Thursday, May 26, 2016

Efforts by VSSM’s enable Devipujak families obtain caste certificates..

Devipujak Families with their caste certificates..
50 Devipujak families  stay in the village of Kuha in Daskroi block of Ahmedabad district, their homes made of mud stand on government wasteland. Inspite of staying  on the land for many many years the families still await allotment of residential plots. Majority of these families have  Voter ID cards but still struggle to acquire ration cards and the ones who have find it difficult to get the cards divided  after their  families became nuclear, just because the officials aren’t willing to do so..The families like these are daily wage earners, one day without work means no food for the day to feed the family!!! 

“The officials don’t understand our condition, all they make us do is take rounds of office. It wouldn’t hurt if this rounds brought results!! But the authorities choose not to pay any attention to our repeated requests,” narrate the appalled members of the Devipujak community. VSSM’s Chayaben is helping these families attaint their rights.She has initiated efforts to ensure the families move to a permanent address that is rightfully their’s.. She has began accumulating the documents required to process the applications for residential plots, making applications for caste certificates. 

The compassionate approach of   Shri. Patel Saheb,  Additional Director,  Ahmedabad District, has made possible for 55 Devipujak families to acquire caste certificates this will enable us to  file applications residential plots. We are hopeful that the families will be abel to receive the plots soon…

દેવીપૂજક પરિવારોને vssmના પ્રયત્નથી મળ્યા જાતિ પ્રમાણપત્રો

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહાગામમાં વર્ષોથી 50 દેવીપૂજક પરિવારો માટીથી બનાવેલા ઘરોમાં સરકારી પડતર જગ્યામાં રહે છે. આ પરિવારો છૂટક મજુરી કરીને ગુજારો કરે છે. વર્ષોથી આ ગામમાં રહે છે છતાં હજુ સુધી આ પરિવારોને કાયમી રહેણાંક અર્થે જગ્યા ફાળવાઈ નથી. મતદાર કાર્ડ મોટાભાગના પાસે છે પણ રેશનકાર્ડ મેળવવામાં થોડી તકલીફ છે. નવા રેશનકાર્ડ અથવા રેશનકાર્ડનું વિભાજન કરી આપવા અધિકારી રાજી નથી. 

રોજે રોજ કમાઈને ખાવાવાળા આ પરિવારો કહે છે એક દિવસ અમે કામે ના જઈએ તો સાંજે ચુલો ના સળગે પણ અધિકારીઓ અમારી આ વાત સમજતા નથી એટલે ઘણા ધક્કા ખાધા પછી પણ અમારા કામો નથી થતા. vssmના કાર્યકર છાયાબહેન અને કનુભાઈ આ પરિવારોને મદદરુપ થઈ રહ્યા છે. તેમણે આ પરિવારોને સ્થાયી સરનામું મળે જ્યાંથી કોઈ તેમને ઉઠાડે નહીં, દબાણમાં છાપરાં કર્યા છે તેવું કહે નહીં તે માટે પ્લોટ મળે તે દિશામાં કાર્યવાહી શરૃ કરી છે. પ્લોટની દરખાસ્ત માટે જરૃરી જાતિ પ્રમાણપત્ર મેળવવા તેમણે અરજી કરી. અમદાવાદ જિલ્લાના નાયબ નિયામક (વિ.જા) પટેલ સાહેબની લાગણીના કારણે 55 પરિવારોને જાતિ પ્રમાણપત્રો મળી ગયા છે. હવે તેમની પ્લોટ મેળવવાની દરખાસ્ત ઝડપથી થશે.

અમે આશા રાખીએ છીએ કે, ઝડપથી આ પરિવારોને પ્લોટ અને ઘર મળે. ફોટોમાં જાતિ પ્રમાણપત્ર સાથે દેવીપૂજક પરિવારો..

Wednesday, May 25, 2016

VSSM helps 48 Molesman Madari families obtain ration cards

  
Additional Mamlatdar Shri. R. R. Khambhla giving
 away the ration cards to the Molesman Madari families
 and the families providing their biometrics for issuance
of bar-coded ration cards...

Molesman Madari is a sub-sect of the Madari nomads, the families of this community earn their living by making and selling herbal medicines.   A fairly large settlement of Molesman Madari could be found in the Thangadh town of Surendranagar district. The nature of work requires these families  to remain mobile for majority part of the year. However, all they come to spend the monsoon months in this Thangadh settlement. They have been on this government wasteland for so many years now that they consider to be their home and have built up semi-kuccha houses. Until now there had been no issues but few months back they were required to vacate the space as the authorities deemed their occupancy on this land as encroachment.   

  
Devipujak families with their caste certificates
The families have been trying to file applications for allotment of residential plots but as it always happens with the marginalised population nobody has paid heed to their requests. Ultimately they decided to contact VSSM’s Harshad,  who works with nomad families of Surendranagar, presented their case to him and requested VSSM’s intervention. Harshad decided to first examine the documents the families had and found that 48 families did not have ration cards. The  first step was to file 48 applications for ration cards. The Mamlatdar and Additional Mamlatdar Shri.  R. R. Khambhla are an empathic duo, they immediately processed the applications and issued  APL ration cards. The families are so poor that they should have been issued BPL ration cards anyways, for now we are OK with the cards but plan to pursue the matter as we move forwards with the residential plots applications.

VSSM is proud to have a team that is dedicated and persistent in it’s efforts, it is team members like Harshad whose untiring efforts show us the results we are achieving when it comes to attaining the overall goals of VSSM…..

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મોલેસ્લામ મદારીની ઘણી મોટી વસતિ રહે. દેશી દવાઓ બનાવીને વેચવાનું કામ કરતા આ મદારી લોકો આખા વર્ષ દરમ્યાન ખુબ વિચરણ કરે. આ પરિવારો થાનગઢમાં જ સરકારી પડતર જગ્યા પર છાપરાં અને કાચા ઘરો બનાવીને વર્ષનો કેટલોક સમય રહે. થોડા સમય પહેલાં દબાણ કર્યું છે એમ કહીને સ્થાનીક અધિકારીઓએ તેમને જગ્યા ખાલી કરાવી.

આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે તેઓ ઘણા વખતથી રજૂઆતો કરી રહ્યા છે પણ આ સંદર્ભે કોઈ કામ થતું નહોતું. આ પરિવારોએ સુરેન્દ્રનગરમાં કામ કરતા vssmના કાર્યકર હર્ષદનો સંપર્ક કરી મદદરૃપ થવા કહ્યું. હર્ષદે સૌ પ્રથમ તમામ પરિવારો પાસે ક્યા કયા ડોક્યુમેન્ટ છે તેની તપાસ કરી તો અંદાજે 48 પરિવારો પાસે રેશનકાર્ડ નહોતા. સૌ પ્રથમ રેશનકાર્ડના ફોર્મ ભરીને મામલતદાર કચેરીમાં જમા કરાવ્યા. મામલતદાર તથા નાયબ મામલતદાર આર.આર.ખાંભલા ખુબ ભલા અધિકારી તેમણે તત્કાલ 48 પરિવારોને APL રેશનકાર્ડ આપ્યા. આમ તો પરિસ્થિતિ પ્રમાણે તેમને BPL રેશનકાર્ડ મળવા જોઈતા હતા પણ તે ના મળ્યા ખેર કાંઈ નહોતું એમાં કાંઈ મળ્યું તેનો સંતોષ છે. સાથે સાથે BPL રેશનકાર્ડ મળે તે માટે પ્રયત્નો પણ કરવાના છે. સંસ્થા સાથે હર્ષદ જેવા સંનિષ્ઠ કાર્યકરો છે જે વિપરીત પરિસ્થિતિમાં પણ સતત આ સમુદાયોના માટે મથે છે આવા સરસ કાર્યકરોની ટીમ અમારી સાથે છે જેનો vssmને ગર્વ છે.

ફોટોમાં નાયબ મામલતદાર આર.આર.ખાંભલાના હસ્તે APL રેશનકાર્ડ લઈ રહેલાં મોલેસ્લામ મદારી પરિવારો તથા બીજા ફોટોમાં બારકોડ રેશનકાર્ડ માટે ફીંગરપ્રીન્ટસ આપવા આવેલા 48 મોલેસ્લામ મદારી પરિવારો


Tuesday, May 24, 2016

VSSM team accompanied by the members of nomadic communities present their pending issues at a Lok-Samvaad Setu meeting…..

