Additional Mamlatdar Shri. R. R. Khambhla giving away the ration cards to the Molesman Madari families and the families providing their biometrics for issuance of bar-coded ration cards... |
Devipujak families with their caste certificates |
VSSM is proud to have a team that is dedicated and persistent in it’s efforts, it is team members like Harshad whose untiring efforts show us the results we are achieving when it comes to attaining the overall goals of VSSM…..
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મોલેસ્લામ મદારીની ઘણી મોટી વસતિ રહે. દેશી દવાઓ બનાવીને વેચવાનું કામ કરતા આ મદારી લોકો આખા વર્ષ દરમ્યાન ખુબ વિચરણ કરે. આ પરિવારો થાનગઢમાં જ સરકારી પડતર જગ્યા પર છાપરાં અને કાચા ઘરો બનાવીને વર્ષનો કેટલોક સમય રહે. થોડા સમય પહેલાં દબાણ કર્યું છે એમ કહીને સ્થાનીક અધિકારીઓએ તેમને જગ્યા ખાલી કરાવી.
આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે તેઓ ઘણા વખતથી રજૂઆતો કરી રહ્યા છે પણ આ સંદર્ભે કોઈ કામ થતું નહોતું. આ પરિવારોએ સુરેન્દ્રનગરમાં કામ કરતા vssmના કાર્યકર હર્ષદનો સંપર્ક કરી મદદરૃપ થવા કહ્યું. હર્ષદે સૌ પ્રથમ તમામ પરિવારો પાસે ક્યા કયા ડોક્યુમેન્ટ છે તેની તપાસ કરી તો અંદાજે 48 પરિવારો પાસે રેશનકાર્ડ નહોતા. સૌ પ્રથમ રેશનકાર્ડના ફોર્મ ભરીને મામલતદાર કચેરીમાં જમા કરાવ્યા. મામલતદાર તથા નાયબ મામલતદાર આર.આર.ખાંભલા ખુબ ભલા અધિકારી તેમણે તત્કાલ 48 પરિવારોને APL રેશનકાર્ડ આપ્યા. આમ તો પરિસ્થિતિ પ્રમાણે તેમને BPL રેશનકાર્ડ મળવા જોઈતા હતા પણ તે ના મળ્યા ખેર કાંઈ નહોતું એમાં કાંઈ મળ્યું તેનો સંતોષ છે. સાથે સાથે BPL રેશનકાર્ડ મળે તે માટે પ્રયત્નો પણ કરવાના છે. સંસ્થા સાથે હર્ષદ જેવા સંનિષ્ઠ કાર્યકરો છે જે વિપરીત પરિસ્થિતિમાં પણ સતત આ સમુદાયોના માટે મથે છે આવા સરસ કાર્યકરોની ટીમ અમારી સાથે છે જેનો vssmને ગર્વ છે.
ફોટોમાં નાયબ મામલતદાર આર.આર.ખાંભલાના હસ્તે APL રેશનકાર્ડ લઈ રહેલાં મોલેસ્લામ મદારી પરિવારો તથા બીજા ફોટોમાં બારકોડ રેશનકાર્ડ માટે ફીંગરપ્રીન્ટસ આપવા આવેલા 48 મોલેસ્લામ મદારી પરિવારો
No comments:
Post a Comment