Wednesday, November 25, 2020

It is not right for the authorities not to cooperate when the government is sensitively committed to the welfare of such families...

Follow-up letter written to Minister
for Social Justice and Empowerment

 How much to write?

A settlement file is filled with reminders.

A notice was issued in 2015 to vacate the roofs of 44 Bawri families in Ramdevnagar, Ahmedabad, which were obstructed in the TP scheme. The corporation, in return, arranged for permanent residence. Allotted houses in Vejalpur. But the beneficiary had to contribute for these houses. Those whose houses or roofs are broken were not able to make this contribution.

We presented this matter to Hon'ble Chief Minister Shri Vijaybhai Rupani as well as Minister for Social Justice and Empowerment Shri Ishwarbhai Parmar in this regard. He said that the government would immediately pay the contribution and the developing caste welfare department wrote letters to the Ahmedabad corporation.

Before making a contribution, the welfare department wrote a letter saying that the house should be habitable, that is, fixing the windows and doors and giving the water connection to the flat, as a matter of urgency. But the officials of the corporation are not at all working in this matter. Despite constant follow-up from the office of the Chief Minister as well as the Minister of Social Justice and Empowerment!

Follow-up letter written to Chief Minister

I went to the commissioner's office with Savitabhan when the roofs were broken in Sabarmati. Savitaben cried and said to the officer, "We have a young daughter with whom to sleep on the sidewalk at night, We both take a turn for sleeping in the night in the fear of If someone presses daughter's mouth and picks her up” 

Have you ever imagined this situation?

Forget about the young girl, there are cases where the lustful men took three-year-old daughter off the roof. Such an incident took place in Savarkundla about eighty months ago.

A house is not just four walls but a safe place. I always tell the officers that you have to just work on behalf of this cause. Such tasks should be done without getting a request. God has given you a chance. You need not have to use a single penny out of your pocket .. still?!

A loving request to the officials of Ahmedabad Corporation to do this work. It remains to be seen whether the people will not sit again in front of the corporation playing dishes and rolling pins.


Follow-up letter written to Ahmedabad
Municipal Corporation

The dream of our esteemed Prime Minister is to give a home to such homeless people by 2022. This dream is not going to be fulfilled by the authorities until such families get a house. A humble appeal to make it right again.

I would have written a little bitter but I feel tired now. Today our worker asked for permission to open the file of Ramdevnagar Volume-2 in my office. An entire file filled these reminders with letters written in this detail. Felt very bad. 

It is not right for the authorities not to cooperate when the government is sensitively committed to the welfare of such families.


Ramdevnagar settlement 
Again, please give these families a home quickly in this cold season.


I applaud the fact that the corporation gave houses in Sabarmati, but why is the work not done in Ramdevnagar in the same way? I don't really understand.

કેટલું લખ્યા કરવાનું?

સ્મૃતિપત્રોથી જ એક વસાહતની એક ફાઈલ ભરાઈ ગઈ..

અમદાવાદના રામદેવનગરમાં 44 બાવરી પરિવારોના છપરાં- કાચા ઘરો ટીપી સ્કીમમાં નડતરરૃપ હતા તે ખાલી કરવા 2015માં નોટીસ આવી. બદલામાં કાયમી રહેણાંકની વ્યવસ્થા કોર્પોરેશને કરી. વેજલપુરમાં ઘર ફાળવાયા. પણ લાભાર્થીએ આ ઘર માટે ફાળો ભરવાનો હતો. જેમના ઘર કે છાંપરાં તૂટ્યા એની ક્ષમતા આ ફાળો ભરવાની નહીં.

આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર પાસે આ બાબતે રજૂઆત કરી. એમણે તુરત આ ફાળો સરકાર ભરશે તેમ જણાવ્યું ને એ સબબના પત્રો વિકસતી જાતિ કલ્યાણ ખાતાએ અમદાવાદ કોર્પોરેશનને લખ્યા. કલ્યાણ ખાતાએ ફાળો આપતા પહેલાં ઘર રહેવા લાયક એટલે કે બારી બારણાં ઠીક કરવા ને પાણીનું કનેકશન એ ફ્લેટમાં આપી દેવા ટૂંકમાં પ્રાથમિક સગવડ માટે લખ્યું. પણ કોર્પોરેશનના અધિકારી આ બાબતે હલતા જ નથી.

