|
Mohammadbhai Dafer meets Mittal Patel to talk about the harrasment they have been facing |
“Ben, the Nadiad police has arrested my brother. It has been days and we haven’t heard anything from them!! We live in the dangaa at Pisavada. Since last one week the S. O. G. Sarkhej and L. C. B. A. Nadiad have been frequenting our dangaa daily. The villagers have been very cooperative so far but, now they have begun doubting us. They have been inquiring of reasons why the police are frequenting us so much. You are trying to help us settle permanently in this village, the villagers were also willing to do that until now but since these frequent visits by the police they have now refused to process our income proofs,” narrated a rather anguished Mohamadbhai, who was at VSSM’s office to request our intervention.
VSSM has facilitated the process of applications for allotment of
plots to 13 Dafer families living in Pisavada village of Dholka block. The revenue officer was to issue the income proofs required for the same. Sarpanch and the entire village was looking forward to allow these families allow permanent settlement in this village. However, the police reached Pisavada village with regards to a loot that had taken place in Kheda town. On 17th December the police arrested Surabhai Sadikbhai Dafer, a resident of Pisavada who was employed on a farm in Dholka. Surabhai was clueless on the reason for his arrest. When the police had reached the farm to arrest Surabhai, its owner Johnybhai called up Mohammadbhai, telling his to leave the farm as he was not interested in getting into the police issues. Similarly, Mohammadbhai’s son was also terminated from his job after police reached his workplace in Dholka town.
On 19th December, Mohammadbhai visited the office to talk about the recent harassment they have been facing. “We do not want to guard the boundaries, the police kept bothering us continuously when we were guarding the boundaries, demanding weapons that they thought we possessed. Now we have moved to doing other jobs and the police has reached our workplaces here as well. So how will we earn our living? Ben, please help!! This way the villagers will also remove us from their village!! The police talk filthy with the women in our dangaa. We are supposed to tolerate this nonsense just because we are Dafer!” 55 years old Mohmmadbhai was in tears when he narrated all these episodes. The constant fear and anguish these families faced is heart breaking.
Mohammadbhai spent 4 hours in our office. When we asked him to accompany VSSM team members to the Nadiad L. C. B. office the next day, he refused out of fear saying, “what if they arrest me as well?” If only for once the police decide to consider and treat the
Dafer as humans!!!
We assured Mohammadbhai there was no need for him to fear. On 21st December 2016, accompanied by VSSM’s Jayanatibhai and Tohid, Mohammadbhai reached L. C. B. Nadiad. The trio tried speaking to the police officials present in the office but none of them was prepared to listen to what visitors had to say. However, after we talked of VSSM’s work with the Dafer, how VSSM has been in constant touch with the DGP’s office in Gandhinagar on the issues concerning police harassment to innocent Dafer families and we might also need to talk about this episode to the DGP, did the officials pay heed to our talk. After listening to our team members and Mohamadbhai the PI adopted a mellower approach, “I know the Dafer engage in petty thefts to meet their hunger pangs but they never part of big loots. I too would like to see these families earning and flourishing well,” said the PI before calling Surabhai. “We had brought him for normal interrogation, he is innocent and you may take him along with you.” Mohammadbhai could not believe his ears, the entire episode coming to an end so easily!! When the team and Surabhai were about to leave, the PI invited them for a lunch. The team politely refused to the invite but the officer insisted. All of them later dined at a good restaurant. The PI was appreciative of VSSM’s endeavors for these communities.
|
VSSM's Tohid with Surabhai Dafer |
Mohammadbhai was struggling to comprehend the events. Releasing Surabhai without any problems, the PI hosting them for a lunch and such compassionate approach of the officials was difficult to digest for Mohammadbhai. “The police never fear anyone, they always put us behind bars and find multiple fake reasons that would keep us in jail forever. And they just released Surabhai without any questions!!” All we had to say to the questions that were Mohammadbhai was popping out, “ You all are ignorant about law and the police take advantage of this ignorance. Your illiteracy and ignorance allows them to intimidate you all, your fear does not permit you to ask questions, begin to ask questions and the police too will decide to ast differently!!”
We aren’t sure if Mohammadbhai and Surabhai absorbed all that the team told them, but there was immense joy reflecting on their face as if they were successful in saving a prey from a lion’s hold!!
Whenever I visit Dafer settlement they invariably tell me, “
VSSM has brightened our present. Earlier, we survived in the woods and loitered around like animals! But, things have changed now.” Such honest confessions do brighten up our day but, it also raises questions like what about the families that VSSM hasn’t reached yet?? Everyday there are instances of Dafer been harassed by police, how would they find a relief, who helps them??
Hope police officials around the state understand and execute the ‘Suraksha Setu Program’ with utmost honesty…..
