Mittal Patel visits tree plantation site at benap village |
Benap is the interior village of Banaskantha district.
You get saline water at eight to ten feet in the ground. If we leave Bhabhar and go a little further, we can see the kingdom of mad acacia scattered all around. Yes, in the middle of the desert, you can see a few piludi trees. Crazy acacia everywhere else ...
Yes, the importance of these two trees in preventing the desert from advancing is also good and they grow well in saline places in less water. However, I always question that instead of mad acacia, why don’t they have our native trees like neem, pipal and kanji? And why is the kanji tree not considered as our native tree?.
We don't like to stand in the direct sun. We always find the shade of a tree to seat under and what could be a better home for birds then trees?
Trees are useful in bringing rain. So we undertook a campaign to plant trees in Banaskantha and planted 1200 trees in Benap in 2019-20 out of which 1073 trees are nice as seen in the photo. I thought because of the salinity in this area, tree growth will not be very fast but the hard work of our tree friend Jodhabhai changed my beliefs.
The supervision of Sarpanch Paragbhai Rajput is also the same. We wish every village to get such a sarpanch who is committed to the development of the village ...
Seeing the grooming of the trees, we asked Paragbhai and the villagers to prepare another site from now on, where 7 to 10 thousand trees can be planted. The villagers also said yes to that ...
O Goddess Earth, every other living being has equal rights on you like humans. We firmly believe that this is our attempt like Ramayana's squirrel to make you beautiful as well as to make you calm.
Our activist Bhagwanbhai, Naranbhai's active cooperation in this is the reason why such nice villages are selected.
The feelings of the rest are like the song which roughly translates like “You will like to make life beautiful, you like to be bloomed and let others bloom like a flower..”
You can see tree friend Jodhabhai, Sarpanch Shri and the villagers as well as the grown trees in the photo.
બેણપ બનાસકાંઠાનું છેવાડાનું ગામ.
જમીનમાં આઠ દસ ફૂટે ખારુ પાણી. ભાભર છોડી થોડા આગળ જઈએ એટલે ચારે બાજુ ગાંડા બાવળનું સામ્રાજ્ય પથરાયેલું જોવા મળે. હા વચમાં વચમાં રણમાં મીઠી વિરડીની જેમ પીલુડી જોવા મળે ખરી. બાકી બધે ગાંડો બાવળ...
આમ તો રણને આગળ વધતુ અટકાવવામાં આ બેય ઝાડનું મહત્વ પણ ખરુ ને ઓછા પાણીમાં ખારાશવાળી જગ્યામાં આ બેય ઊગે પણ સારા..જો કે ગાંડા બાવળની જગ્યાએ લીમડો, પીપળ. કણજી આપણા મૂળ ઝાડ કેમ નહીં આ પ્રશ્ન હંમેશાં થાય.
ખરા તડકામાં ઊભવું આપણને ગમે નહીં આપણેય બેઠક માટે છાંયડો શોધીયે ને પક્ષીઓને ઝાડ જેવું ઘર ક્યાં જડે?
પાછુ વરસાદ લાવવામાં આ ઝાડ જ ઉપયોગી બને.. એટલે બનાસકાંઠાથી વૃક્ષો વાવવાનું અભીયાન અમે હાથ ધર્યું ને બેણપમાં 2019-20માં 1200 ઝાડ કર્યા જેમાંથી 1073 ઝાડ ફોટોમાં દેખાય એવા સરસ થયા.મને હતું આ વિસ્તારમાં ખારાશ છે એટલે ઝાડનો ગ્રોથ બહુ ઝડપી નહીં થાય પણ વૃક્ષ મિત્ર જોધાભાઈની મહેનતે મારી માન્યતાને બદલી નાખી..
સરપંચ પરાગભાઈ રાજપૂતની દેખરેખ પણ એવી જ. ગામના વિકાસ માટે કટીબદ્ધ આવા સરપંચ દરેક ગામને મળે એવું ઈચ્છીએ...
વૃક્ષોની માવજત જોઈને બીજી એક સાઈટ અત્યારથી તૈયાર કરવા પરાગભાઈ અને ગ્રામજનોને કહ્યું. જ્યાં 7 થી 10 હજાર ઝાડ વાવી શકાય.. ગ્રામજનોએ પણ એ માટે હા પાડી...
હે મા ધરા તારા પર મનુષ્ય સિવાય અન્ય જીવોનો પણ અધિકાર છે. અમે દૃઢપણે આ માનીએ એટલે તને સુંદર બનાવવાની સાથે સાથે તને સાતા પહોંચે એવું કરવાનો રામાયણની ખીસકોલીની જેેમ અમારો પ્રયાસ...
અમારા કાર્યકર ભગવાનભાઈ, નારણભાઈનો આમાં સક્રિય સહયોગ એમની દોડાદોડીને લીધે જ આવા સરસ ગામો પસંદ થાય..
બાકી નો ભાવ 'જીવન સુંદર બનાવું તો તુજને ગમે, ખુદ ખીલું ને ખાલાવું તો તુજને ગમે.. ' એ ભાવગીત જેવો..
ફોટોમાં વૃક્ષમિત્ર જોધાભાઈ, સરપંચ શ્રી અને ગ્રામજનો તેમજ ઉછરેલા વૃક્ષો...
#MittalPatel #vssm #tree
#TreePlantation #green
#GreenGujarat #greenery
#save #saveearth #saveenvironment
#Gujarat #banaskantha
Tree plantation site |
Mittal Patel discusses tree plantation with Sarpanch Shri, VrukshMitra and other villagers of benap |
1200 tress were planted in 2019-20 in benap out of which 1073 trees are grown |