મુખ્યમંત્રી શ્રી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીની ઓફીસમાંથી સતત ફોલોઅપ છતાં..

સાબરમતીમાં છાપરાં તોડ્યા તે વેળા સવિતાબહેન સાથે હું કમીશનર કચેરીએ ગયેલી. સવીતાબહેને રડતા રડતા અધિકારીને કહેલું, સાહેબ અમારે જુવાન દીકરી છે જેની સાથે રાતના ફૂટપાથ પર સુવાનું. દીકરીનું મોંઢુ દબાવી કોઈ ઉપાડી જાય તો એ બીકે રાતના અમે બેય માણસ ઊંધવાના વારા કરીએ...

ક્યારેય કલ્પના કરી છે.. આ સ્થિતિની..

આમ તો જુવાન શું કામ હવસખોરો તો ત્રણ વર્ષની દીકરીનેય છાપરાંમાંથી ઉપાડી ગયાના દાખલા છે. સાવરકુંડલામાં લગભગ આઠેક મહિના પહેલાં જ આવી ઘટના ઘટેલી.

ઘર એ માત્ર ચાર દિવાલ નથી. પણ એક સુરક્ષીત જગ્યા છે. અધિકારીગણને હું હંમેશાં કહુ છુ તમારે તો નિમિત્ત બનવાનુ છે. આવા કાર્યો તો સામે ચાલીને કરવા જોઈએ. તમને ભગવાને તક આપી છે. ખીસામાંથી રૃપિયોય કાઢવાનો નથી.. છતાં....અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને આ કાર્ય કરવા પ્રેમભરી વિનંતી... લોકો થાકીને કોર્પોરેશન સામે થાળી ને વેલણ વગાડવા ફરી ન બેસે તે જોવું રહ્યું..

આપણા આદરણીય વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન આવા દિનદુખિયા ઘરવિહોણા લોકોને 2022 સુધીમાં ઘર આપવાનું છે. આ સ્વપ્ન ને અધિકારીઓનો લક્ષાંક આવા પરિવારોને ઘર નહીં મળે ત્યાં સુધી પૂર્ણ થવાનો નથી...

ફરી યોગ્ય કરવા નમ્ર અપીલ...

થોડું કડવું લખ્યું હશે પણ થાક લાગે છે.

આજે મારી ઓફીસમાં રામદેવનગર વોલ્યુમ -2ની ફાઈલ ખોલવાની મંજૂરી અમારા કાર્યકરે માંગી.

એક આખી ફાઈલ આ સ્મૃતિપત્રોને આ વિગતે જ લખાયેલા પત્રોથી ભરાઈ.. દુઃખ થયું..સરકાર સંવેદનાથી આવા પરિવારોના કલ્યાણ માટે કટીબદ્ધ છે ત્યારે અધિકારીગણ સહયોગ ન કરે તે યોગ્ય નથી..

ફરી આ ઠંડીમાં આ પરિવારોને ઝડપથી ઘર આપવા વિનંતી....

સાબરમતીમાં કોર્પોરેશને ઘર આપ્યા તે વાતને હું વધાવું છું.. પણ એ જ કાર્ય પદ્ધતિથી રામદેવનગરમાં કાર્ય કેમ નથી થતું.. ખરેખર સમજાતું નથી..

#Mittal Patel Mukesh Kumar #VSSM

#Housing #ahmedabad #goverment

#gujaratgoverment #municipalcorporation

#Nomadicfamiies #denotifiedtribe

VSSM files applications for residential plots of Oad families...

Mittal Patel meets oad families of Sabarkantha


Oad people are experts in clay work. 

You may have an idea or not, but it is said that when Siddharth Jayasingh announced to clean the Sahastralinga lake of Patan, so many ods landed in Patan to clean that lake and half of the lake was dug in one night!

Well, this is a rumor. I do not want to spend time in finding the truth. 

