Saturday, June 11, 2022

Commedable support of People of Kant…

Mittal Patel discusses Water Management with the villagers

“Can you help us make a lake in our village? Our village has a low lying site where the rainwater flows. Although it is not a traditional lake, we want to create a shallow pond. And it would be best if we did not dig deep because the potters still use the clay from here. We want to deepen it just enough to hold up the water flowing during monsoons. It would enable water to trickle into the ground and recharge the water tables. So can you help us deepen the spot and create a pond?”

Hiteshbhai from Banaskantha’s Kaant village requested the above from VSSM’s Naranbhai. However, the site was not a traditional water body that was filled with muck and deposits. Still, considering the wish of Hiteshbhai and the community members, we eventually made a pond at Kaant. VSSM dredged the soil while the community lifted the excavated soil. 

The community had been insisting I make a visit to Kaant, which I did during my recent visit to Banaskantha. The leadership of Kant village is proactive regarding water and environment conservation, and we plan to increase environmental initiatives in this village. 

We have reached a point when it is crucial to conserve each drop of rain; hence such requests from the community should only be honoured and fulfilled. 

The pictures shared reveal the before – after of the site deepened. 

We are grateful to The North Gujarat Integrated Rural Development and Research Foundation for supporting the creation of this lake/pond at Kaant. 

'અમારા કાંટનું તળાવ તમે ગાળી આપશો? ચોમાસાનું પાણી જ્યાં ભરાય છે તે જગ્યા પર તળાવ જેવું કશું છે જ નહીં. અમારે બહુ ઊંડુ પણ નથી કરવું. મૂળ એ જગ્યા પર માટી સારી છે. અમારા ગામના કુંભાર માટલા ઘડવા ત્યાંથી માટી લઈ જાય છે એટલે તળાવની બધી માટી નથી કાઢવી. પણ વરસાદનુ જેટલું પાણી આ જગ્યા પર આવે તે બધુ ત્યાં રોકાય અને જમીનમાં ઉતરે એ માટે તમે નાનકડુ તળાવ કરી આપો એમ ઈચ્છું છું. '

બનાસકાંઠાના કાંટગામના હીતેશભાઈએ આ વાત કરીને અમારા કાર્યકર નારણભાઈએ કાંટની મુલાકાત કરી. એ પછી અમે ગામનું તળાવ ગાળવાનું અમે શરૃ કર્યું. 

હીતેશભાઈ અને ગામના સૌની લાગણીને અનુલક્ષીને અમે તળાવ જેવી સ્થિતિ નહોતી તે જગ્યા પર તળાવ ગાળવાનું શરૃ કર્યું. ગામે માટી ઉપા઼ડવાનું કર્યું ને સહુના સહિયારા પ્રયાસથી નાનકડુ તળાવ ગામની મરજી પ્રમાણેનું અમે ગાળ્યું. 

હમણાં બનાસકાંઠા જવાનું થયું તે વેળા ગામની પ્રબળ ઈચ્છા હતી માટે ખાસ કાંટ જવાનું થયું. પાણી અને પર્યાવરણને લઈને કાંટ જાગૃત ગામ. 

આગામી દિવસોમાં આ ગામમાં પર્યાવરણલક્ષી કાર્યો વધારે કરવાની ઈચ્છા..

પણ પાણીના ટીપે ટીપાને બચાવવાનું કરવું પડે તેવી સ્થિતિ પર આપણે પહોંચ્યા છે માટે આ દિશામાં વધારે કાર્ય થાય તે જરૃરી. 

કાંટનું તળાવ પહેલાં અને હવે એ ફોટોમાં જોઈ શકાય.

આ તળાવ ગળાવવા The North Gujarat Integrated Rural Development and Research Foundation દ્વારા મદદ કરવામાં આવી. જે માટે તેમના આભારી છીએ. 

#MittalPatel #vssm

Mittal Patel visits Kant Water Management Site 

Kant Lake before digging


Kant Lake after digging





Developing understanding about water conserving...

Mittal Patel visits Water Management site

Better late than never… I am glad people have begun paying attention to the looming water crisis and are working towards adopting methods to conserve it.

Almost four years ago, we deepened the lake at Kankar village in Banaskantha’s Kankrej. After it was deepened, the lake could catch the rainwater, and with its linking to the Sardar Sarovar pipeline, the government also filled it up at least thrice during one year. As a result, the borewells that had dried up or were breathing their last have found a fresh lease of life as the water tables have gone up.