‘બેન મારા ભાઈને નડીયાદ પોલીસ પકડીને લઈ ગઈ છે. પાંચ દી થ્યા એના કોઈ વાવડ નથી. પીસાવાડાગામમાં અમારા ડંગા છે અને ગામલોકો પણ અમને હારુ રાખે છે. પણ છેલ્લા અઠવાડિયાથી સરખેજ એસ.ઓ.જી. અને નડિયાદ એલ.સી.બી.એ. ઉપાડો લીધો છે. નિત ડંગામાં પોલીસ આવે છે. હવે તો ગામના લોકો પણ પુછે છે કે, તમે કાંઈ કર્યું નથી ને?અમને ગામમાં કાયમ વસાવવા તમે પ્રયત્ન કરો છો ને બેન, ને ગામના લોકો પણ એ માટે રાજી થઈ ગ્યાતા. પણ હવે એમણે આવકના દાખલના કાઢી આપવાની ના પાડી.’
પીસાવાડાથી મોહમ્મદભાઈ vssm ઓફીસ પર આવ્યા અને ખુબ વેદના સાથે આ વાત કરી. vssmએ ધોળકા તાલુકાના પીસાવાડામાં રહેતા 13 ડફેર પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે અરજી કરી હતી અને તે માટે આવકના દાખલા તલાટી આપવાના હતા. સરપંચ અને આખુ ગામ આ પરિવારોને મદદ કરવા રાજી હતું પણ ખેડામાં થયેલી લૂંટના કિસ્સામાં પોલીસ છેક પીસાવાડા પહોંચી ગઈ અને આ ગામમાં રહેતા અને ધોળકામાં જોનીભાઈના ફાર્મમાં કામ કરતા સુરાભાઈ સાદીકભાઈ ડફેરને તા.17 ડિસેમ્બરના રોજ સવારે છ વાગે લઈ ગઈ. સુરાભાઈને તો ખબર નહોતી કે પોલીસ કેમ એમને પકડીને લઈ જઈ રહી છે. સુરાભાઈને ફાર્મમાંથી પોલીસે ઉપાડ્યા એટલે ફાર્મના માલીકે મોહમ્મદભાઈને બોલાવીને પોલીસના લફરા અમારે ના જોઈએ હવે પોલીસ આવશે તો તમારે ખેતીકામ છોડવું પડશે એમ કહ્યું. તો સામે મોહમ્મદભાઈનો દીકરો ધોળકામાં જ્યાં કામ કરતો ત્યાં પણ પોલીસ ગઈ એટલે માલીકે તેને કામમાંથી કાઢી મુક્યો.
મોહમ્મદભાઈ તા.19 ડિસેમ્બરના રોજ ઓફીસ આવ્યા અને પોલીસ દ્વારા થઈ રહેલી હેરાનગતિની વાત કરી. ‘પોલીસ જો આવું કાયમ કર્યા કરશે તો અમને કામે કોણ રાખશે. અમારે સીમરખોપું નથી કરવું. મહેનત મજુરી કરીને જીવવું છે. સીમમાં રહીએ તો પોલીસ વધારે હેરાન કરે અમે એમાંથી માંડ છૂટયા છીએ ત્યાં પાછુ આ લફરુ? બેન કાંક કરો.’ આ રીતે જો પોલીસ ડંગામાં અને જ્યાં તેઓ કામ કરે છે ત્યાં રોજ આવતી રહેશે તો એમને ગામમાંથી અને કામ પરથી કાઢી મુકશે તેવો ભય લાગી રહ્યો છે.
બેન જીવતરમાં ધુળ પડ્યા જેવું લાગે છે. પોલીસ ડંગામાં આવીને અમારી બેન દીકરીઓને કેવું બોલે. લોહી ઉકળે પણ અમારે એ સહન કરવાનું. અમે ડફેર છીએ એટલે આ બધુ ચલાવવાનું. આટલું બોલતા તેઓ રડી પડ્યા. 55 વર્ષના મોહમ્મદભાઈને આ રીતે રડવું પડે કેટલી વેદના એમને થતી હશે. પોલીસ ડફેરને માણસ તરીકે જોવા જ જાણી રાજી નથી તેવું લાગ્યા કરે.
ચાર કલાક મોહમ્મદભાઈ ઓફીસ પર બેઠા. સુરાભાઈ સાવ નિર્દોષ છે એને છોડાવવા એમણે વિનંતી કરી. અમે કહ્યું કે, કાલે નડિયાદ એલ.સી.બી.ની ઓફીસમાં તમે vssmના કાર્યકર સાથે જશો? એમણે એ માટે ના પાડી. ‘પોલીસ મને બેસાડી દેશે’ તેવો ભય તેમણે વ્યક્ત કર્યો.
