Thursday, March 06, 2025

VSSM is grateful to Vashi Parivaar Foundation and the community for being instrumental in turning Makhanu village green and lush…

Mittal Patel with Smt. Shweta from
Vashi Parivaar Foundation 

"I once read, ‘Do we only plant trees?’ This sentence, written in the form of a question, was followed by, ‘We grow boats floating in the sea, we grow necessary plants for building buildings, we grow windows and doors for our homes...’ The list was long, but the point was interesting.

Trees provide us with many necessary things, and that’s why, as poet Kavi Kag Bapu said, ‘The soul of a benefactor is in helping others.’

In North Gujarat, we are involved in planting and growing trees. VSSM has till now created 240 villages, where 1,000 to 60,000 trees are growing together.

The initiative started in 2019 is progressing rapidly. Our goal is to plant and grow millions of trees. This goal is being fulfilled as we see the trees growing properly.

With the help of the Vashi Parivaar Foundation , we planted over 3,000 trees in the Makhanu village of Banaskantha. Our coordinators reported that the trees are growing well, but seeing them in person was truly satisfying.

We are grateful to the Vashi Parivaar Foundation. Smt. Shweta from the Vashi Parivaar Foundation visits once a year to see the work, and together we saw the trees we planted and were content to see them growing along with homes, gardens, and vehicles.

For future generations, this green balance...

એક જગ્યાએ વાંચ્યું શું આપણે ફક્ત વૃક્ષ ઉગાડીએ છીએ?

પ્રશ્નના સ્વરૃપમાં લખેલા આ વાક્ય નીચે લખ્યું હતું, આપણે સમુદ્રમાં તરતી હોડી ઉગાડીએ છીએ, આપણે બિલ્ડીંગ બાંધવા માટે જરૃરી પાલક, આપણા ઘરના બારી બારણા ઉગાડીએ છીએ... યાદી ઘણી લાંબી હતી પણ વાત મજાની હતી.

વૃક્ષો અનેક જરૃરિયાતની ચીજો આપણને આપે એટલે જ કવિ કાગ બાપુએ કહ્યું એમ ઉપકારી એનો આત્મા.

અમે ઉત્તર ગુજરાતમાં વૃક્ષો વાવી ઉછેરવાનું કરીએ. VSSM એ અત્યાર સુધી 240 ગ્રામવનો કર્યો જેમાં 1000 થી લઈને 60,000 વૃક્ષો એક સાથે લહેરાઈ રહ્યા છે.

વર્ષ 2019માં શરૃ કરેલી મુહીમ ઘણી ઝડપથી આગળ વધી રહી છે. મનોરથ તો કરોડો વૃક્ષો વાવી ઉછેરવાના છે.

આ મનોરથને બળ જ્યારે વાવેલા વૃક્ષો બરાબર ઉછરતા જોઈને મળે છે.

બનાસકાંઠાનું મખાણું વાશી પરિવાર ફાઉન્ડેશનની મદદથી અમે 3000 થી વધારે વૃક્ષો ગામની વચમાં વાવેલા. વાવેલા સરસ ઉછરી રહ્યા છે એવો રીપોર્ટ અમારા કાર્યકર્તા આપે. પણ પ્રત્યક્ષ જોઈને રાજી થવાયું.

વાશી પરિવારનો ઘણો આભાર. વાશી પરિવારમાંથી આવેલા શ્વેતા વર્ષમાં એક વખત થયેલા કામોને જોવા આવે તે ખાસ એમની સાથે વાવેલા વૃક્ષો જોયા ને એ અને અમે સૌ ઉછરતા ઘરો, પાલખ, વહાણ વગેરે જોઈને રાજી રાજી..

આવનારી પેઢી માટે આ ગ્રીન બેલેન્સ... 

#vssm #mittalpatel #greenearth #મિત્તલપટેલ #વિશ્વપર્યાવરણદિવસ #બનાસકાંઠા #worldenvironmentday #saveourplanet #climatechangeisreal #gogreen💚 #earth


Makhanu Tree Plantation Site



Mittal Patel visits Makhanu Tree
Plantation Site

With the help from Vashi Parivaar 
Foundation VSSM planted more than
3000 trees in Makhanu Village


Monday, March 03, 2025

With the request from VSSM, the government increases the housing assistance in the budget 2025...

The government provides assistance of 1.20 lakh for building homes for wandering, marginalized families. However, with the high cost of living, building a home with this amount is difficult.

For families living in the city, the government provides 3.50 lakh to build homes. We have been consistently making representations for several years to increase the amount of housing assistance from the government.

