Sunday, July 09, 2023

We wish that nomadic families of Morbi district soon get this land for their houses....

Mittal Patel meets nomadic families

 

"Our relationship with our huts is like that of a mud-stone & a leaf"

Shri Maheshbhai from Rafareshwar village in Morbi District said this. We could not understand what he meant so we asked him to explain what he meant. . He said that mud-stone & leaf are always together.

They are like close friends. One cannot do without the other. When wind blows with strength, the mudstone sits on the leaf and saves the leaf. When it rains, the leaf sits on the mud-stone & saves the  mud-stone.

However, when there is a thunderstorm with rain neither can save the other. Our relationship with our huts is like that. When it rains, it saves us and when there is a strong wind we hold the ropes of the hut tightly and save the hut.

But when there is a thunderstorm with rain neither of us can protect the other.

Maheshbhai enumerated this disastrous anecdote with a laugh. For years these families stay in huts in the outskirts of Morbi. In the hope that one day they will get a permanent place to stay they continue to dwell there. 

However they have no resources to buy the land nor do they have any idea how to go about getting the benefits from the government.

We at VSSM noticed their plight. Our colleagues and co-workers, Kanubhai & Chhayaben helped prepare their application for land for constructing houses on it. However the plot allotment was not happening.  CM Shri Bhupendrabhai Patel is very sympathetic & helpful towards the work we are doing. With his instructions & collector's support allotment happened. In Jambudiya village 119 families will benefit from it. Their happiness could not be hidden. They will now get a proper roof over their heads. However, people from nearby places have put pressure on administration to not allot the plot.The dream to own houses seem to remain a dream for these people.We are making a strong representation to the collector and other officers not to obstruct and grant permission at the earliest. We are hopeful that we get an affirmative reply from the admin soon.

I will definitely tell the people from Jambudiya who are objecting that it is very wrong to claim ownership of land which has been rightfully allotted to these homeless people.

I earnestly wish that these nomads soon get this land for their houses.

'ઢેફા અને પાંદડાને એકબીજા હારે જેવો સંબંધ અમારે એવો સંબંધ અમારા ઝૂંપડા હારે!'

મોરબીના રફાળેશ્વરના મહેશભાઈએ અમને આ વાત કરી. જો કે અમને આ મોઘમ વાત સમજાણી નહીં. અમે એમને ઢેફુ અને પાંદડાની વાત સમજાવવા કહ્યું ત્યારે એમણે કહ્યું, પાંદડુ અને ઢેફુ જોડાજોડ રહે બેયને જબરી દોસ્તી. પવન જબરો ફૂંકાય ત્યારે ઢેફુ પાંદડા પર બેસી જાય અને પાંદડાને બચાવે અને વરસાદ વરસે ત્યારે પાંદડુ ઢેફા પર બેસી જાય ને ઢેફાને બચાવે. પણ જ્યારે વાવાઝાડો સાથે વરસાદ આવે ત્યારે બેમાંથી એકેય એકબીજાને બચાવી ન શકે. 

અમારો સંબંધ આ ઝૂંપડાં હારે એવો. વરસાદ આવે ત્યારે ઝૂંપડુ અમને બચાવે. પવન આવે ત્યારે ઝૂંપડાના દોરડા પકડી અમે બેસી જઈએ અને ઝૂંપડાને અમે બચાવીએ પણ જ્યારે વાવાઝોડા હારે વરસાદ આવે ત્યારે અમે બેય એકબીજાને બચાવી ન શકીએ. આ અમારી જિંદગી..'

વિપદાની વાત મહેશભાઈએ હસતા હસતા કહી. વર્ષોથી આ પરિવારો ઝૂંપડા બાંધી મોરબી આસપાસના વિસ્તારોમાં રહે. પોતાને કાયમી જગ્યા મળે જ્યાંથી કોઈ એમને ખાલી ન કરાવે એવી મેળવવાની આશા વર્ષોની પણ એ ખરીદવાની ક્ષમતા નહીં. સરકાર ગરીબ પરિવારોને પ્લોટ આપે પણ એ માટે શું કરવું એ સમજાય નહીં.

VSSM ના ધ્યાને આ પરિવારો આવ્યા. અમારા કાર્યકર કનુભાઈ, છાયાબહેને તેમને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટેની અરજીઓ તૈયાર કરી કચેરીમાં આપી.

પણ પ્લોટ ફાળવણીનું કાર્ય થાય નહીં. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમારા કાર્યોમાં ખુબ લાગણી રાખે. મદદ પણ કરે. તેમની સૂચનાથી અને કલેક્ટર શ્રીની લાગણીથી 119 પરિવારોને જાંબુડિયામાં રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા. 

આ પરિવારોનો હરખ સમાતો નહોતો. હવે અમે પાક્કા ઘરવાળા થાશું એ સમણું એ જોવા માંડ્યા. ત્યાં એમણે જે જગ્યા ફળવાઈ ત્યાં આજુબાજુના લોકોએ દબાણ કરી દીધાનું જાણ્યું.

પોતાના ઘરનું સમણું રોળાતુ આ પરિવારોને જણાઈ રહ્યું છે. અમે કલેકટર શ્રી તેમજ સંલગ્ન તમામ અધિકારીઓને આ બાબત ધ્યાને લઈ જમીનનો કબજો આપવા રજૂઆત કરી છે. આશા રાખીએ હકારાત્મક પરિણામ મળે.

અને જાંબુડિયાની જમીન પર દબાણ કરનાર લોકોને પણ કોઈને મળેલા આશરા પર પોતાનો હક ખોટી રીતે દર્શાવવો એ ધરમ નથી એવું ચોક્કસ કહીશ. 

વર્ષોથી વગડો ખૂંદતા પરિવારોને પોતાની જમીન સત્વરે મળે તેવું ઈચ્છીએ... 

#MittalPatel #vssm #Housing #housefornomads #nomadictribes #nomadictribeofindia #badlivingcondition

Mittal Patel meets nomadic families of Morbi district



The current living condition of nomadic families

The current living condition of nomadic families

Mittal Patel discusess problems with nomadic families

Mittal Patel visits nomadic settlement of Morbi district