કોઈનાથી ડરવાની જરૃર નથી તેવું કહીને મોહમ્મદભાઈને હીંમત આપી. 21 ડિસેમ્બર 2016ના રોજ vssmના કાર્યકર જયંતીભાઈ અને તોહીદ સાથે મોહમ્મદભાઈ નડિયાદ એલ.સી.બી. ઓફીસ પહોંચ્યા. ઉપસ્થિત પોલીસકર્મી સાથે વાત કરવા કોશીશ કરી પણ તેઓ કશું સાંભળવા રાજી નહીં. પણ પછી ડફેર સાથેનું કામ, ગાંધીનગર ડી.જી.પી.ઓફીસમાં અમે આ બાબતે વારંવાર લખીએ અને જરૃર જણાય ત્યારે બેઠક કરીએ તેવું જણાવી અહીંયા સરખો જવાબ નહીં મળે તો સીધા ગાંધીનગર જવાની વાત કરી. એટલે તેઓ ઠંડા પડ્યા અને પછી સાથે બેઠા. કાર્યકર અને મોહમ્મદભાઈની આખી વાત સાંભળી પી.આઈ. પણ ઢીલા પડ્યા. ‘મને ખ્યાલ છે કે ડફેર નાની મોટી લૂંટ અને એ પણ પેટ ખાતર કરે. મોટી લૂંટમાં એ લોકો કોઈ દી ના હોય. મને પણ આ લોકો સુધરે એમાં રસ છે.’ તેમ કહીને તેમણે સુરાભાઈને બોલાવ્યા અને કહ્યું, ‘અમે આને પુછતાછ માટે જ લાવ્યા હતા બાકી એ નિર્દોષ છે. તમ તમાર એને લઈ જાવ.’ મોહમ્મદભાઈને કલ્પના પણ નહોતી કે, આ બધુ આમ આટલી સરળતાથી પતશે. સુરાભાઈ સાથે કાર્યકર નીકળતા હતા ત્યાં પી.આઈ.એ તેમને જમીને જવા કહ્યું અને તેમને સરસ હોટલમાં આટલું સારુ કામ કરો છો અને કાયમ કરતા રહો તેવા ભાવ સાથે જમાડ્યા પણ ખરા.
આખી ઘટનામાં સુરાભાઈનું આટલી સરળતાથી છૂટવાનું અને પોલીસનું મોહમ્મદભાઈ, સુરાભાઈ અને કાર્યકરોને હોટલમાં જમાડવાનું મોહમ્મદભાઈને બહુ પચતું નહોતું. ‘પોલીસ કોઈથી ડરે નહીં અમે ના કરેલા કેટલાય ગુના અમારા માથે મારી મચળીને બેસાડી દે. ત્યાં આટલી સરળતાથી સુરાભાઈને છોડી દેવાનું?’ મોહમ્મદભાઈના પ્રશ્નોના જવાબમાં અમે એટલું જ કહ્યું, ‘તમે કાયદો જાણતા નથી. ડર લાગે છે એટલે એકની પકડીને લઈ જાય પછી આપણે પાછળ પુછવાય જતા નથી કે એને કેમ પકડ્યો? બસ એનો ફાયદો સૌ ઉઠાવે છે. એક વખત કારણ પુછતા થઈશું તો આ બધુ આપ મેળે ઓછુ થશે.’
અમારી વાત કેટલી ગળે ઉતરી તેનો ખ્યાલ નથી પણ પોતાનો ભાઈ જેને મોહમ્મદભાઈ સાવ ભોળો કહે તેને આમ ઘરે લઈ જતા તેમના મોંઢા પર જે રાજીપો હતો અને એ રાજીપામાં સિંહના મોંઢામાંથી હરણને છોડાવી લાવ્યાની અનેરી ખુશી પણ હતી.
ડફેરોની વસાહતમાં જઉ ત્યારે તેઓ હંમેશાં કહે કે, ‘તમારા(vssm) આવવાથી ડફેર સમાજનું સારામાં સારુ વર્તમાન છે. પહેલાં કેવા બાવળોની વચમાં, જંગલમાં નીલગાયની ઘોડે પડ્યા રેતા પણ હવે બધુ બદલાયું છે.’ આ સાંભળીએ ત્યારે રાજીપો થાય પણ પછી પ્રશ્ન પણ થાય કે, શું તમામ ડફેર પરિવારોને અમે મદરૃપ થઈ શકીએ છીએ? નિત ડફેર અને વિચરતી જાતિઓમાંના કેટલાય પોલીસની ઝપટમાં કોઈ જ કારણ વગર આવી જતા હોય છે. આ તમામની અમારા સુધી પહોંચ છે? જેઓ અમને જાણે છે તે અમારી પાસે મદદ માટે આવે છે અને અમે શક્ય મદદ કરીએ છીએ પણ જે જાણતા નથી તેઓની દશા શું છે તેનો તો ખ્યાલય નથી...
ખેર પોલીસ તેમના સુરક્ષાસેતુ કાર્યક્રમને બરાબર સમજે તેવી ઈચ્છા રાખીએ....
ફોટોમાં vssmકાર્યકર તોહીદ સાથે સુરાભાઈ