Showing posts with label banaskantha flood. Show all posts
Showing posts with label banaskantha flood. Show all posts

Tuesday, December 16, 2025

Bhardva Village: Struggling Amid Floods and Loss...

Bhardva village in Banaskantha… a village very close to the border. The impact of the recent floods is very visible here. Dead animals are seen in many places… When there is water all around, and even for drinking water people have to struggle, what could be worse than this?

બનાસકાંઠાનું ભરડવા ગામ... બોર્ડરથી બહું જ નજીકનું ગામ. આવેલા પૂરની અસર આ ગામમાં બહું જ વધારે દેખાઈ. ઠેર ઠેર મૃત પ્રાણીઓ... જ્યાં ચારે બાજુ પાણી પણ પીવાના પાણી માટે પણ વલખવું પડે આથી વધુ ખરાબ શું હોય?? 

Flood affected areas
Banaskantha Flood

Banaskantha flood


Banaskantha Flood


From Shelter to Safety: VSSM Supports Flood-Affected Families...

Mittal Patel meets flood affected families

“We knew that you would come to look after us,” said Sharadama from Achhuvagam.

In Achhuva, many families’ homes have been submerged in water. They have taken shelter in the school. The village Sarpanch, Shri Bhala, provided whatever support he could. We distributed ration supplies so that these days of disaster could be made a little easier. Even now, for many days ahead, they will not be able to return to their homes.

All these families are requesting to be resettled in a higher-elevation area. Their situation has worsened in 2015, 2017, and again in 2025. They said, “When the rainfall increases, our lives hang in uncertainty, and our sleep disappears.”

We request the government to resettle them in safer, elevated areas. VSSM has been able to support them through ration assistance, but if land is allocated to them in higher areas, we are also ready to help build homes so that these families can live without fear.

“અમને ખબર હતી કે તમે અમારી ભાળ કાઢવા આવશો.”

આછુવાગામના શારદામાએ કહ્યું. 

આછુવામાં ઘણા પરિવારોના ઘરો પાણીમાં ગરકાવ. નિશાળમાં એમણે આશરો લીધો. ગામના સરપંચ શ્રી ભલા એમણે શક્ય ટેકો કર્યો. અમે રાશન આપ્યું. જેથી આફતના આ દિવસો ટૂંકા થાય. આમ પણ આગળના ઘણા દિવસો એ પોતાના ઘરમાં જઈ નથી શકવાના. 

આ બધા પરિવારોની માંગ એમને કોઈ ઊંચાણવાળી જગ્યામાં વસાવવામાં આવે તેવી. 2015, 2017 અને 2025 માં એમની દશા ખરાબ થઈ. એમણે કહ્યું વરસાદ વધે ને અમારો જીવ અધ્ધર થાય, ઊંઘ ઊડી જાય.

ઊંચાણવાળા વિસ્તારમાં એમને વસાવવામાં આવે તેવું થાય માટે સરકારને વિનંતી. VSSM રાશન થકી ટેકો કરવામાં નિમિત્ત બન્યું. પણ જો ઊંચાણવાળા વિસ્તારમાં એમને રહેવા જમીન ફાળવવામાં આવે તો ઘર બાંધી આપવાનું પણ અમે કરીશું. જેથી આ બધા પરિવારો ભયમુક્ત થાય. 

VSSM distributes ration kit 

Flood affected villages

Flood affected villages


Recurring Floods and the Need for Rehabilitation in Morikha...

Miottal Patel meets villagers of Morikha

“Will you come to Morikha village? Please come and see our situation once. We are forced to stay in schools. Two to four families are crammed into a single room. It has been a month since water started entering our homes.”

Hearing this, my heart was shaken. When we went to Morikha, a villager named Valabhai said, “Come, see our homes.” We sat in a tractor, but it got stuck on the way. After that, everyone had to walk through the water.

Natubhai from the village was also with us. Natubhai has no children, and we had earlier helped him set up a small shop so he could earn a livelihood. But his shop was filled with water. He said, “My fridge and all my goods…” and as he spoke, his eyes filled with tears.

We told him, “Keep courage. You will stand back on your feet again. We are with you.”

But the entire village is submerged in water. It will take days for the water to drain out of the whole village.

We distributed ration kits. We wished to start a community kitchen, but there were disputes related to caste and community.

Anyway, we will continue to help whenever needed. But this area has been flooded in 2015, 2017, and 2025. In my opinion, there is a need to think seriously about rehabilitation for all of them. It is a fact that natural water channels have been blocked. We hope people can be resettled in higher areas.

We will also help people like Natubhai, whose businesses and livelihoods have been affected, to get back on their feet.

Thanks to the friends associated with VSSM. With their support, we were able to reach the affected families immediately and let them know—through ration support—that we stand by them.

"મોરીખા ચાણ આવશો? અમારી એક ફેરા દશા જુઓ. અમે નિશાળમો પડ્યા સીએ. એક એક રૃમમાં બે ચાર પરિવાર ભેગા સીએ. અમારા ઘરોમાંથી પોણી નેકળતા મહિનો થશે."

સાંભળીને હૈયુ હચમચી જાય. અમે મોરીખા ગયા તો ગામના વાલાભાઈએ કહ્યું, "અમારા ઘર જોવા હેડો." ટ્રેક્ટરમાં બેઠા પણ એ રસ્તામાં અટકી ગયું. પછી તો સૌ પાણીમાં ચાલ્યા.

ગામના નટુભાઈ પણ સાથે. નિસંતાન નટુભાઈને રોજી રળવા માટે અમે દુકાન કરી આપેલી. પણ દુકાનમાં પાણી ભરાયેલું. એમણે કહ્યું, "મારુ ફ્રીજ ન બધો સોમોન...." બોલતા બોલતા આંખો ભરાઈ ગઈ. 

અમે કહ્યું, "હીંમત રાખો, તમે ફેર બેઠા થશો અમે સાથે છીએ."

પણ ગામ આખુ પાણીમાં. આખા ગામમાંથી પાણી નીકળતા દિવસો થશે. 

અમે રાશનકીટ આપી. ઈચ્છા સામુદાયીક રસોડું થાય એવી હતી.પણ નાત જાત ની માથાકૂટો.

ખેર જરૃર પડે આગળ પણ મદદ કરીશું.. પણ 2015,2017 અને 2025માં આ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. મારા ખ્યાલથી આ બધાના પુનઃવસન માટે વિચારવું પડે. પાણીના માર્ગો અવરોધાયા છે એ હકીકત છે. ઊંચાણવાળા વિસ્તારમાં વસવાટ થાય એવું ઈચ્છીએ.

નટુભાઈ જેવા જેમના ધંધા રોજગાર ને અસર પહોંચી છે એમને ફેર બેઠા કરવા પણ મદદ કરીશું.

VSSM સાથે સંકળાયેલા સ્વજનોનો આભાર. એમના ટેકાથી અમે તત્કાલ અસરગ્રસ્ત પરિવારો પાસે પહોંચી શક્યા, રાશન થકી એમની પડખે ઊભા છીએ એવું કહી શક્યા.

Mittal Patel meets villagers of Morikha and distributes 
ration kit

Morikha village is submerged in water

Mittal Patel visits morikha village