The Community Members
Water, power and housing are the basics that enables us humans  to lead decent lives and these are the needs that most nomadic communities remain deprived of even after years of requesting the same and repeatedly bringing it  to the notice of the authorities!! The families belonging to nomadic and de-notified communities in Mehsana district  have endless issues awaiting redressal at the various government offices across the district.  Its an extremely slow pace at  which the issues are handled. The attitude of the officialdom makes us believe that they are absolutely indifferent to the communities’  need for such basics. The families are grappling  for water and when the issue came to install a stand-post for power the families were shooed out of the office reasoning that the region does not fall under their administrative rein..  

The community members putting forward their
complaints before the minister and officials..
During a block level Loksamvaad Setu program for the Vijapur block the team of VSSM lead by Tohid decided to put forth the list of pending complaints before the participating Minister and his entourage of officials and administrators. We aren’t sure when will these issues be addressed but we are hoping for a solution to this life long sufferings these communities have endured...

The Minister did get annoyed and gave his peace of mind to the administrators on hearing that the issues have been pending for 8 years…the officials have assured speedy redressal all we can do is wait,  watch and hope for the best..……

મહેસાણા જિલ્લામાં રહેતી વિચરતી અને વિમુક્ત જાતિઓના કેટલાયે પ્રશ્નો સરકારી સ્તરે પેન્ડીંગ છે. આ પ્રશ્નો સંદર્ભે ખુબ રજૂઆતો અત્યાર સુધી કરી છે પણ કામની ગતિ એટલી બધી ધીમી છે કે ક્યારેક થાકી જવાય. આ સમુદાયનો મુખ્ય પ્રશ્ન રહેણાંક અર્થે પ્લોટનો છે તે અંગે તો જાણે કામ કરવું જ ના હોય તેવો ઘાટ સ્થાનિક અધિકારીઓનો છે. પાણી માટે પણ વખલાં મારવા પડે છે. એક સ્ટેન્ડ પોસ્ટ નાખવામાં પણ આ વિસ્તાર અમારી હદમાં નથી એમ કહીને આ સમુદાયને કચેરીની બહાર ધકેલી દેવામાં આવે છે.
આજ રોજ વિજાપુરમાં તાલુકા સંવાદ સેતુ કાર્યક્રમ આયોજીત થયો. જેમાં મંત્રીઓથી લઈને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જેમાં આ સમુદાયના લોકોએ તથા vssmના કાર્યકર તોહીદ દ્વારા આ સમુદાયના તમામ પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરવામાં આવી. ઉકેલ ક્યારે આવશે તેનો ખ્યાલ નથી પણ ચોક્કસ નક્કર પરિણામ આવશે એ આશા સાથે સૌએ રજૂઆત કરી છે. 
જો કે આઠ વર્ષની રજૂઆતના અંતે પણ કોઈ કામગીરી થઈ નથી એ સાંભળીને મંત્રીએ સ્થાનિક અધિકારીઓને ખખડાવ્યા પણ ખરા. અધિકારીઓએ આ કામ ઝડપથી પૂર્ણ કરવાની બાંયેધરી આપી છે. હવે જોવાનું એ છે કે ખરેખર કેટલા સમયમાં કામ પૂર્ણ થાય છે.
ફોટોમાં મંત્રી તેમજ અધિકારી સમક્ષ રજૂઆત કરવા આવેલા વિચરતી જાતિના લોકો તથા રજૂઆત કરી રહેલા લોકો


Meeting the Chief Minister Smt. Anandiben Patel to discuss the unresolved issues of the nomadic communities…..

We are extremely grateful to Smt. Anandiben
for her concern towards these communities
On 4th May 2016, we met the Chief Minister of Gujarat Smt. Anandiben Patel to present to her the long pending issues of the nomadic and de-notified communities of Gujarat. The list was endless but Smt. Anandiben gave a patient hearing and we had a very constructive dialogue by the end of which Smt. Anandiben decided to chair a meeting with the concerned departments to address the issues.. The list included:

Inclusion of the excluded nomadic and de-notified tribes into the states list of marginalised communities, 
Rehabilitation of Dafer and Vadee community,
Stopping the unwarranted  police atrocities on the Dafer community,
Activating the  Nomadic and De-Notified tribes Board
Easing the hurdles faced in allotment of residential plots to nomadic communities
The delay in plots allotments to the nomadic families in Mehsana, Patan, Ahmedabad, Gandhinagar Banaskantha, Sabarkantha, Surendranagar, Rajkot. 
To make the rural-urban housing support for nomads at par with each other and sanction the third instalment towards the housing support to the Vadee families of Dhangadhra basis Rs. 70,000 support amount. 
Organise regular monthly meetings chaired by the district Collector to address the issues of the nomads. 
Obstacles faced by the nomadic families  in acquiring  the  Caste certificate
Provide professional ID cards,
Inclusion of names of nomadic families in BPL list and Ration Cards,
Problems faced by nomads in acquiring driving licence and few more issues were discussed. 

We are extremely grateful to Smt. Anandiben for her concern towards these communities and  taking out time to listen to our complaints. We hope the meeting she proposes to chair on these matters is scheduled as soon as possible. A few years back,   consequent to the Ramkatha conducted by the Resp. Morari Bapu,  Smt Anandiben then a State Revenue Minister played a major role in shaping a policy designed to allot residential plots to the nomads. This policy has enabled the nomads realise  one of their most cherished dream,  that is the dream of ‘owning a house.’ We are hoping of similar magical intervention by our Chief Minister Smt. Anandiben….

vssm દ્વારા વિચરતી –વિમુક્ત જાતિઓના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી
વિચરતી અને વિમુક્ત જાતિઓના કેટલાય વણઉકલ્યા પ્રશ્નોની વાત કરવા મુખ્યમંત્રી શ્રી આનંદીબહેન પટેલ પાસે તા.4 મે 2016ના રોજ જવાનું થયું અને નીચેના પ્રશ્નો બાબતે રજૂઆત કરી. બહેને પ્રશ્નો સાંભળી પોતાના અધ્યક્ષ સ્થાને સંલગ્ન વિભાગોની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. સંસ્થા દ્વારા નીચેના પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી.

વિચરતી અને વિમુક્ત જાતિઓની રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં પર્યાય ઉમેરવા તથા નવી જાતિઓ ઉમેરવા બાબત
ડફેર સમુદાયોના પુનઃવસન માટે
પોલીસ દ્વારા આ સમુદાયોને થતી હેરાનગતિને રોકવા બાબત
વાદી સમુદાયના પુનઃવસન માટે
નિગમે વ્યવસ્થિત કાર્યાન્વીત કરવા બાબત
વિચરતી અને વિમુક્ત જાતિઓને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવામાં પડતી મુશ્કેલી બાબત
મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટમાં રહેતા વિચરતા પરિવારોને પ્લોટની ફાળવણીમાં થઈ રહેલા વિલંબ બાબત
ધ્રાંગધ્રામાં વસતા વાદી પરિવારોને મકાન સહાયનો ત્રીજો હપ્તો રુા.70,000 પ્રમાણે ચુકવવા બાબત
કલેકટરની અધ્યક્ષતામાં વિચરતી જાતિઓના પ્રશ્નો માટે માસીક બેઠક દરેક જિલ્લામાં આયોજીત કરવા બાબત
જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી બાબત
વ્યવસાયીક ઓળખપત્ર આપવા બાબત
રેશનકાર્ડ તથા બી.પી.એલ.યાદીમાં નામ દાખલ કરવા બાબત
ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવામાં પડતી મુશ્કેલી વગેરે બાબતે ચર્ચા થઈ.
વિચરતી જાતિઓ માટે એમણે જે લાગણી દર્શાવી એ માટે અમે સૌ બહેનના આભારી છીએ. બસ હવે ઝડપથી એમની અધ્યક્ષમાં બેઠક આયોજીત થાય અને ઉપર જણાવેલા પ્રશ્નો થોડા હળવા થાય તેની રાહ જોઈએ છીએ.

વિચરતી જાતિઓ માટે પૂ.મોરારી બાપુ દ્વારા આયોજીત રામકથામાં ઉપસ્થિત રહેલા આદરણીય આનંદીબહેન. તે વખતે તેઓ મહેસુલ વિભાગ મંત્રી હતા. તેમણે આ પરિવારોને પ્લોટ ફાળવાય તે માટેના ઠરાવ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.. આશા રાખીએ આ વખતે પણ તેઓ એવી જ સરસ ભૂમીકા ભજવે..