|
Haribhai who is fighting the deadly mucormycosis infection |
Once the battle against Corona is won, there is a fear of contracting Black Fungal infection called mucormycosis by diabetic patients who were given steroids to fight covid infection. The steroids raise blood sugar levels to dangerously high levels, unmonitored and untreated high levels invites mucormycosis infection. The trailing story will help you understand the disease and support someone fighting it.
For the past couple of weeks, we have had to support the treatment of few dear ones fighting the deadly mucormycosis infection.
Mucormycosis is a rare but deadly fungal infection. The fungus begins with the nose and eyes and rapidly spreads in the mouth and other parts. At times, before the disease is diagnosed it reaches the brain from where it is difficult to remove it. Early diagnosis can save eyes otherwise a small surgery to remove the fungus from the nose and eyes also removes the infected eye.
Once the surgery is done, a course of injections to eradicate any minute fungus remaining in the body needs to be done. 2 injections daily. The rate of these injections ranges between Rs. 300 to Rs. 7000 (they are in short supply currently). It also requires carrying blood tests to rule-out any side effects on the kidney. Insufficient post-operative care might prove fatal for the patient.
Treating mucormycosis is an expensive affair. Timely treatment is crucial to curb mucormycosis, we have read of Government opening special cells to treat this infection in Rajkot and Ahmedabad.
Three days back, I received a call from Somabhai informing me of his father and uncle contracting mucormycosis. Somabhai’s father remains associated with VSSM from its inception and is very affectionate towards me. We immediately brought them to the hospital. One private hospital asked for an immediate deposit of Rs. 8 lacs with a balance 7 lacs to be deposited later. Who can afford such expensive treatment?
I called up Dr Shwetambari, a friend and eye-specialist, who spoke to specialist doctors treating such patients and arranged for the surgeries of the duo. After numerous tests and investigations, the operations were performed at Sachi Hospital in Maninagar, Ahmedabad by Dr Sapan Shah and Dr Dipen Thakkar. Both operations were done one after the other and carried on for 4 hours each. Dr Sapan stood with us like a dear friend and Dr Dipen took utmost care of the patients. While Dr Shwetambari constantly remained on phone.
The operation cost was also very less, the team of doctors supported us the way we would want them to during such agonizing times.
VSSM’s Nitin remained with Sombhai while Kiran (who was under the weather) took medication and constantly ran backend needs.
The duo lost one eye each as fungus had reached their eyes. Next came injections, the hospital had only enough to last 2 days hence, we had to arrange for the rest. We amplified the word for the need of the injections but in vain. We also spoke to Mumbai based Maharshibhai, but he too found it difficult to find the required injections.
The injections were available for patients at the government hospital, we could have admitted the duo at the same but there was a long waiting as the numbers of infected was rising steeply. The surgery would have taken time, delaying treatment was not an option we had. So we first decided to get the surgery done and in the meantime search for the injections. The injections need to be administered every day without a miss.
We began the process of finding ways to admitting our duo at Civil Hospital because here the government ensures enough stock of required medicines. We remembered Dr Kamlesh Upadhyay and briefed him on the status of our duo, he requested us to speak to Dr Mihirbhai Parmar.
Mihirbhai asked us to bring the duo to Civil Hospital, we brought them there on 8th May. One of the doctors asked us to take them back to their hometown and admit them to Patan Civil Hospital. Once again we knocked on the doors of Kamleshbhai and Mihirbhai, who helped us admit our duo to Civil Hospital. The administration of injections needs to be monitored constantly with regular blood tests ( to ensure the kidneys are not damaged in the process). All these tests cost a bomb at any private hospital.
Laxman and Haribhai too were tired with the everyday rounds of getting their reports and scans done. They are not used to remaining indoors, they have never hit the bed with any illness so this was difficult for them. We pepped their morale.
“They were not ready to come here, but your voice clip assuring not to worry and things will be taken care of convinced them to come to Ahmedabad.” Sombhai shared.
