Saturday, October 07, 2017

One thing is for sure, we are getting together, to let the word know, WE EXIST….

Mittal Patel with Marwadi Devipujak Community
We do exist…

For centuries, this land has been our home; unrecognized, unnoticed we have continued to live on its wastelands, on the margins.

The British noticed us but chose to harass us. We were hopeful of a better life in independent India. We were hopeful that our countrymen would take care of us.

But even today no one has looked after us or for us. We still continue to live unrecognized and un-noticed.

70 years of Independence is pretty long time to be waiting for a better tomorrow. It is time we tell everyone, “we exist”

We will be in Palanpur on 14th October to let the world know “we exist.”

There will be lakhs of us on that day, peacefully talking about  our plight.

Maybe things will change for better for us after this and we might not be required to tell, “we exist.”
But if we go unnoticed on 14th October we might need to come together again, maybe in  Gandhinagar or in Ahmedabad so that we could be noticed better!!

One thing is for sure, we are getting together, to let the word know, WE EXIST….

‘અમે પણ છીએ’

સદીઓથી અમે તો હતાં જ પણ અમને કોઈએ ના જોયા.

અંગ્રેજોએ અમને જોયા ને ખુબ દુભવ્યા.હતું કે આઝાદ ભારતમાં અમને અમારાં ભાળશે(જોશે) ને અમારુ દુઃખ હરશે પણ ભઈ સા'બ અમને કોઈએ ના ભાળ્યા...

એટલે જ #આઝાદીના 70 વર્ષે અમારે કેવું પડ્યું કે ‘અમે પણ છીએ’

14 #ઓક્ટોબર 2017ના રોજ પાલનપુરમાં અમને પાંચને, દસને, હજારને નહીં પણ લાખોને ભાળશો...
પછી કદાચ નહીં કહેવું પડે કે ‘અમે પણ છીએ...’

જો કે ના ભાળો તો ફરી પાછા #ગાંધીનગર કે #અમદાવાદના આંગણે બધાય ભાળી હકે એમ ભેગા થાશું પણ હવે અમે ભેળા થાશું એ પાક્કુ...

‘ને જોરથી કહીશું ‘અમે પણ સીએ’

The nomadic and denotifed communities are demanding better treatment from police and freedom to practice their profession with dignity...

“Hey,  where are you from? Where have you brought these bedsheets from?”

“Saheb, we are Salat. We sell these bedsheets. Our ancestors made and maintained flour mills. But since manual flourmills have become redundant, we had to chage our occupation and now sell such bedsheets to earn living.”

Nomadic Community with Mittal Patel in their settlement
“Do you have a license to sell? Show us the invoice to your purchases!

“Saheb, we do not have any license, here is the bill.”

“This is not a valid invoice, we need the bill with GST, this is illegal.”

“But, Saheb!!”

“No, this cannot be allowed!”
The nomadic and de-notified communities who have always
sustained themselves on traditional occupations
are facing such challenges.

“Saheb, you take whatever you want, we are illiterate. We don’t even know from where can we access the ID card required to do this business.”
“Give me four bedsheets!”

This is what the police do to harass such honest and poor bread-earners. Sometimes it is the goods while other days it is a note of Rs. 500!
Why are we harassed in such a manner when our occupation is valid? We do not rob or snatch from anyone, we work hard, walk from one village to another, carry heavy load in this heat and rain.  Give us a valid identity card so that we do not face such accusations.
Salat men selling their bedsheets

The nomadic and de-notified communities who have always sustained themselves on traditional occupations are facing such challenges with the collapse of the age-old professions. The occupations they are into now are as legit as the traditional occupations were. They are demanding better treatment from police and freedom to practice their profession with dignity.”

We are supporting their claim and demand to work with dignity, are you??

‘અલ્યા એય તમે ક્યાંના? આ ચાદરો ક્યાંથી લાવ્યા?’ ‘

સાહેબ અમે સલાટ. ચાદરોનો ધંધો કરીએ. ઘૈડિયા ઘંટી ટાંકતા ને વેચતા પણ હવે ઘંટીઓ રહી નઈ એટલે ચાદરો વેચવા ગોમે ગોમ ફરીએ. ચાદરો અમદાવાદના વેપારી કનેથી લાયા.’

‘ચાદર વેચવાનું લાયસન્સ છે? ચાદરોનું બીલ બતાવો?’

‘સાહેબ લાયસન્સ નહીં. બીલ આ રહ્યું.’

