Salat women showing their ration card to Mittal Patel |
VSSM constantly strives to ensure that the marginalized communities and deprived families in this country receive the support and benefits of various government schemes as citizens.
A dedicated team of workers in various districts is engaged in this effort. The expenses for this work are also significant. Typically, in such efforts, the number of people who help is very small, barely countable on one’s fingers.
Most people prefer to help directly in activities like building homes, providing food, or offering education. However, helping with honorary salaries is less popular. Everyone has their own perspective, and that's perfectly fine.
But we always feel that if the government’s allocated budget for the underprivileged is spent correctly, the direct money spent by society could be much higher. When tax money is used for various welfare schemes, it’s important that those funds are also spent correctly.
Respected Rameshbhai Kacholia from Caring Friends, respected Pratulbhai Shroff from Dr. K.R. Shroff Foundation, Vashi Parivar Foundation, and Rameshbhai Shah from US Charity are key contributors who strengthen workers and assist in human rights efforts. He says, "When our funds combine with government aid, the work becomes doubled, or even more."
With the help of such supporters, we have been able to assist thousands of people with voter cards, ration cards, housing plots, caste certificates, residential plots, housing assistance, and many other welfare programs.
Recently, we visited Sarasa village in Anand. The Salat families live on the outskirts of the village in huts. We helped them obtain identification documents. They also received their ration cards after applying. Everyone was pleased. A small amount of grain helps support them. Now, with the proof in hand, they hope to receive plots as well. We have applied for it and will ensure it is processed quickly.
These families had faced many difficulties in obtaining ration cards, as various officials would demand documents that were hard to understand. In the end, despite paying a considerable amount to middlemen, the work wasn’t done. That’s when VSSM worker Rajnibhai helped them get the cards without any cost. All the families were happy.
When respected Pratulbhai Shroff came to see how human rights work is done, the Salat families from Sarasa village shared their joy about receiving their ration cards.
We are grateful to those who assist in human rights work. Because of your help, we have been able to reach the doors of a large number of marginalized people and connect them with the government.
વિચરતી જાતિ, વંચિત પરિવારોને આ દેશના નાગરિક તરીકે આધારો, વિવિધ યોજનાઓની મદદ મળે તે માટે VSSM સતત પ્રયત્ન કરે.
આ કાર્ય માટે વિવિધ જિલ્લામાં અમારા કાર્યકરોની ટીમ ખૂબ મથે. ટીમ પાછળ ખર્ચ પણ ઘણો થાય. સામાન્ય રીતે આવા કાર્યોમાં મદદ કરનાર લોકોની સંખ્યા એકદમ આંગળીના વેઢે ગણાય એટલી.
મોટાભાગના સ્વજનોને સીધી મદદ જેમાં ઘર બાંધકામ, કોઈને જમાડવું, શિક્ષણ આપવું આ પ્રકારના કાર્યોમાં મદદ કરવી ગમે. પણ કોઈને માનદ વેતન આપવામાં મદદ કરવી ઓછી ગમે.. દરેકની પોતાની એક વિચાર સરણી એટલે એ યોગ્ય પણ ખરુ...
પણ અમને હંમેશા લાગે કે સરકાર વંચિતો માટે જે બજેટ ફાળવે તે યોગ્ય રીતે ખર્ચાય તો સમાજના સીધી રીતે ખર્ચાતા પૈસા કેટલા બચે.. ટેક્સ રૂપે આપણે જે ભરીએ એમાંથી જ વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં પૈસા ખર્ચાય ત્યારે એ નાણાં પણ યોગ્ય રીતે ખર્ચાય એ જોવું જરૂરી..
VSSM સાથે સંકળાયેલા આદરણીય રમેશભાઈ કચોલિયા - કેરિંગ ફ્રેન્ડસ, આદરણીય પ્રતુલભાઈ શ્રોફ- ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન, વાશી પરિવાર ફાઉન્ડેશન અને રમેશભાઈ શાહ - યુએસ ચેરીટી ખાસ કાર્યકરોને મજબૂત કરવા અને માનવ અધિકારના કાર્યોમાં મદદ કરે. એ કહે, 'આપણા નાણાંની સાથે સરકારની સહાય ભળે તો કામ બમણું અથવા એનાથીયે અનેક ઘણું થઈ જાય.
આવા સ્વજનોની મદદથી જ અમે હજારો લોકોને મતદાર કાર્ડ, રેશનકાર્ડ, રહેવા પ્લોટ, જાતિ પ્રમાણપત્ર, રહેણાંક અર્થે પ્લોટ, ઘર માટે સહાય ટૂંકમાં અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાની મદદ અપાવી શક્યા છીએ.
હમણાં આણંદના સારસા ગામ જવાનું થયું. સલાટ પરિવારો ગામના છેવાડે ઝૂંપડામાં રહે. ઓળખના આધારો તો અમે કઢાવ્યા. રેશનકાર્ડ માટે અરજી કરેલી તે એ પણ એમને મળ્યા. બધા રાજી રાજી. અનાજ થોડુ ઘણું મળે એનાથી એમને ટેકો રહે. હવે પૂરાવા થયા તો પ્લોટ પણ મળશે એવી એમને આશા. અમે અરજી કરી દીધી છે એ પણ ઝડપથી થાય તે માટે પ્રયત્ન કરીશું.
રેશનકાર્ડ કઢાવવા આ પરિવારોએ ઘણા ધક્કા ખાધા પણ નિરીક્ષર વિવિધ કાગળો અધિકારી માંગે એ સમજાય નહીં. છેવટે વચેટિયાને પૈસા એ પણ ઢગલો આપ્યા છતાં કામ ન થયા. ત્યારે VSSM ના કાર્યકર રજનીભાઈ એમને કોઈ જ પ્રકારના ખર્ચ વગર કાર્ડ કાઢી આપવામાં નિમિત્ત બન્યા. બધા પરિવારો રાજી...
આદરણીય પ્રતુલભાઈ શ્રોફ માનવ અધિકારના કાર્યો કેવી રીતે થાય તે જોવા આવ્યા તે વખતે સારસાના સલાટ પરિવારોએ રેશનકાર્ડ મળ્યાના હરખની વાતો કરી.
માનવ અધિકારના કાર્યોમાં મદદ કરનાર સ્વજનોના અમે ઋણી છીએ...તમે મદદ કરો એટલે ખૂબ મોટી સંખ્યામાં વંચિતોના દ્વારે અમે પહોંચી શક્યાને એમને સરકાર સાથે જોડી શક્યા.
Mittal Patel meets Salat families of Sarsa village |
Shri Pratulbhai Shroff visits nomadic community of sarsa village with Mittal Patel to see how human rights work is done |
Mittal Patel ensures nomadic families for their human rights work done quickly |