“You need to get well soon, I still need your support in our work so make sure you don’t remain unwell for long.” I had told them when they were at the office before going to the hospital.
“Since you have faith, we will be fine soon!”
I keep praying for giving them the strength to go on and fight this illness…
Today after the morning rounds, the doctor asked us to buy injections from outside. We were shocked to learn that Civil had no injections. How do we go forward? We had read about Chief Minister ordering 5000 injections. What now?
We searched for it at 7 -8 stores outside the hospital, Nitin also contacted his friends at the pharma company, Maulik and I also spoke to our doctor friends but the injections were nowhere to be found. Finally, Nitin’s friend from the pharma company helped find injections. Laxmanbhai and Haribhai received their first injection today.
Low immunity teamed with high blood sugar and rampant use of steroids has resulted in the rise of this infection. While the country is already ravaged by the deadly wave of covid 19, the added pangs of mucormycosis are adding fuel to the fire.
While we fight both these evils, a thought crosses my mind. Why can’t the doctors equipped to treat such cases, who have the required infrastructure and skills open their doors to such patients? They can charge reasonably but at least the waiting at government hospitals might lessen. This also is an infection that needs a rapid response, if the infection reaches the brain it proves to be fatal. The patient has already fought Covid, and putting up another fight is nerve-wracking. If you are listening, can you please open your doors to treat these patients…. The nation needs your support.
VSSM is also supporting hospital treatment of 5 patients with corona. Amongst them, Rajubhai was shifted to Palanpur hospital from Tharad hospital. We are supporting the treatment of individuals who need advanced treatment to fight covid but cannot afford it.
We are immensely grateful to our very dear Krishnakant Uncle and Indira Auntie for supporting VSSM’s Sanjivani Aarogya Setu initiative and this special Covid Support program. We are also grateful to Bhavna Patel, Piyusha and Kaushik Patel.
The support you provide will enable us to reach the people struggling for help.
And to all those who supported the treatment of Laxmanbhai and Haribhai, thank you from the bottom of our heart. We pray to God for their speedy recovery.
Oh Dear God, please fox this all soon…..
કોરોનાથી એક સ્ટેપ આગળ મ્યુકર માઈકોસીસ. આને સમજવા માટે આ વાંચજો.. ક્યાંક કોઈને મદદરૃપ થઈ શકાય..
કોરોના સામે ને કોરોના પત્યા પછી થતા મ્યકર માઈકોસીસ સામે લડી રહેલા કેટલાક પ્રિયજનોની સારવારમાં મદદરૃપ થવામાં હાલ લાગ્યા છીએ..
પ્રથમ વાત મ્યુકર માઈકોસીસની..બહુ ભયંકર રોગ. નાક અને આંખોમાં ફુગ થઈ જાય વળી આ ફુગનો વિકાસ પણ ઝડપથી થાય. રોગ વિષે કશું સમજીએ એ પહેલાં તો મગજ સુધી પહોંચી જાય. ને પછી એને દુર કરવી અઘરી. પ્રાથમિક સ્તરે ખ્યાલ આવી જાય તો માણસની આંખ બચે નહીં તો નાનકડા ઓપરેશનથી ફુગને આંખ નાકમાંથી કાઢવામાં આવે ને સાથે આંખને પણ...
એ પત્યા પછી શરીરમાં ક્યાંય ફુગ ન રહી જાય એ માટે ઈન્જેક્શનનો કોર્સ.દરરોજના બે ઈન્જેક્શન લેવાના. બજારમાં 300 થી લઈને 7000માં આ ઈન્જેક્શન મળે. (જો કે હાલ શોર્ટેજ છે)કીડની પર અસર ન થાય તે માટે દર ત્રણેક દિવસે રીપોર્ટને બીજુ કેટલું બધુ. દવાની સાથે સરખુ ધ્યાન ન આપીયે તો દર્દી જીવથી જાય..
