Tuesday, September 06, 2022

VSSM brings cheer to the lives of elderly couple like ManjiKaka and Ami Ma in distress...

Mittal Patel meets Manjikak and Ami Ma 

“During my hay days, I used to play dhol during joyous and solemn occasions. The money was enough to sustain the two of us. But I have been sitting at home since the leg was amputated. We don’t have any children who would look after us. So we eat whatever this old lady begs and brings from the village.” Manji kaka of Patan’s Vansa village shared his predicament.

Vansa’s Sureshbhai Raval briefed us about Manjikaka’s condition.

Manjikaka belongs to the Valmiki community; with kaka’s disability, the couple survives on food Ami Ma begs and brings home. 

After we learned about their condition from Sureshbhai, VSSM’s Mohanbhai met him and enrolled for the monthly ration kit. In return, we make them promise not to beg once they begin receiving the ration kit.

“I will go to collect the newly harvested grains when the farmers bring them home; it is a tradition, and  we have a right over it.” Ami Ma tells me before committing to our proposal.

“Is there anything else we can do for you?’ I inquired.

“You are god sent for us; no one else has inquired about our well-being,” Manjikaka tells me with tears in his eyes.

He also requested a tricycle so that he could move around a little. We immediately spoke to Krishnakant uncle about it and agreed to equip Manji Kaka with a tricycle. As we said our goodbyes, we could sense relief and happiness on Manjikaka’s face.

I am grateful for the support you provide; it helps us bring cheer to the lives of such elderly in distress. Rs. 1400 is not substantial for people who wish to support, but it sure is significant for these seniors needing care and support. I hope you choose to adopt an elderly under our Mavjat initiative.

"આ ડોશી ગોમમાંથી વાળુ મોગી લાવ અન અમે ખઈએ. અમાર કોય વસ્તાર નહીં જે અમારી ચાકરી કર. પગ હાજા નરવા હતા તો હુદી ગોમમાં હારા નરસા પરસંગે ઢોલ વગાડતો, તે ઈમ હેડતુ પણ પગ કપાયો તાણથી બસ બેઠો હું."

પાટણના વાંસાગામના મંજીકાકાએ આ કહ્યું.વાંસાના સુરેશભાઈ રાવળ ખુબ સેવાભાવી એમણે આ નિરાધાર માવતરની દુદર્શા વિષે અમને કહ્યું.

મંજીકાકા વાલ્મીકી સમાજના. પગ સાજા હતા ત્યારે ઢોલ વગાડતા અને અમીમા વાળુ માંગી લાવતા ને આમ ચાલતું. પણ હવે તબીયતના ઠેકાણા નહીં. એટલે હોય ન હોય બધુ ચલાવી લે. 

સુરેશભાઈએ મંજીકાકાની સ્થિતિની વાત કર્યા પછી અમારા કાર્યકર મોહનભાઈ મંજીકાકાને મળી આવ્યા ને દર મહિને તેમને ચાલી જાય એટલી રાશનની કીટ આપી જશેનું કહ્યું સાથે શરત હવે ભીખ માંગવા નહીં જવાની કરી. ને આ બેઉએ એ માન્ય રાખી.હા ખેતીની સીઝન પતે અને ખેડૂત ઘરે અનાજ લાવે પછી અનાજ લેવા જઈશ. અમારો હક લાગે એવું અમીમાએ હસતા હસતા કહ્યું..મે જ્યારે પુછ્યું બીજુ કશું જોઈએ છે તો, મંજીકાકા રડી પડ્યા. એમણે કહ્યું, ભગવોને તમન મેલ્યા. નકર અમારુ કુણ ઘણી..એમણે કહ્યું, પગ કપાયા પછી ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે. મને ત્રણ પૈડાવાળી સાયકલ મળે તો હું ગામમાં આંટો મારી શકુ..

અમારા ક્રિષ્ણકાંત અંકલને આ અંગે વાત કરીને એમને સાયકલ આપવાનું અમે નક્કી કરી દીધું. એમના ત્યાંથી નીકળ્યા ત્યારે એમના મુખ પર સંતોષ અને હાશનો આનંદ હતો..

આપ સૌ સ્વજનો થકી અમને આવા માવતરોની સેવા કરવાની તક મળે છે. આભારી છું આપની.આપ પણ આવા નિરાધાર માવતરોના પાલક માસીક 1400 રૃપિયા આપીને બની શકો. 1400 રૃપિયા એ મોટી રકમ નથી. પણ કોઈના માટે એ જીવન છે.

VSSM provides monthly raion kit to Manjikaka and Ami Ma 
under its Mavjat Initiative

We could sense relief and happiness on Manjikaka’s face.




VSSM began providing a ration kit to Laxmi Ma through our Mavjat initiative...

Mittal Patel meets Laxmi Ma 

“I cannot walk;  I have put on too much weight. I do whatever little chores I can with my limited strength. Going out to work is not an option I have.”

“Who takes care of you?”

“Almighty!!”

“Anyone in the family?”

“One daughter, she is married and stays at her in-laws.”

“Why don’t you stay…”

“She can barely manage her expenses. I might have thought it if she was alone, but her in-laws stayed with her. It doesn’t look nice. ” Laxmi Ma had replied before I could complete my sentence.

“How do you manage your expenses? Do you receive an elderly pension?”

“People from this neighborhood bring me food; how much does one need?”

“Do you like others bringing you food?”

“No one would like to survive on the sympathy of others, but do I have a choice?”

Laxmi Ma resides in Gandhinagar’s Chadala village. Since she cannot go out to work and there is no one in her family to care for her, VSSM provides a monthly ration kit under its Mavjat initiative.

“Is the ration enough to last a month?” I inquired.

“Of course!” Laxmi Ma replied.

“I pray to almighty to give me eternal rest!” Laxmi Ma had told me while I was leaving.

It pains us to see the plight of such destitute elderly who spend the fag end of their lives, awaiting death to end their journey. However, we feel grateful for our opportunity to help these elderly experience peace during their silver years.

‘આ શરીર ભારે થઈ ગ્યું છે. હવે ચલાતુ નથી. આમ ઢસડીને ઘરનું નાનુ મોટુ કામ કરુ. બાકી કામે જવાય એવી સ્થિતિ હવે નથી’

‘તો તમારુ ધ્યાન કોણ રાખે?’

‘ઉપરવાળો’

‘પરિવાર?’

‘એક દિકરી છે. એના લગ્ન થઈ ગયા એ સાસરે રે’

‘તો તમે એની સાથે... મારુ વાક્ય પુરુ થાય એ પહેલાં જ લક્ષ્મીમાએ કહ્યું, એ એનું માંડ પુરુ કરે. પાછુ એ એકલી રેતી હોત તો કદાચેય જાત પણ એના સાસુ સસરા સાથે રહે તે એવામાં હું જઈને રહુ તો સારુ ન લાગે’

‘તો હાલ પુરુ કેમ થાય. વૃદ્ધ પેન્શન મળે છે? ‘

‘આ વાહ(જ્યાં એ રહે છે) એ લોકો થોડુ ઘણું આપી જાય તે ચાલે જાય. હવે આ મનખાને જોઈએ કેટલું?’

‘બીજા આપે એ ગમે?’

‘ઓશિયાળી તો કોને ગમે? પણ છૂટકો નથી...’

લક્ષ્મી મા ગાંધીનગરના ચલાડામાં રહે. પરિવારમાં ધ્યાન રાખે એવું કોઈ નથી. અમે એમને ઓશિયાળી વેઠવી ન પડે એ માટે દર મહિને રાશન આપવાનું કરીએ. 

રાશન આખો મહિનો ચાલી જાય એવું પુછ્યું તો કહે, ‘હા ચાલી જાય. જુઠ શું કામ બોલું’

એમને મળીને નીકળી રહી હતી ત્યારે કહે, ભગવાનને રોજ પ્રાર્થના કરુ છું હવે ઝટ લઈ લે તો સારુ...

મૃત્યુ આપણા હાથની વાત ક્યાં પણ આવા નિરાધાર માવતરોની સ્થિતિ જોઈ જીવ બળે. બસ તેમના અંતરને ટાઢક આપવાનો પ્રયત્ન આપ સૌ સ્વજનોની મદદ થકી અમે કરીએ. 

#MittalPatel #vssm