The meeting I had with Gafarbhai today brought back so many memories….memories of the time we had just initiated the process of finding the nomadic and de-notified communities rushed back. Travelling with just a shoulder bag, in a state transport bus, with no particular destination in mind, asking the bus conductor to stop the bus the moment my eyes fell on few shanties dotting the countryside. It required an exchange of few words and mentioning the names of few acquaintances to initiate a dialogue with the residents!!
Those were early days and I had little knowledge of recognizing the communities from their clothes and look, hence we would end up asking absurd questions like, ‘what is your caste and how do you earn living, in spite of the much evident living condition!!” But this is the method we had adopted in those days, one settlement led to another and we ended up finding so much about these lost communities. Each find would lead me to that settlement.
One such quest brought me to Latifbhai and Gafarbhai. At that time, these two Dafer men were engaged in some unlawful activities. Nonetheless, to them I was a daughter and they showered tremendous affection for me, there is an invisible thread that connects us. Just after the wheat harvest, these two men would reach Sarkhej with freshly harvested wheat and without my asking informe me, “Don’t worry, we have asked the farmer before bringing it here!!”
During those times we met often; their addresses kept changing hence, whenever I had to meet them they would come and receive me from the nearest landmark. Each meeting would stretch for hours as we talked about our hopes, concerns and challenges…. This continued for years until Latifbhai passed away. The occasions of visiting their Dangaa became fewer. Today, once again the memories of yester years came rushing back as Gafarbhai and I walked through the sludge to reach the dangaa.
Yes, Latifbhai was sorely missed and remembered!!!
એકલા ચલોની જેમ વિચરતી જાતિઓને શોધવા ખભે થેલો લઈને નીકળી પડવાનું. બસમાં છાપરુ દેખાય ત્યાં કંટક્ટરને બસ થોભવા કહેવાનું, ને સરકારની હાથ ઊંચો કરીને બસમાં બેસોની યોજનામાં હું હાથ ઊંચો કરીને ઊતરવાનું કરુ, ને પછી તો હડી કાઢીને ઓળખાણ વગરના આ માણસોની વચમાં.
ત્યારે આ જાતિઓને આમ જોઈને જ નહોતી ઓળખતી એટલે તમારી જાતિ કઈ? એવો વાહિયાત પ્રશ્ન પુછાતો ને આંખે દેખાતી હાલત છતાં સ્થિતિ શું? ના પ્રશ્નો પુછાતા.. બકવાસ લાગે આ બધુ આજે, પણ તે દાડે તો આજ પદ્ધતિ અખત્યાર કરેલી. નવી વસાહતોના સરનામાં જડતા ને પગ એ વસાહત તરફ નીકળી પડતા.
લતીફભાઈ ને ગફારભાઈ આવી જ રીતે મળ્યા. બંને ડફેર ને ધંધાય ખરાબ. પણ મારી માટે અપાર મમત્વ. એક નોખો પ્રેમનો તાંતણો બંધાયો. હું દીકરી થઈ ગઈ. ઘઉંની સીઝનમાં ઘઉં લઈને સરખેજ આવે. હું લેવા જવું અને કાંઈ પુછુ એ પહેલાં જ કહી દે કે, ‘ખેડુને પુછીને ઘઉં લીધાતા.’
એમને મળવા વારેવારે જવું. સરનામું પાછુ આ ભટકતી જાતિનું બદલાય. ફોન કરુ એટલે ગામની પાધરે કે હાઈવે પર લેવા આવે, પછી સુઃખ દુઃખની કેટલીયે વાતો સાથે મજલ કપાય. વર્ષો સુધી આમ જ ચાલ્યું. લતીફભાઈ ગયા પછી ડંગામાં જવાનું ઓછુ થયું પણ આજે ઘણા વખતે પાછુ ગફારભાઈ સાથે આમ જ ચાલીને કાદવ ખુંદતા ડંગામાં પહોંચવાનું થયું...
ને ફરી બધુ તાજુ થયું ને લતીફભાઈએ ખુબ યાદ આવ્યા...