But Oad people were very important in the life of our great-great-grandfather. There were no cement concrete and brick houses at that time. At that time, Oad came to the village from time to time and used to build mud houses. In short, their relationship with mud is strong and they wandered from village to village for that very reason.

You find hindu and muslim ods. Their dressing style is also same but now it has changed a bit in Muslim Oads. Recently, I had to go to Swagadh in Himmatnagar of Sabarkantha where 29 Oad families live.

Aminbhai said “ the whole life of us has been spent like a donkey. Now we want to settle down but we do not have enough money to build a house. If the government helps, then we might have a house”

Home... 

I always say that there is no definition of this word. All the emotions are absorbed in these four letters. Our Prime Minister has dreamed of giving a home to all such homeless people by 2022. If the officials show sympathy, then it is not difficult to fulfil this dream.

We have asked the families of Swagadh to have faith that they will have their homes. Applications have been submitted. We are desperately waiting for their homes and hope they distribute sweets to us and we all will feel satisfied. 

The glory of finding such families belongs to our Tohid. Angry by nature but also very energetic. That is true that we have such an amazing team that is why we could do this. 

 માટી કામમાં પાવરધા ઓડ..

તમને કદાચ ખ્યાલ હશે કે નહીં... પણ એવું કહેવાય છે કે સિદ્ધારાજ જયસિંહે પાટણનું સહસ્ત્રલીંગ તળાવ ગાળવાનું જાહેર કર્યું, એ તળાવ ગાળવા એટલી માત્રામાં ઓડ પાટણમાં ઊતરી આવ્યા કે એક રાતમાં અડધુ તળાવ ખોદાઈ ગયેલું..

ખેર આ તો વાયકા. આપણે સાચુ જુઠ્ઠુ કરવા ન બેસીએ...

પણ ઓડનું મહત્વ આપણા દાદા પરદાદાના જીવનમાં ઘણું હતું. ત્યારે ક્યાં સીમેન્ટ ક્રોક્રીંટ કે ઈંટોના ઘરો બનાતા..

એ વેળા ઓડ ગામમાં વખતો વખત આવતા ને માટીના ઘરો બનાવી આપવાનું કરતા..ટૂંકમાં માટી સાથેનો એમનો નાતો મજબૂત ને એ ખાતર જ ગામે ગામ રઝળ્યા કર્યું..

ઓડમાં પાછા હિન્દુ ને મુસ્લીમ બેય ઓડ જોવા મળે. પહેરવેશને બધુ પહેલાં તો એક જેવું હવે મુસ્લિમ ઓડનું જરા બદલાયું..

હમણાં સાબરકાંઠાના હિંમતનગરના સવગઢમાં જવાનું થયું ત્યાં 29 ઓડ પરિવારો રહે...

અમીનભાઈએ કહ્યું, અમારા ઘૈડિયાની આખી જીંદગી આમ ગધાડાં માથે જ ગઈ.. હવે ઠરી ઠામ થવું છે પણ જુઓને પાહે પૈસા નથી તે જમીન લઈને ઘર બાંધી હકીએ.. સરકાર માઈ-બાપ મદદ કરે તો અમે ઘરવાળા થઈએ...

ઘર...

હું હંમેશાં કહુ છુ આ શબ્દની કોઈ વ્યાખ્યા જ ન કરી શકાય... બસ બધી જ લાગણીઓ આ બે શબ્દમાં સમાઈ જાય..

આપણા વડાપ્રધાને 2022 સુધીમાં આવા ઘરવિહોણા તમામને ઘર આપવાનું સ્વપ્ન સેવ્યુ છે.. અધિકારી ગણ સંવેદના દાખવે તો આ સ્વપ્ન પૂર્ણ થવું કાંઈ અઘરુ નથી..

સવગઢના પરિવારોને તો અમે ઘર થશે એવી શ્રદ્ધા રાખવાનું કહ્યું છે.. અરજીઓ થઈ ગઈ છે..

બસ હવે કાર્ય ઝટ થાય ને આ લોકો પણ પોતાના ઘરમાંથી ગોળ ઘાણા વેચે એટલે એમને ને અમને બેયને સાતા...

