Thursday, August 10, 2017

A report on water conservation efforts in Banaskantha…..

One of the most pressing issues for the people of Banaskantha is the non-availability of water for both drinking and agriculture purposes. Water is such a scarce resource tha The region receives very little rainfall and the appalling approach towards ground water led its over exploitation, reducing the ground water table to as low as 1200 feet. Our excessive dependence on the ground water for irrigation has made us neglect the conventional water reservoirs like lakes and wells that stored the rain water.  Let us not forget, these have been the only sources of potable water in the past. Traditionally these water bodies were maintained by the communities and village panchayats, every year they were cleaned for access silt and muck that would be flow in the lakes with the rain waters. But, since the need to draw water from the lakes decreased so did the need to care for them.  Ove the time the lakes and wells filled up with sand and mud, no longer storing the rain water.

Since last couple of years, VSSM has taken baby steps into water conservation in the region of Banaskantha. In 2016, with the support of our Mumbai based well-wishers we completed deepening of 2 lakes in Vadgamda: Pepariyu and Sajansari. Last year the rains remained below average hence the lakes did not fill up to the brim. This year however the initial monsoon has been good and the lakes were full to the brim.  The Motuchandru lake in Paradar village that was deepened this year has also filled up in the recent rains. However, the water stored in the lakes is reducing fast as the ground water table is too low and the thirsty earth soaks up all the water. The lake in Vadgamda which had overflowed because of heavy rains was 25% empty within a week. And this will the scenario with most of the lakes we have deepened. The communities here believe that after couple of spells of good rains, when the lakes have filled up to the brim thrice or more and once the land has soaked enough water, the ground water tables will begin to rise.”

We hope, in the coming times the communities continue to work with the same momentum to conserve and save every drop of rain that falls on their soil…

We have received tremendous support for these efforts from our Mumbai based well-wishers and now our friends in Ahmedabad are also pitching in towards these efforts.

Between 2015-2017 we have deepened 17 lakes from the villages of Vadia, Dodgaum, Vadgaum, Nanol, Aasodar, Undrana, and Padadar. We wish to continue these efforts and reach many more villages and communities.

Our well-wishing friends who have supported us in our efforts are:


We shall remain eternally grateful to each one of you for understanding the need and supporting to cause of saving one of the most precious resources on earth……
બનાસકાંઠામાં કરેલા જળવ્યવસ્થાપનના કામોનો અહેવાલ

બનાસકાંઠાની ઉત્તરે થરાદ આસપાસના વિસ્તારમાં વરસાદ ખુબ ઓછો પડે. બોરવેલ દ્વારા સિંચાઈ થવાના કારણે પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા ગયા. પરંપરાગત જળસ્રોતો એટલે કે, કુવા, તળાવ વગેરે બોરવેલ નહોતા ત્યારે સચવાતા પણ પછી તો નળ ખુલે અને પાણી મળે એટલે કુવા કે તળાવને સારવાનું - સરખા કરવાનું બંધ થયું. ભૂગર્ભમાં પાણી ઉતારવાનો મુખ્ય સ્ત્રોત તળાવો. જેને દર વર્ષે સરખા કરવાનું એટલે કે વરસાદી પાણી સાથે તળાવમાં આવેલો કાંપ કે રેતી, માટી સાફ કરવાનું થયું જ નહીં પરિણામે તળાવો પુરાતા ગયા અને પાણી સંગ્રહ થવાનું ઓછુ થયું.

આ વિસ્તારમાં વિચરતી જાતિઓ સાથે આપણે કામ કરીએ. એમાં ભૂગર્ભજળની સ્થિતિ ધ્યાને આવી અને જળ વ્યવસ્થાપનના કામો શરૃ કર્યા. મુંબઈ સ્થિત VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી વડગામડાના બે તળાવ પેપળિયું અને સાજણસરી 2016માં ખોદાવ્યા. પરંતુ, 2016માં વરસાદ બહુ પડ્યો નહીં ને તળાવ ભરાયા નહીં. પણ વર્ષ 2017ના ચોમાસાની શરૃઆતમાં જ કુદરતે મહેર કરી અને બંને તળાવ ભરાયા જે ફોટોમાં જોઈ શકાય છે. પડાદર ગામનું આ વર્ષે ખોદાવેલું મોટુચાંદરુ તળાવ પણ વરસાદમાં ભરાયું. જો કે આ વિસ્તારની જમીન ખુબ તરસી, પાછો તળાવમાં ભેગો થતો કાંપ અને રેતી, માટી આપણે તળાવ ખોદ્યું તે વખતે ખોદીને બહાર કાઢી. જેના કારણે જમીનમાં પાણી ઉતરવાનું ઝડપથી થયું. વડગામડામાં તો અઠવાડિયામાં જ તળાવો 25 ટકા ખાલી થઈ ગયા. જે વધુ વરસાદ પડ્યાના કારણે ઊભરાયા હતા. (અમે અઠવાડિયા પછી ફોટો અને વિડીયોગ્રાફી કરી) તળાવો ધીમે ધીમે ખુબ જ ઓછા દિવસોમાં પાછા ખાલી થઈ જવાના. ખેડુતો કહે એમ ‘જો આ ચોમાસે હજુ બે –ચાર વાર આવો વરસાદ પડી જાય તો અમારા તળાવો બે થી ત્રણ વાર ભરાઈ જાય અને પાણી જમીનમાં સમાઈ જાય અને પાણીના તળ ઊંચા આવે.’
ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ભાવના સાથે ગામલોકો પણ પોતાના ગામમાં વરસતા તમામ પાણીને ગામની ભૂમીમાં સમાવવાનું કરે તે માટે કાર્યબદ્ધ થાય અને દર વર્ષે ગામના તળાવોને સરખા કરે તેમ ઈચ્છીએ.

મુંબઈથી આ કામો માટે મદદની શરૃઆત થઈ હવે તો અમદાવાદમાં રહેતા સ્વજનો પણ આ કામમાં જોડાયા છે.

2015 થી 2017 સુધીમાં વાડિયા, ડોડગામ, વડગામડા, નાનોલ, આસોદર, ઉંદરાણા, પડાદર અને આસોદર ગામોના કુલ 17 તળાવો ખોદાવ્યા અને હજુ આગળ ઘણા તળાવો પુનર્જીવીત કરવાના મનોરથ છે.

આ કામોમાં અત્યાર સુધી સહયોગી રહ્યા એવા સ્વજનો..

આપ સૌના સહયોગથી આ કામો થઈ શક્યા અમે સૌ આપના આભારી છીએ.. એક રીતે કુદરતને જીવત રાખવાના કામમાં આપ સૌ નિમિત્ત બન્યા છો... આપ સૌ પ્રત્યે આદરભાવ...

શુભમ ભવતુ...


No comments:

Post a Comment