At last they are allowed a road to reach their land….
In July last year we had written about these Vansfoda families of Jesda who weren’t allowed to access the residential plots allotted to them by the government. The friction was with a group of farmers who did not want these families to settle in vicinity. The writeup for today is in continuation of the previous story…..
On 27th November 2013, the government ordered allotment of residential plots to 27 Vansfoda Families a of Jesda village in Patan’s Sami block. Inspite of the order accessing the plots was an issue as the approach to allotted plots was blocked by a group of farmers. It started by laying thorny bushes on the approach track, later somehow they established that the land was theirs, brought it under their fields and began farming on it. “It is not a thoroughfare but our land” was the message they succeeded in sending across. When walking on the land wasn’t allowed building homes was out of question. How to reach the allotted plots was a question lurking towards both, the families and the VSSM team!!
Vicharta Samuday Samarthan Manch - VSSM has been trying to resolve this issue ever since it first emerged in 2013, but did not reach a breakthrough. Atlas, we spoke about the issue to the district collector Shri. Thicker Saheb, requesting him to intervene and do the needful. Shri Thakkar gave clear instructions to DILR office as a result of which after one and a half years of allotment of plots a road to access these plots was measured out and a strict instruction was given to the farmers to observe restrain and not to encroach the road. The vested interest groups from the village did oppose but this time the authorities did not budge. This time the direct orders from the collector made a difference. We are thankful to the officials and authorities who have enabled the Vansfoda families a Nomadic Tribes of Gujarat to access their land and begin a new phase of their life.
The plan now is to proceed towards planning and commencing construction of homes for these families. ..
In the picture.. A copy of letter written to the Collector by DILR office with reference to the clearing of encroachment and the officials measuring the land.
આખરે રસ્તો ખુલ્લો થયો... અને માપી આપવામાં આવ્યો..
પાટણ જીલ્લાના સમી તાલુકાના જેસડા ગામમાં રહેતા વાંસફોડા પરિવારોને ૨૭ નવેમ્બર ૨૦૧૩ના રોજ રહેણાંક અર્થે પ્લોટ આપવાનાં હુકમો થયા. હુકમ તો થયો પણ આ પરિવારોને પ્લોટ માટે ફાળવેલી જગ્યા પર જવાના રસ્તે ગામના ખેડૂતોએ દબાણ કરી દીધું હતું. રસ્તો ખેતરમાં વાળી એમાં ધાન ઉગાડી દીધું હતું અને ‘આ રસ્તો નથી પણ અમારી જ જગ્યા છે’ એમ પ્રસ્થાપિત કરી દીધું હતું. રસ્તો ખુલ્લો થાય તો આ પરિવારોના ઘરો બનાવવાનું કામ આરંભી શકાય. નહિ તો ફાળવાયેલા પ્લોટ સુધી કેવી રીતે પહોચવું એ પ્રશ્ન મુખ્ય હતો.. ખેડૂત જગ્યા પોતાની માલિકીની છે એમ કહીને પગે ચાલવા દેવામાં પણ વાંધો લેતા આવામાં ઘર બાંધવાનો સામાન લઈને આવતાં વાહનને તો ક્યાંથી ચાલવા દે??
આખી ઘટના સંદર્ભે કેટલીયે રજૂઆતો કરી પણ પરિણામ મળતું નહોતું. આખરે કલેકટર શ્રી ઠક્કર સાહેબને રજૂઆત કરી અને આ પ્રશ્નનું સમાધાન કરવા વિનંતી કરી. આપણી રજૂઆત સંદર્ભે કલેકટર શ્રી એ ‘જીલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી – પાટણ’ને સ્પસ્ટ સુચના આપી અને દોઢવર્ષ પછી તા.૦૫/૦૫/૧૫ના રોજ અધિકારી ગણની હાજરીમાં રસ્તો માપી આપવામાં આવ્યો અને ખેડૂતને રસ્તા પર ફરી દબાણ નહિ કરવાની સુચના આપવામાં આવી. ગામનાં કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો પણ કલેકટર શ્રીની સ્પસ્ટ સુચના હોવાના કારણે બધું થઇ શક્યું. બસ હવે આ પરિવારોના ઘર બાંધવાની દીશામાં ઝડપથી આગળ વધીશું.
જેસડાના વાંસફોડા પરિવારોને તેમનો રસ્તો અપાવવામાં મદદરૂપ થનાર તમામ અધિકારીગણનો આભાર વ્યક્ત કરીએ છીએ..
ફોટોમાં દબાણ દુર થઈ ગયા સંદર્ભે ‘જીલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી – પાટણ’ દ્વારા કલેકટર શ્રીને લખેલો પત્ર અને બીજા ફોટોમાં રસ્તાની માપણી કરતાં જમીન દફતરના અધિકારી..