‘આ બીલ ના ચાલે. ખોટા ધંધા કરો છો.. જી.એસ.ટી.વાળુ બીલ જોઈએ. આ બધુ ગેરકાયદેસર’

‘પણ સાહેબ’

‘ના ચાલે.. ‘

‘તમાર જે જોઈએ એ લઈ લો સાહેબ, અમે અભણ અગૂંઠા છાપ. પાસુ આ ધંધાનું ઓળખોપત્ર માંગો એ ચો મળે ઈનીયે ખબર નહીં.’

‘ચાર ચાદર આપી દે...’

બસ ચાદર કે બસો પાંચસો રૃપિયા પડાવીને ગરીબની આંતરડી કકડાવીને જતા રહે...

પરંપરાગત વ્યવસાય કરનાર વિચરતી વિમુક્ત જાતિઓનો આ પ્રશ્ન... 

‘અમને કેમ આવી હેરાનગતિ. અમે જુઠ્ઠા ધંધા નથી કરતા ના કોઈનું ઝૂંટવીને લઈએ. તોય પેલા ધંધો નથી કરવા દેતા. તે અમને અમે જે ધંધો (વ્યવસાય) કરીએ ઈનું ઓળખપત્ર આપો.’

પરંપરાગત વ્યવસાય કરીને જીવનારા વિચરતી વિમુક્ત જાતિઓના લોકોની આ માંગ...

અમારો એને ટેકો ને તમારો?

We are Ravaldev, Devipujak and Bajaniya…

We survive in extreme poverty, when we do not have small piece of land to build a tiny house thinking of piece of land to earn livelihood would be ironical. Our work as agricultural laborers have taught us the nuances to farming. Later we began renting farmlands and orchards to work. But, when some natural calamity affects the crop the benefits are given to the framers who own the land! It is us who should be getting this support because we have invested our money and labour in the crop!! The loss is ours not landowners so why is it that they receive  the benefits and not us? We also farm on river beds but here too we face tremendous harassment.


The villages have lot of wasteland. So, can’t there be a policy where a society is formed and such spans of wasteland is given to landless people like us?

The landless farmers Ravaldev, Devipujak, Bajaniya are demanding formation of co-operate societies and allotment of small piece of land to landless farmers like them, they are demanding that the assistance during crop failure should reach them and not the farmers who own the land, they want better policies that allow them to rent the dry river beds to help them grown food!!


We are offer support  their demands, are you?

અમે #રાવળદેવ, #દેવીપૂજક ને #બજાણિયા...

અમે ગરીબ. અમારાંમાંના મોટાભાગના પાહે રહેવાય જમીન નહીં તો ખેતીની તો ક્યાંથી હોય. પણ ખેતી આવડે ખરી. ભાગીયા તરીકે ખેડુના ત્યાં રેતા રેતા અમે ખેતી કરતાંય શીખ્યા. હવે ઉધેડ જમીન વાવીએ ને ફળાઉ ઝાડની વાડીઓય ઊધેડ રાખીએ. પણ પાકને નુકશાની થાય ઈમાં સરકાર ખેડુને વળતર આપે. ઉધેડ રાખવાવાળા અમે રોકાણ કરીએ તોય નુકશાનીનું વળતર અમને નહીં. આવું કેમ?

ગામમાં ખરાબાની ને પડતર જમીન ઘણી.

જમીન વિહોણા અમને મંડળી બનાવીને ખેતી માટે જમીન ના આપો?

નદીના ભાઠામાં અમે ખેતી કરીએ એમાંય ઘણી હેરાનગતિ...

ઊઘેડ જમીન રાખનાર રાવળ દેવ, દેવીપૂજક, બજાણિયા વગેરેની માંગ,કુદરતી પાક નિષ્ફળતાનું વળતર અમનેય, ખરાબાની જમીનમાંથી અમારી સામૂહીક મંડળીઓ બનાવી ખેતી માટે જમીન આપોની ને નદીના ભાઠાય પટ્ટે આપોની અમારી માંગ.

આ માંગોને અમારો ટેકો ને તમારો...

The Meer have been requesting their inclusion in the list of nomadic communities...

 Meer Community expresses his issues with Mittal Patel
“We worship the Goddess and believe in Allah. We have equal respect for both,  we cannot do without revering our Goddess nor can we live without praying to Allah!!”

We are Meer Barot, we are the traditional genealogists to Rabari community and have always traveled with them. We could be found living in parts of Gujarat and Rajasthan but, we have no identity proofs from any of these regions.

The Current living conditions of Meer
“The government refuses to include us in the list of nomadic communities inspite of the fact that our ancestors have always lived wandering life on this land, with their house-holds loaded  on the donkeys they have kept moving all the time! So why can we be included in the list, Ben?”

These is the basic matter that confuses the Meer community. Since past many years, the Meer have been requesting their inclusion in the list of nomadic communities, the request I support and strongly recommend.



‘અમે દેવીને પુજીએને અલ્લાહનેય માનીએ. માતાજીને પગે લાગ્યા વના અમને ના ચાલે તો અલ્લાહની બંદગી વગરેય ના ચાલે. અમારે તો બેય હરખા.

અમે એટલે મીર બારોટ. રબારીઓની વંશાવળી લખનારા ને ઈમની કેડે કેડે ફરનારાં. રાજસ્થાન અને ગુજરાતમાં અમે રહીએ. પણ અમારી ઓળખ ચોયની નહીં.

સરકાર કેસે વિચરતી જાતિમાં તમે નથી તે હે બેન અમારા ઘૈડિયાતો ગધાડાં લઈન આજે ઓય ને કાલે પણે ઈમ ફરતાજ રયા તોય અમે ચમ વિચરતીમાં નહીં.....’

મીરનો આ પ્રશ્ન.... અમે કેમ વિચરતીમાં નહીં. વિચરતી જાતિની યાદીમાં અમને મુકોની માંગ મીર સમાજની.... ને મારો એને ટેકો...

Thursday, October 05, 2017

We do exist…

Mittal Patel witnessed self-owned leadership - The community
Leaders joining hands proactively for Mass Campaign
We are coming together in Palanpur on October 14th 2017 to let the world know that we exist. The number of people arriving is going to be huge for sure. Such a measure of gathering calls for some advance planning and preparation. The organizers are nomadic and de-notified communities, hence there had to be some distribution of responsibilities!!

Mittal Patel discussing the plan of action with 150+ Nomad
Community Leaders - Mass Campaign planning under progress
We held a meeting in Deesa to assign responsibilities to the community leaders of Patan and Banaskantha. The prolonged discussion was followed by deciding on the agenda for that day. We announced that those willing to take responsibility can stay back while others may leave and come at the venue on 14th. There were around 150+ leaders present in the meeting, we were hoping that 40-50 of them would stay back but, to our utter surprise not a single person stood up to leave!! We changed our seating arrangement and went in the corner so that we could have more focused discussion within a smaller group  but all of them overwhelmed us with the requests to assign responsibilities. “You do not worry about my community, we are all coming!” we were assured by each of them!!

Such overwhelming response means that these communities are tired, they are tired of waiting for these never-ending delays to come to an end. They are eager to talk about the little efforts that are required to change their lives for better!! They will not be opposing or agitating, they are gathering  to make everyone realize that they too exist….  

 ‘અમે પણ છીએ’
કહેવા 14મીએ પાલનપુર ભેગા થવાના. મોટી સંખ્યામાં લોકો આવવાના એ નક્કી. વ્યવસ્થા અને આયોજન મોટુ. વળી નિમંત્રક અને આયોજન કરનાર તમામ વિચરતી વિમુક્ત જાતિ એટલે જવાબદારીની વહેંચણી પણ કરવાની.
ડીસામાં પાટણ અને બનાસકાંઠામાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના આગેવાનો જવાબદારીની વહેંચણી માટે ભેગા થયા. લાંબી ચર્ચા પછી શું કરીશુંની વાત કરી, જેને જવાબદારી લેવી ને નિભાવવી હોય એ બેસે બાકીના વ્યક્તિઓને 14મીએ મળીશું એમ કહીને જવા કહ્યું. દોઢસો કરતાં વધુ આગેવાન ઉપસ્થિત હતા. અમને હતુ કે, ચાલીસ પચાસ માણસ બેસસે પણ આ તો જબરૃ થયું એકેય આગેવાન હલ્યા નહીં. અમે જગ્યા બદલી. એક બાજુ ખુણામાં જઈને બેઠા તો ત્યાંય વીંટળાઈને, ‘અમને કો અમે શું કરીએ. બાકી મારી નાતની ચિંતા તમે છોડી દો એતો આખી આબ્બાની.’
થાક્યા છે લોકો એટલે કોઈના વિરોધ માટે નહીં પણ અમને શાંતિથી જીવવા નાની મદદ કરોની વાત કરવા તત્પર થયા છે... સ્વયં ભૂ દરેક વ્યક્તિ પોતાનો આગેવાન લો બોલો છે ને મજાની વાત....