|
VSSM field coordinator Naran preparing the applications for the BPL list of the nomadic individuals... |
Four families of
Bharthari community live in villages like Sutharnesadi, of Banaskhanta District’s Bhabhar taluka. These families live in a very bad and pitiable state of life. They beg by playing the musical instrument like Ravanhaththa and have settled for a long period in this village. They roam for business and work, but come back to stay and live in this village. They did not have voter id card, ration card etc as proof of identity. Moreover, the village people had objection to give proof and identity of their village.
These families came into contact with vssm and worker Naran got them the
voter id cards and the ration cards. Now they needed to be allotted plots for residence. But the government , rejected and filed their request and application for allotment of residential plots, to these ever moving and wandering families, being unstable, and these Bharthari families were not considered for enrollment in Nomadic Tribes and De-Notified Tribes (NT & DNT) category.
Proposal and request is already made to government to include them in NT and DNT. Apart from this, all these families should be included in the
BPL list so as to be eligible for plots and houses, which matter is also taken up by a suitable proposal.
|
The living conditions the Bharthari survive in... |
As such, looking to the conditions in which the Bharthari families live now, they should and must have had been included in the BPL list. But nobody came into their contact and reached to inform and explain, or since they were not accepted as part of the village, they were excluded from the list. We desire and hope that these families, be included in the BPL list and be categorized in the NT & DNT list.
It can be seen in the photograph, that vssm’s worker Naran, is preparing the proposal of the BPL list for these families as well as in the other one the condition in which they live.
vssm દ્વારા ભરથરી પરિવારોની BPL યાદી માટે દરખાસ્ત તૈયાર કરી.
બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના સુથારનેસડીગામમાં ભરથરી સમુદાયના ચાર પરિવારો રહે છે. આ પરિવારો ખુબ ખરાબ સ્થિતિમાં રહે છે. રાવણહથ્થો વગાડીને ભીખ માંગવાનું કરતાં આ પરિવારો છેલ્લા ઘણા સમયથી આ ગામમાં આવીને રહ્યાં છે. કામ ધંધા માટે વિચરણ કરે પણ પાછા આવીને આજ ગામમાં રહે. મતદારકાર્ડ, રેશનકાર્ડ વગેરે આધાર પુરાવા એમની પાસે નહોતા. વળી ગામલોકોનો પણ પોતાના ગામના આધાર પુરાવા આપવા સામે વિરોધ.
vssmના સંપર્કમાં આ પરિવારો આવ્યાં અને કાર્યકર નારણે ભરથરી પરિવારોને મતદારકાર્ડ અને રેશનકાર્ડ અપાવ્યા. હવે એમને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા એ જરૂરી હતું. પણ સરકાર દ્વારા સદાય વીચરતું જીવન જીવતા ભરથરી પરિવારોનો વિચરતી જાતિમાં સમાવેશ થતો નથી એમ કહીને એમની પ્લોટ માટેની દરખાસ્ત ખારીજ કરી દીધી.
વિચરતી જાતિમાં એમનો સમાવેશ થાય એ માટે અમે સરકારમાં રજૂઆત કરી છે. આ સિવાય આ પરિવારોના નામ BPL યાદીમાં આવી જાય તો પણ એમને પ્લોટ અને ઘર મળી શકે એટલે એ માટેની દરખાસ્ત કરવાનું પણ કર્યું છે.
આમ તો ભરથરી પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોતા એમનો સમાવેશ BPL યાદીમાં થવો જ જોઈતો હતો પણ એમના સુધી કોઈ પહોચ્યું જ નહિ અથવા એમને ગામનો હિસ્સો ના ગણ્યા હોવાના કારણે એ લોકો યાદીમાં આવ્યાં નહિ. અમે ઇચ્છીએ કે આ પરિવારો BPL યાદીમાં તો આવે સાથે સાથે એમનો સમાવેશ વિચરતી જાતિની યાદીમાં પણ થાય.
vssmના કાર્યકર નારણ આ પરિવારોની BPL યાદી માટેની દરખાસ્ત તૈયાર જોઈ શકાય છે. જયારે અન્યમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે.