|
Nomadic Girls |
We had recently written about an episode of the
Dafer families from Devadiya village issued a notice to walk out of the village. The police from Ranpur also took away a motor bike belonging to one of these families and threatened them to leave the village. We wrote a detailed letter to Additional Director General of Police Shri Vinod Mall explaining him about the prevailing conditions in Devaliya. We are happy to share that Shri. Mall immediately got in touch with Police Inspector Botad and the entire issue was handled in a humane manner.
ON 23rd December 2015 Police Inspector Shri Gadhvi visited the Ranpur police station in person, spoke to the PI and returned the bike, instructed for the cancellation of banishment notice. We requested Shri. Gadhvi Saheb to ensure that the police shows compassion and does not unnecessary and unlawfully harass these Dafer families. They agreed that the police does show high handedness with the Dafer but assured that care will be take that the families in Devaliya aren’t harassed in future. We also requested to help these families integrate with the mainstream society and the role police needs to play in this pursuit. VSSM has also spoken to the District Collector for allotment of residential plots to the Dafer families of Devaliya.
VSSM is immensely grateful to have a compassionate and sensitive police officer like Shri Vinod Mall Saheb working on the issues of nomadic and
de-notified communities. The way he handles the issues of such marginalised communities deserves our salute. There are thousands of issues pertaining to Dafer and other nomadic communities that require administrative attention and sensitivity and if we have administrators and officials like Shri Mall these communities might not have to face such helplessness before the administration..
Shri. Mall Saheb we need hundreds of administrators like you, we need the common man to have human approach towards the nomads..……they need not be punished for being born a nomad..
We also need to be instrumental in bringing a smile of the faces of the nomads, may the smile that is evident on the face of these nomadic women spread through thousands of them…...
શ્રી વિનોદ મલ્લ એક સંવેદનશીલ અધિકારી - જેમની મદદથી દેવળિયાના ડફેર ભયમુક્ત થયા...
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના દેવળિયા ગામમાં રહેતાં ડફેર પરિવારને હદપાર કરવાની નોટીસ મળી. સાથે સાથે રાણપુર પોલીસ દ્વારા આ પરિવારોનું બાઈક લઇ જઈને એમને ગામ ખાલી કરવાની ધમકી પણ પોલીસ દ્વારા આપવામાં આવી. આ આખી ઘટના સંદર્ભે માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી વિનોદ મલ્લ સાહેબને વિગતે લખ્યું અને ખુબ આનંદ સાથે કહેવાનું મન થાય કે, એમણે તુરત પોલીસ નિરીક્ષક બોટાદ સાથે વિગતે વાત કરી અને આ આખા મુદ્દામાં SP દ્વારા માનવીય આભિગમ અપનાવાયો.
તા.૨૩ ડીસેમ્બરના રોજ પોલીસ નિરીક્ષક શ્રી ગઢવી સાહેબે રૂબરૂ રાણપુર પોલીસ સ્ટેશનમાં જઈને PI સાથે વાત કરી અને બાઈક પરત અપાવ્યું. સાથે સાથે હદપારની નોટીસ કેન્સલ થાય એમ કરવાનું પણ એમણે ફોન પર કહ્યું. ગઢવી સાહેબ સાથેની વાતમાં ડફેર પ્રત્યે હમદર્દી રાખી એમને સામાન્ય સમાજમાં ભળવામાં મદદરૂપ થવા આપણે વિનંતી કરી. સાથે સાથે આ બાબતે કલેકટર શ્રીને આ પરિવારોના કાયમી વસવાટ માટે જમીન ફાળવવા વાત કરવા પણ કહ્યું. એમણે પણ પોલીસ દ્વારા આ સમુદાય પ્રત્યે ક્યારેક ખોટી સખ્તાઈ થઇ જવાનું કહ્યું, પણ હવેથી દેવળીયાના પરિવારોને કોઈ રંજાડશે નહિ એવી ખાતરી પણ આપી.
આદરણીય શ્રી વિનોદ મલ્લ સાહેબ વિચરતી અને વિમુક્ત જાતિઓના પોલીસ સાથેના સંઘર્ષના મુદ્દામાં જેવી રીતે મદદરૂપ થાય છે. એ માટે એમને નતમસ્તક વંદન. ડફેર અને વિચરતી જાતિઓના હજારો પ્રશ્નો છે એ દરેક પ્રશ્નમાં સરકારને લગતા પ્રશ્નમાં અધિકારી આદરણીય મલ્લ સાહેબ જેવી સંવેદનાથી મદદરૂપ થાય તો આ દેશના એક પણ વ્યક્તિને વહીવટીતંત્ર સામે લાચારી વેઠવી નહિ પડે.
સુંદર રાષ્ટ્રના નિર્માણ માટે સુંદર વિચાર સાથે દરેક મનુષ્યમાં ઈશ્વરને જોવાનું કરીશું તો કોઈ પણ વ્યક્તિ વગર વાંકે ક્યારેય નહિ દંડાય.
સૌને સૌ માટે પ્રેમ અને લાગણી થાય.. મલ્લ સાહેબ જેવા અધિકારીની સાથે સાથે એમના જેવી લાગણીવાળા માણસોની સંખ્યા વધે એવું અમે ઇચ્છીએ...
‘પ્રેમ નિસ્વાર્થ કરવાનો અભ્યાસ જ્યાં,
તો પછી એકબીજાની ફરિયાદ ક્યાં?
સૌને મારા બનાવું તો તુજ ને ગમે.. જીવન સુંદર બનાવું તો તુજને ગમે...’
ફોટોમાં વિચરતી જાતિની બહેનોના મુખ પર જે સ્મિત છે એવું સ્મિત સૌના જીવનમાં કાયમ રહે અને એ માટે શ્રી મલ્લ સાહેબની જેમ આપણે નિમિત્ત બનીએ...
શુભમ ભવતુ: