Sunday, September 27, 2020

VSSM in partnership with the patrons of Goushala, undertook a tree plantation drive in Geda village of Banaskantha...

Mittal Patel visits tree plantation site of Geda village

The much respected and revered Shri Pandurangdada had undertaken the mammoth task of nurturing Trees as God through Vruksha Mandir/ the idea of seeing God resides in Nature and more so in Trees (Vruksha).

VSSM has also launched itself in the same direction.

The is a village called Geda in Banaskantha where pilgrims throng in huge numbers to worship Hanumandada, the resident deity. Just next to the temple is a Goushala. One needs to see for self and understand how well they care for the cows here.

VSSM in partnership with the patrons of Goushala,undertook a  tree plantation drive at a vacant plot adjacent to the Goushala. The volunteers at Goushala prepared the barbed wire fence for protecting the trees while the village made arrangements for drip-irrigation for the trees.

Unfortunate the long dry spell after plantation impaired some sapling from taking roots. The team approached us for new saplings.  Karshanbhai the Vruksha-Mitra was of the feeling that if he is appointed to look after a certain number of trees,  then that number should be complete. 

This year we have decided to award Rs. 51,000 to the Vruksha Mitra who manages to nurture and raise the maximum number of trees planted during this year. The award will be given at the end of the year. Subabhai, who volunteers at Geda Goushala was quick to respond, "this prize is ours for sure!!"

The well-wishing volunteers of Goushala have made a small pond near the area plantation has been carried out so that they can capture all the water that falls around Goushala.  It is a beautiful symbiotic facility the well-wishing individuals of Goushala have created. If each village of Banaskantha showed such proactiveness like Geda village, Banaskantha would be green once again. The tree-covered earth would compel the rain gods to bless them every year. We must create such favourable conditions, it is our duty to do so.

The groundwaters at most regions are depleting at an alarming rate, irrigation has not reached these regions yet. Let us remain diligent and continue our efforts, doing what is within our means.

VSSM's  Naranbhai and  Ishwarbhai's constant efforts and hard work is bringing success to this campaign.

We are grateful to O2H Group for supporting the tree plantation drive in Geda.

પાંડુરંગદાદાએ વૃક્ષમંદિરો ઊભા કરવાનું ભગીરથ કાર્ય આરંભ્યું.

અમે પણ એ દિશામાં રતીભાર આગળ વધવાનું કર્યું..

બનાસકાંઠાનું ગેળાગામ જ્યાં હનુમાનદાદાના દર્શને દુર દુરથી લોકો આવે..

દાદાની નિશ્રામાં બજરંગ ગૌશાળા ચાલે.. આ ગૌશાળાની ગાયો જોઈને ગાયની કેવી ચાકરી થાય એનો અંદાજ આવે..

ગૌશાળાની એક વિશાળ જગ્યામાં વૃક્ષો વાવવાનું આયોજન ગૌશાળા સાથે સંકળાયેલા સૌ પ્રિયજનોએ કર્યું અને અમે એમાં ભાગીદાર બન્યા.

ગૌશાળાએ જમીન ઉપરાંત તારની વાડ, ઝાડને પાણી આપવા માટે ટપક પદ્ધતિની વ્યવસ્થા ગામે ગોઠવી..

અમે 3000 વૃક્ષો વાવ્યા અને વૃક્ષમિત્ર જે વૃક્ષોને ઉછેરે, સાચવે એમને માસીક સેવક સહાય આપવાનું કરીએ... વચમાં વરસાદ પડ્યો ને થોડા વૃક્ષો બળ્યા તો એમણે સામે ચાલીને નવા માંગ્યા. મૂળ 3000 તો થવા જ જોઈએ એવી ભાવના વૃક્ષમિત્ર કરશનભાઈની..

અમે આ વર્ષે જે જગ્યાઓ પર વૃક્ષો કર્યા તેમાંથી વર્ષના અંતે જ્યાં સૌથી સારા વૃક્ષો થયા હશે તે વૃક્ષ મિત્રને તેમની મહેનત માટે 51,000નો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. ગેળાની ગૌશાળામાં સેવા આપતા સુબાભાઈએ આ સાંભળ્યું કે તુરત એમણે કહ્યું એ ઈનામ તો અમારુ જ..

વૃક્ષો જ્યાં ઉછેરી રહ્યા છે એ જગ્યા પર એક સુંદર નાનકડી તલાવડી પણ ગૌશાળા સાથે સંક્ળાયેલા સ્નેહીજનોએ કરી છે. પેલી કહેવત ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં. એમ ગૌશાળાનું પાણી ગૌશાળાના આ તળાવમાં જાય..

એકદમ સુંદર અને સુઘડ વ્યવસ્થા ગૌશાળા સાથે સંકળાયેલા સ્નેહીજનોએ કરી છે.

વૃક્ષો માટે આટલો પ્રેમ દરેક ગામ દાખવે તો બનાસકાંઠો સુકો ન રહે..

વરસાદને પણ ધરતી મા પર પથરાયેલી લીલી ચાદર જોઈને વરસવા મજબૂર થવું પડે.. આ સ્થિતિ નિર્માણ થાય એ માટે સૌ કટીબદ્ધ થાય એ જરૃરી..

બાકી ઘણા વિસ્તારના તળ ખાલી થઈ રહ્યા છે.. અને કેનાલ ત્યાં પહોંચી નથી.. આમ આપણા હાથમાં જે છે એ કાર્ય થકી આપણી ધરતીને લીલુડી રાખવાનું કરીએ..

અમારા કાર્યકર નારણભાઈ, ઈશ્વરભાઈની સતત મહેનત અને દોડાદોડીના લીધે આ અભીયાન સફળ થઈ રહ્યુંછે..

o2h કંપનીએ ગેળામાં વૃક્ષો ઉછેરવા મદદ કરી એ માટે આભારી છીએ...

#MittalPatel #VSSM #Treeplantation

#Greencover #increasegreencover

#missiontreeplantation #treelover

#vrukshmitra #bettertomorrow

#enviorment #pureair #oxygen

#greenvillage #Banaskantha

The volunteers at Goushala prepared the barbed
wire fence for protecting the trees

The village made arrangements for drip-irrigation for the trees.

Mittal Patel with VrukshaMitra Karshanbhai and others at
tree plantation site

The well-wishing volunteers of Goushala have made
a small pond near the tree plantation area