Saturday, March 25, 2017

VSSM helped release the three boys who were kept in the jail in Amreli...

Dafer boy couldn't stop himself from embracing his mother 
The 12-year-old boy of the Savarkundla Dafer case endures police torture and electric shocks….

A few days back we had written about an incident that had occurred against the Dafer in Savarkundla town. This post is in continuation of the same incident. The incident was about a police official belonging to Savarkundala LCB filing a robbery case against the Dafer. Three young men and a 12-year-old boy belonging to Dafer community were arrested and beaten in police custody without any warrant. The 12-year-old was mercilessly beaten and given electric shock. When the child was produced before the court he told the judge about the torture he had endured in police custody. The child’s narration pained the judge who himself  examined the boy. He ordered a medical examination of the boy. VSSM’s team member remained present during the medical examination. The examination was undertaken at government hospital in Savarkundla and the doctor handed over the report in a sealed envelope.   

By the time the formalities related to the medical examination were completed it was already evening so the judge did not open the envelop. Eventually when the cover containing the report was opened during the next hearing, it mentioned that the police had not tortured the child!! Absolutely shocking and unbelievable… the decay is so deep.!!

The police officials are a bit taken aback with the way the case has developed. They weren’t expecting such a response. They have threatened the Dafer to lie low or else face the consequences once the case fades away in time.  In the meanwhile, VSSM helped release the three boys who were kept in the jail in Amreli. The parents had hired a jeep to bring their boys back home.  The boys too were eagerly awaiting their parents. As soon as the jeep arrived they just ran towards it and even before their parents could open the door the boy couldn’t stop himself from embracing his mother (as seen in the picture).

“The police have filed such wrong accusations on our children, just because we are Dafer we have to endure all such police atrocities….” This is what the Dafer keep talking all the while.

VSSM and the Dafer will make further presentation against the police during the next hearing. We have also requested for an appointment from the Director General of Police. Our intent is to create better understanding and sensitivity amongst the entire police department towards the Dafer, along with that we also hope that if the police official is found guilty the court should take measures against them.

સાવરકુંડલામાં રહેતા ત્રણ ડફેર યુવાન અને એક 12 વર્ષના ડફેર છોકરાંને એલ.સી.બી.ના પોલીસકર્મીને લૂંટ્યાના કેસમાં એલ.સી.બી.એ વગર વોરંટે પકડ્યા અને વગર રીમાન્ડે ખુબ માર્યા. ઈલેકટ્રીક કરંટ પણ આપ્યા. 12વર્ષના છોકરાંને પણ પોલીસે કરંટ આપ્યાનું અને માર માર્યાનું કોર્ટમાં જણાવ્યું. જજ સાહેબ પણ આ સાંભળીને દુખી થયા.તેમણે છોકરાંને જાતે તપાસ્યો અને દાકતરી તપાસની સૂચના આપી. Vssmના કાર્યકર પણ દાક્તરી તપાસમાં સાથે રહ્યા. સાવરકુંડલાના સરકારી દવાખાનામાં કામ કરતા ડોક્ટેર સીલબંધ કવરમાં રીપોર્ટ આપ્યો.

સાંજ પડી ગઈ હતી એટલે જજે રીપોર્ટ ત્યારે ઓપન ના કર્યો. પણ તે પછીની મુદ્તે અમેગયા અને ડોક્ટરનો રીપોર્ટ ઓપન કર્યો, તો પોલીસે કોઈ માર માર્યો નથી તેવી વિગતો બહાર આવી. આટલી હદે બધુ બદલાઈ શકે તે કેવી રીતે માન્યામાં આવે.

પોલીસ થોડી ડરી એટલે ડફેરોને ધમકી આપી કે આવું કાંઈ કરશો નહીં, પછી અમે જ છીએ તમને જોઈ લેશું વગેરે.. અમરેલી જેલમાં રાખેલા ત્રણ છોકરાંને જામીન પર અમે છોડાવ્યા. જેલમાંથી મુક્ત થયેલા છોકરાંઓને લેવા તેમના મા- બાપ સ્પેશીયલ જીપ ભાડે કરીને આવી રહ્યા હતા. છોકરાંઓ મા-બાપની રાહ જોતા હતા. જેવી જીપ આવી કે જીપનો દરવાજો ખોલ્યા વગર જ છોકરો તેની માને ફોટોમાં દેખાય છે તે રીતે હેતથી મળ્યો.

‘કેવો ખોટો આરોપ અમારા છોકરાંઓ ઉપર પોલીસે મુક્યો. ડફેર છીએ એટલે આમ પોલીસનો ત્રાસ કાયમ સહન કરવાનો...’ તેવું તેઓ દુઃખી હૈયે સતત બોલ્યા કરે છે..

પોલીસ સામેની vssm અને ડફેરોની રજૂઆતો કોર્ટમાં આગામી મુદ્દતે થશે. ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક શ્રીને આ મુદ્દે મળવા સમય માંગ્યો અને તેમણે તારીખ આપી છે. ડફેરના મુદ્દે આખો પોલીસ વિભાગ સંવદેનશીલ બને તેવો અમારો પ્રયત્ન છે.. તો સાથે ખોટુ કરનાર પોલીસ સામે કાર્યવાહી થાય કોર્ટ તેમની સામે પગલાં લે તે પણ ઈચ્છીએ છીએ...

હજુ આ આખા કેસમાં નસીબનું નામ પણ પોલીસે આપ્યું છે. પોતાનું નામ ખુલ્યા પછી નસીબ ઉપર જે વિત્યું તે આગળ જણાવીશું..