આવા પરિવારોને શોધવાનો જશ અમારા તોહીદને.. આમ ગુસ્સાવાળો પણ મહેનતુ ઘણો....ગમે એની સાથે બાથ ભીડી લે... અમારી પાસે આવી મજાની ટીમ છે એટલે જ આ કાર્યો થાય છે..

એય એટલું જ સાચ્ચુ...

#MittalPatel #vssmindia #nomadic

#humanrights #humanity #housing

#dreamhouse #denotifiedtribe

#Gujarat #sidhdhraj #community

The current living condition of Oad families


The current living condition of Oad families

Tuesday, November 24, 2020

We are hopeful that these homeless families get their own home soon...

Mittal Patel meets nomadic families of Gandhinagar

Everyone dreams about a house, But the dream does not always come true.

We are the people who have the habit of occupying the seat of a bus by putting a handkerchief on a seat from the window.

Although this practice is acceptable for everyone in the case of a bus, but not for the house!

Nomadic tribes people and other poor families put handkerchiefs on the government-owned land near the Mahatma Temple in Gandhinagar years ago and no one removed it, so they believed that the land belongs to them now, but this is not the seat of the bus!

After 35-50 years of living, suddenly a bulldozer turned up and vanished everything in a second.

Everyone was wondering where to go.

Our worker Tohid and Rizwan and Sanjaybhai, the leader of the colony, together with others, prepared the details of these homeless families. Submitted the details in the Collector's office . Collector assured to find a government place to settle these families.

Home ... I don't think the word needs any definition.  I pray that these homeless families get their own home soon. In the meeting held with these families, they told their problems. Listening to this, I pray that no one will suffer like this.

ઘરનું સમણું તો બધા જુએ પણ પૂરું બધાનું નથી થતું ..

બસમાં ચડવા ભીડ ઘણી હોય તો બારીમાંથી એકાદ સીટ પર રૂમાલ મૂકી જગ્યા રોકી લેવાની ટેવવાળા આપણે ...

જોકે બેસવા પૂરતો આ વ્યવહાર સૌએ સ્વીકારેલો પણ ઘર માટે આ વ્યવહાર સ્વીકાર્ય નહિ ..


ગાંધીનગરના મહાત્મા મઁદિર નજીકની સરકારી પડતર જગ્યામાં વિચરતી જાતિના ને અન્ય ગરીબ પરિવારોએ વર્ષો પહેલા રૂમાલ મુક્યો ને કોઈએ હટાવ્યા નહીં એટલે આ જગ્યા હવે પોતાની એવું માન્યું પણ આ કઇં બસની સીટ થોડી હતી...

35-50 વર્ષના વસવાટ પછી અચાનક પોતાની માનેલી જગ્યા પર બુલડોઝર ફેરવાયું ને પલકારામાં બધું ભોંય ભેગું થઇ ગયું ..

ક્યાં જાશુનો સવાલ બધાને થયો ...


અમારા કાર્યકર તોહીદ અને રિઝવાન અને વસાહતના આગેવાન સંજયભાઈ ને અન્ય સૌએ મળીને આ ઘર વિહોણા પરિવારોની વિગત તૈયાર કરી ...

કલેકટર કચેરીમાં વિગત જમા કરાવી... કલેક્ટર શ્રીએ સરકારી જગ્યા શોધી આ પરિવારોને વસાવવાની ખાત્રી આપી ..


ઘર ... મારા ખ્યાલથી આ શબ્દને કોઈ વ્યાખ્યાની જરૂર જ નથી .. ઘર વિહોણા આ પરિવારોને પોતાનું ઘર ઝટ મળે એવી પ્રાર્થના ...

આ પરિવારોની સાથે થયેલી બેઠકમાં એમણે પોતાની તકલીફો કહી.. સાંભળીને આવું દુઃખ કોઈને ન પડે એમ પ્રાર્થના મનોમન થાય ...


#MittalPatel #vssmindia #housing

#home #house #humanity #need

#gandhinagar #NomadicTribe

#denotified #denotifiedtribe

nomadic families houses were erased to ground

Mittal Patel listening to thses families