હાલ કોરોનાથી બચવા સ્ટીરોઈડનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ જે દર્દી ડાયાબીટીસથી પીડાતા હોય તેવા દર્દીઓની સ્ટીરોઈડના કારણે સુગર વધે ને એ બધાનું બરાબર ધ્યાન ન રહે સુગર રીપોર્ટ ને જરૃરી દવાઓ સમયસર ન થાય તો પછી મ્યુકર માઈકોસીસ વગર બોલાવે આવી જાય.
ખેર ડોક્ટર વધારે સારી રીતે આ રોગ વિષે કહી શકે..
પણ ખર્ચાળ સારવાર. સરકારે રાજકોટ, અમદાવાદમાં સ્પેશીયલ વોર્ડ ઊભા કર્યાના સમાચાર વાંચ્યા. સરકારનો આભાર.. મૂળ ઓપરેશન સમયસર થાય ને ઈન્જેક્શન મળી જાય એ અગત્યનું..
ત્રણ દિવસ પહેલાં રાધનપુરથી સોમભાઈનો ફોન આવ્યો ને તેમના પિતા અને કાકાને મ્યુકર માઈકોસીસ થયાનું એમણે કહ્યું. એમના પિતાને મારા માટે બહુ લાગણી. મારી સાથે 2006થી એ સંકળાયેલા. સોમભાઈ તત્કાલ એમને હોસ્પીટલ લાવ્યા. એક ખાનગી હોસ્પીટલે આઠ લાખ જમા કરાવવા કહ્યું, બીજા સાત લાખ પછી થી આપવાના.
કોને પોષાય?
આંખના ડોક્ટર મારા મિત્ર શ્વેતાબંરીને ફોન કર્યો. તેમણે આંખ અને નાકના અન્ય ડોક્ટર સાથે વાત કરી અને આ બેય પેશન્ટના ઓપરેશન માટે વ્યવસ્થા કરી આપી. એ પછી કેટલાય રીપોર્ટ અને છેલ્લે મણીનગરમાં આવેલી સચી હોસ્પીટલમાં ડો. સપન શાહ અને ડો. દીપન ઠક્કરે ઓપરેશન કર્યું. બેય દર્દીના ઓપરેશન વારા ફરથી થયા. આઠ કલાકનો સમય લાગ્યો. ડોં. સપન તો પ્રિયજન મદદ કરે એમ સાથે રહ્યા. તો ડો. દીપેને પણ એવું જ ધ્યાન રાખ્યું.
સાથે શ્વેતાબંરીના ફોન પણ સતત ચાલુ..
ઓપરેશન ખર્ચ પણ બહાર કરતાં ઘણો ઓછો લીધો. મારા ખ્યાલથી આ કપરા કાળમાં ખરા અર્થમાં ડોક્ટરોએ જે રીતે વર્તવું જોઈએ એ રીતે તેઓ વર્ત્યા..
અમારા કાર્યકર નિતીન સોમભાઈ સાથે ખડે પગે. અમારો કીરણ એની તબીયત નાદુરસ્ત છતાં પેઈન કીલર લઈને દોડા દોડી કરે..
ઓપરેશન થઇ ગયું હવે વાત આવી ઈન્જેક્શનની. ડોક્ટરે કહ્યું એમની પાસેથી કદાચ એકાદ બે દિવસ ચાલે તેટલા ઈન્જેક્શન મળી જાય પછીની વ્યવસ્થા કરવી પડે. ઘણા લોકો સાથે વાત કરી. પણ ઈન્જેક્શન માર્કેટમાં ઉપલલબ્ધ ન હોવાનું કહ્યું.
મુંબઈમાં રહેતા અને અમારા કાર્યોમાં મદદ કરતા મહર્ષીભાઈને વાત કરી પણ એમણે કહ્યું, મુંબઈમાં પણ નથી મળી રહ્યા.
સરકારી હોસ્પીટલમાં પેશન્ટ દાખલ થાય તો ઈન્જેક્શન મળી જાય. એટલે એ દિશામાં કવાયત શરૃ કરી ત્યાં દાખલનું આમ તો પહેલાં પણ કરી શક્યા હોત પણ આ બિમારીવાળા કેસ વધી રહ્યા છે. સીવીલમાં પણ ઘણા દર્દી વેઈટીંગમાં છે. ત્યાં ઓપરેશન માટે સમય લાગત. જ્યારે આ બિમારીની ખબર પડ્યા પછી ઓપરેશનમાં વિલંબ પોષાય નહીં.
માટે ઓપરેશન પ્રથમ કરાવીને પછી લાગ્યા ઈન્જેક્શન ક્યાં મળે તેની માથાકૂટમાં... ઘણી ફોનાફોની કરી પણ કાંઈ મેળ ન પડે... કોઈ કહે એક બે આપુ.. પણ એક વખત ઈન્જેક્શન શરૃ કર્યા પછી સળંગ લેવા પડે.. વચમાં ન મળે તો પાછુ કોઈ કામનું નહીં...
સીવીલમાં સરકાર ઈન્જેક્શનની વ્યવસ્થા કરે એટલે ત્યાં તો ખુટવાનો પ્રશ્ન નહીં આવે એટલે સીવીલમાં લક્ષ્મણભાઈ અને હરીભાઈને દાખલ કરવા કવાયત આદરી. ડો કમલેશ ઉપાધ્યાય યાદ આવ્યા. પેશન્ટની સ્થિતિ વિષે એમને વાત કરી ને એમણે ડો.મીહીરભાઈ પરમાર સાથે વાત કરવા કહ્યું.
મિહીરભાઈએ સીવીલ લઈ આવવા કહ્યું. તા. 8 મે ના રોજ સાંજના સીવીલ લઈ ગયા. પણ એક ડોક્ટરે એમના જિલ્લાની એટલે કે પાટણ સીવીલમાં લઈ જવા કહ્યું. પાછુ ડો. મિહીર અને ડો.કમલેશભાઈને હેરાન કર્યા. બેઉની મદદથી દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કર્યા. હવે હાશ થઈ.. મૂળ ઈન્જેક્શનની સાથે સાથે દર બે ત્રણ દિવસે કીડનીના રીપોર્ટ કરવા પડે. કારણ આ ઈન્જેક્શનની અસર કીડનીને થઈ નથી ને એનું ધ્યાન પણ રાખવું પડે.
જો કે લક્ષ્મણભાઈ હરીભાઈ આ દોડધામથી હવે થાક્યા હતા.. રીપોર્ટ,સીટીસ્કેલન, એમ.આર.આઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું.. વગેરે... ગામડાંમાં ખુલ્લામાં રહેલા અને ક્યારેય આવી રીતે પથારીમાં પડવાનું ન થયું હોય એમને આ બધુ બધુ આકરુ લાગે. પણ લક્ષ્મણભાઈને મે અને સોમભાઈએ હિંમત આપી.
સોમભાઈએ કહ્યું એ અમદાવાદ આવવા તૈયાર નહોતા થતા પણ તમે મોકલેલી વોઈસ ક્લીપ ચિંતા ન કરો અહીંયા લઈ આવો વાળી સાંભળી પછી એ આવ્યા. સચી હોસ્પીટલ જતા પહેલાં ઓફીસ આવ્યા ત્યારે મે કહ્યું,
'જુઓ ઝટ સાજા થઈને મારી સાથે સેવા કાર્યમાં પાછુ લાગવાનું છે એટલે ખાટલો ન પકડતા. એમણે કહ્યું, 'તમે કો છો ને બેન તો સરસ થઈ જશે...'
એમની આ શ્રદ્ધા દવાખાનું થકવાડે નહીં એની પ્રાર્થના રોજ કરુ છુ...
