાં ઘરવાળા ના પાડે છે માટે એ ઘર બહાર જઈ નથી શકતી. કમાવવું- પોતાના પગ પર ઊભા રહેવું કોઈને બતાવવા માટે નહીં પણ ન કરે નારાયણ પણ ઘરમાં કોઈ મુસીબત આવી પડી કે એવા સંજોગો ઊભા થયા કે એને કમાવવું પડે ત્યારે વર્ષો પછી એકડ એકથી શરૃ કરવું ક્યારેક ઘણું મુશ્કેલ બની જતું હોય છે.. એટલે ખાસ થાય ભણીને પગભર થવું..
મને ભારતીબહેને તો કહ્યું." પાંચ પાંચ રૃપિયા માટે ઘરવાળા હામે હાથ લાંબો કરવો એના કરતા આપણે કમાતા હોઈયે તો એની હાડાબારી નહીં. આપણા પૈસા આપણને ગમે એમ વાપરીએ.. "
આપણા ત્યાં બહેનો છેલ્લા થોડા વર્ષોથી ઘર બહાર નીકળી કમાતી થઈ. પણ વિચરતી જાતિમાંના કાંગસિયા સમાજની બહેનો તો સદીઓથી કમાય છે..
ગૌરીબહેન કહે, "બેન અમારો ઘરવાળો ગમે એવો હોય અમે એની ફરિયાદ લઈને પિયર ન જઈએ.. એને અમે નભાઈ લઈએ.. આપણે કમાતા હોઈએ પછી વાંધો શું...."
કેવી ગજબ વાત...
તો ગૌરી માએ કહ્યું, અમે નાનપણથી દીકરીઓને વેપાર કરતા શીખવીએ જેથી ગમે એવી વિપદા આવે એ પોતાનું કરી લે...
કાંગસિયા બહેનો સ્ત્રી સશક્તિકરણનું સાચુ ઉ.દા. લાગી..
બહેનોએ બહુ ભાવથી મને બંગડી પહેરાવી... આમ તો એમની આમાં માસ્ટરી.. જરાય દર્દ વગર એ બંગડી પહેરાવી શકે..
દરેક સ્ત્રી, દરેક મા અને સાસુ પોતાની દીકરીઓને વહુઓને પગભર થવા મોકળાશ આપે એ ઈચ્છનીય... તાકી એ દુનિયા સામે ખુદ્દારીથી ઊભી રહી શકે...
Mittal Patel with Kangsiya community women |
Kangsiya women tells to Mittal Patel that "If we are earning, we can spend our money wherever we want to.." |