During the inauguration of two settlements built by VSSM through the efforts of the government and the institution, the Honorable Chief Minister had also demanded an increase in housing assistance.

Before the start of last year's legislative session, we requested the Honorable Chief Minister Shri Bhupendrabhai and Finance Minister Shri Kanubhai, along with the esteemed Shri Bhagwandas Panchal (former president of Bakshipanch Morcha), whom we call Kaka, to help increase the housing assistance. As a result of this request, the government increased the housing assistance by 50,000 in this budget, for which we are grateful. However, the expected amount was 3.5 lakh. But we are happy with this increment, and we will continue to make further representations for an increase.

Honorable Shri Bhagwandas Kaka has been continuously with us, advocating for various schemes related to wandering, marginalized families, water, and the environment. Every week, Kaka visits the office, guides us on which department to approach for specific representations, and then helps us make the presentations in his own way. Whenever needed, he also encourages various ministers to help. We are grateful to have Kaka with us.

We hope that the housing assistance will be further increased in next year's budget.

We are thankful to God for guiding us to undertake such noble tasks and hope that, until the last breath of our lives, we continue to be instruments for the welfare of the nomadic communities.

વિચરતા વિમુક્ત પરિવારોના ઘર બાંધવા સરકાર દ્વારા 1.20 લાખની સહાય આપવામાં આવે. પણ આટલી મોંધવારીમાં આટલી રકમમાંથી ઘર બાંધવું મુશ્કેલ. 

સરકાર દ્વારા શહેરમાં રહેતા તકવંચિત પરિવારોના મકાન બાંધવા 3.50 લાખ આપવામાં આવે. અમે પાછલા ઘણા વર્ષથી સરકારમાં મકાન સહાયની રકમમાં વધારો થાય તે માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા.

આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા VSSM એ સરકાર અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત બાંધેલી બે વસાહતોના ઉદઘાટન વખતે પણ મકાન સહાયમાં વધારો કરવાની માંગ કરેલી. 

ગત વર્ષે વિધાનસભા સત્ર શરૃ થતા પહેલા પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ તેમજ નાણામંત્રી શ્રી કનુભાઈને આદરણીય ભગવાનદાસ પંચાલ(પૂર્વ પ્રમુખ બક્ષીપંચ મોરચો) જેમને અમે કાકા કહીએ એમને સાથે રાખી ખાસ મકાન સહાયમાં વધારો કરવા વિનંતી કરેલી. આ વિનંતીના ભાગરૃપે આ બજેટમાં મકાન સહાયમાં 50,000નો વધારો સરકારે કર્યો. જે માટે સરકારના આભારી છીએ. હા આશા સહાયની રકમ 3.5 લાખની થાય એવી હતી. પણ આટલું થયું એનો રાજીપો. હજુ વધારા માટે રજૂઆત કરીશું..

આદરણીય ભગવાનકાકા સરકાર સાથે વિવિધ યોજનાઓ વિચરતા વિમુક્ત પરિવારો, પાણી અને પર્યાવરણના વિષયે બને તે માટે સતત અમારી સાથે. કાકા અઠવાડિયે એક વખત ઓફીસ આવીને કઈ રજૂઆત ક્યા વિભાગમાં કરવાની તે અંગે માર્ગદર્શન આપે ને રજૂઆત માટે પાછા સાથે આવે ને પોતાની રીતે તો એ રજૂઆત કરે જ. જરૃર પડે વિવિધ મંત્રીશ્રીઓને પણ આમાં મદદ કરવા કહે.. આવા કાકા અમારી સાથે હોવાનો રાજીપો છે.

બસ આવતા વર્ષના બજેટમાં મકાન સહાયમાં હજુ વધારો થાય તેવી સરકાર પાસે અપેક્ષા...

આવા સદકાર્યો કરવાની સમજ આપી ને આવા કાર્યોમાં નિમિત્ત બનાવવા માટે કુદરતનો આભાર.. જીવનના અંતિમ શ્વાસ સુધી તકવંચિતોના શુભમાં નિમિત્ત બનતા રહીએ એવી શુભભાવના...

@PMOIndia@narendramodi@CMOGuj@byadavbjp@AmitShah@BhanubenMLA@CRPaatil@JayantiRavi@revenuegujarat@SJEDGujarat@MSJEGOI

#VSSM #Mittalpatel #Budget2025 #GujaratBudget2025

The government increased the housing
assistance by Rs.50,000 in this budget for
nomadic and denotified tribes


We have received the letter from 
the government

 




We have been consistently making
representations for several years
to increase the amount of housing
assistance from the government.



The government increased the housing assistance
by Rs. 50,000 in this budget