આજે સવારે ડોક્ટેર તપાસ્યા પછી બહારથી ઈન્જેકશન લખી આપ્યા. અમને મોટો ઝાટકો લાગ્યો. સીવીલમાં ઈન્જેકશન નથી. હવે શું? હોસ્પીટલ બહાર સાતેક મેડીકલ સ્ટોરમાં પુછ્યું પણ ક્યાંય નહીં.. આજે સવારે છાપામાં વાંચેલું કે મુખ્યમંત્રી શ્રીએ 5000 ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. પણ એ તો ઓર્ડર હાલ શું?
નિતીન એના પરિચીચ ફાર્માવાળા મિત્રોના સંપર્કમાં લાગ્યો. હું ને મૌલિક અમારા સંપર્કના મિત્રો, ડોક્ટરમાં. પણ મેળ ન પડે. આખરે નિતીનના એક ફાર્માવાળા મિત્રએ ઈન્જેકશ મેળવી આપ્યા ને હમણાં લક્ષ્મણભાઈ, હરીભાઈને પહેલું ઈન્જેક્શન આપ્યું..
નબળી રોગપ્રતિકારણ શક્તિ ને ડાયાબીટીસવાળા દર્દીની સ્થિતિ સમજ્યા વગર સ્ટીરોઈડ અપાય છે માટે આ ખતરનાક બિમારીના કેસ વધી રહ્યા છે.. કોરોનાએ આખા દેશને હેરાન કરી મુક્યો. ત્યાં આ મ્યુકર માઈકોસીસ..
કોરોનાની સાઈડ ઈફ્કેટથી આ રોગના દર્દી વધ્યા. ભગવાનને પ્રાર્થના તો કરીએ..પણ એક વિચાર આંખ અને કાનના ડોક્ટરો જેઓની પોતાની હોસ્પીટલ છે ને જેની આ મ્યુકર માઈકોસીસના ઓપરેશન કરવાની આવડત છે. તેઓ આવા પેશન્ટોના ઓપરેશન માટે પોતાની હોસ્પીટલના દરવાજા ખુલ્લા ન કરી શકે?
શક્ય ઓછી ફી લઈને કે આ ઓપરેશન કરી આપે તો વેઈટીંગમાં જે પેશન્ટો છે એ વેઈટીંગ ન રહે.. મૂળ રાહ જોવાથી આ ફંગશ ફટાફટ મગજ સુધી પહોંચવા માંડે છે અને માણસને ખોઈ બેસવાનું થાય છે..આ કપરા કાળમાં દેશ માટે આટલી મદદ તો કરી જ શકાય ને..
આ સિવાય કોરોના થયેલા પાંચ પેશન્ટ જેઓ હોસ્પીટલમાં છે એમની સારવારમાં અમે શક્ય મદદ કરીશું. એમાંના રાજુભાઈને તો આજે થરાદ હોસ્પીટલમાંથી પાલનપુર હોસ્પીટલ શીફ્ટ કર્યા છે..
આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પેશન્ટને શક્ય આર્થિક મદદ કરવાનું કરી રહ્યા છીએ...
VSSM ના સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત સંજીવની કોવિડ સપોર્ટમાં મદદ કરનાર બહુ જ પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈ્ન્દીરા આંટીનો આભાર.. આ સિવાય ભાવના પટેલ, પિયુષા અને કૌશિક પટેલનો પણ આભાર.
આપની હૂંફથી આ બધા પ્રિયજનોને શક્ય મદદ કરી શકીશું..હે ઈશ્વર તને પ્રાર્થના આ બધુ ઝટ ઠીક કર...
ને લક્ષ્મણભાઈ અને હરીભાઈને સારવારમાં મદદ કરનાર આપ સૌ પ્રિયજનોનો આભાર.. તમે મદદ કરી એટલે આટલું થઈ શક્યું.. ઈશ્વર બેઉને સાજા નરવા કરી દે તેવી પ્રાર્થના..
#MittalPatel #vssm #mucormycosis
#Covid19India #coronavirus #india
#pendemic #medical #COVID19
#medicalassistant #ArogyaSetu
|
Laxmanbhai who is fighting the deadly mucormycosis infection |