For the last three decades, we have been exploiting our groundwater reserves at an insane pace. We have almost emptied the water from the earth’s belly; when do we intend to replenish all we have taken out? What do we leave for our coming generations?

Gujarat, Madhya Pradesh and Rajasthan share the waters of Narmada. Hence, we must practice prudence when it comes to using and managing the waters of Narmada and other rivers as well. 

When the Sardar Sarovar dam overflows during the monsoons if its waters can be used to fill up the lakes of regions like Banaskantha and Kutchh it will help raise the groundwater tables.

For the last six years, VSSM has been deepening the village lakes in Banaskantha. So far, we have deepened 190 lakes and plan to continue deepening more. This year with the soaring temperatures, our prayers to the Rain God has also intensified as we pray for abundant rains that could fill up the deepened lakes

And may the Sardar Sarovar also receive enough water to help fill up the parched water bodies.

The images share the before – after scenes of Kankar lake; the water-filled image is from the previous winter.

જળસંચયનું કાર્ય ખુબ અગત્યનું... લોકો ભલે  થોડું મોડુ પણ એનું મહત્વ સમજ્યા એ ગમ્યું.

અમે ચારેક વર્ષ પહેલાં બનાસકાંઠાના કાંકરેજના કાકરગામનું ગામ  તળાવ ઊંડું કર્યું. તળાવ ઊંડું થયું તેમાં ચોમાસે પાણી ભરાયું સાથે નર્મદા પાઈપ લાઈન સાથે જોડી વર્ષમાં ઓછામાં ઓછા ત્રણેક વખત તળાવ ભરવાનું પણ સરકારે કર્યું પરિણામે ગામના ખેડૂતો કહે એમ, ગામના ઘણા ખેડૂતોના બોરવેલ ડચકા લેતા હતા, ઘણા તો બંધ જ થઈ ગયેલા એ બધા  આ તળાવ ભરાવાના કારણે સજીવન થઈ ગયા.

સતત પાણી ભરાવાના   લીધે ગામમાં પાણીના તળ પણ ઉપર આવ્યા. છેલ્લા પચીસ  - ત્રીસ વર્ષમાં આપણે અમાપ પાણી ભૂગર્ભમાંથી ઉલેચ્યું...   

પેટાળ  ખાલી કરી દીધા  પેટાળ પરત ભરવામાં નહીં આવે તો આવનારી પેઢીને આપણે શું આપીશું એ પ્રશ્ન છે.. વળી મા રેવા-  નર્મદાના પાણી પર ગુજરાત,  મહારાષ્ટ્ર અને રાજસ્થાન ત્રણેયને જોઈએ... 

આવામાં નર્મદાના  પાણીનું તેમજ એ સિવાયની નદીઓના પાણીનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે જરૃરી.ચોમાસામાં નર્મદા ડેમ ઓવર ફ્લો થાય એ વખતે બનાસકાંઠા, કચ્છ  જેવા સુકા પ્રદેશના તળાવમાં કે જ્યાં  વરસાદ ઓછો છે ત્યાના જળાશયો ભરવામાં  આવે તો પણ ઘણો ફાયદો થાય..

અમે તળાવો ઊંડા કરવાનું છેલ્લા છ વર્ષથી કરીએ. અત્યાર સુધી  બનાસકાંઠામાં 190 તળાવો ઊંડા કર્યા અને હાલમાં આ કાર્ય ચાલી રહ્યું છે. આ વર્ષે મેઘરાજાને પણ પ્રાર્થના કે  મન મુકીને વરસે અને ગાળેલા બધા  તળાવો બરાબર ભરાય. સાથે સરદાર સરોવરમાં પણ એટલું પાણી આવે કે તરસ્યા બધાય જળાશયોની તરસ એનાથી સંતાષોય...

બાકી કાકરમાં ખોદલું તળાવ અને ખોદાયા પછી ભરાયેલું તળાવ.. ભરાયેલા તળાવનો ફોટો ગત શિયાળાનો છે.. 

#MittalPatel #vssm



After scenes of Kankar lake

The lake VSSM deepened fill up with rainwater

Villagers at Kakar lake

Ongoing Lake deepening work