Decades ago a nomadic lady surviving under absolute poverty, to fulfil the hunger pangs of the young children in the family takes up the profession of prostitution in the village of Vadia. Many other ladies reeling under similar conditions follow her. The men in the family take this as an opportunity to sit back, relax and absolutely do nothing. Over the period of time more women take up the profession as their husbands and brothers taking up the role of pimps. Gradually over the period of time Vadia became notoriously popular as a village where the traditional occupation of women is prostitution. The men here have developed the mentality to not work. It is the women who carry the burden of earning for the entire household.
VSSM began working in this village in 2006. It was a mammoth uphill task that we took up. The task of bringing the women out of this trade and rehabilitating them was an extremely challenging prospect than and continues to be so still but of a lesser degree now. The association with VSSM made 19 families decide not to send their girls in the trade of prostitution. These families left the village to settle in the town of Palanpur. The intention behind this relocation was to escape from the crutches of pimps and other vested interest groups. The men of these families began working as manual laboureres while women took up jobs of domestic helps. The kept their identities a secret as they began living a life of dignity. After a while other 90 families decided to stop pushing the women and girls in their families in prostitution. 21 families of this 90 families moved to Palanpur and began staying with these 19 families. 40 families gave away their rights and entitlements of their land and home in Vadiya to begin their life afresh in Palanpur. They gave away their ration cards, voter ID cards issued from Vadia.
Initially we were not sure that the men from these families would begin working and the women too would get engaged in about intensive jobs but surprisingly, things are different now.
However, these families are living in a very pathetic condition in Palanpur. We have requested the district collector Shri. Dilip Rana to help us in getting these families residential plots. The additional collector Shri. Desai who is very sensitive towards these families has already initiated the process of identifying place/land for these families. Meanwhile we are working on securing the necessary documents to establish their residency in Palanpur. We are sure things will work out well.
On 11th December we had a meeting with these families with the intention to convey the message of begin savings so that once they have land alloted they can begin construction. At the end when we asked if they had any concerns or questions, Munnaben replied, ‘ Don’t worry, we will begin saving right away, we are changing now and the numbers of families who are pledging not to send their daughter in prostitution is also increasing. We have began education our children, when we walked out of Vaduya we were not sure of such possibilities but things are changing for good.’ Munnaben’s words were music to our ears.
Harineshbhai, Secretary ‘Janpath’ always said working in Vadia is like an acid test if you succeed here, you’ll succeed anywhere-everywhere. With such support from the community and authorities we are assured we shall succeed in this acid test.
The picture is of the meeting we had in Vadia people on 11th.
ગજરાતીમાં અનુવાદ..
વાડિયા એસીડ ટેસ્ટ જેવું જ છે પણ એ ટેસ્ટ સફળતાપૂર્વક પાર પડશે એવો વિશ્વાસ હવે વધ્યો છે..
ગામના પુરુષોની કામ નહિ કરવાની માનસિકતાનું પરિણામ વાડિયા. બહેનો દેહવ્યાપાર કરે એ રીતે ખુબ પંકાયેલું ગામ. ૨૦૦૬માં ગામમાં કામની શરૂઆત કરી હતી. ખુબ મુશ્કેલીભર્યું કામ લાગતું હતું. જોકે આજે પણ લાગે જ છે પણ આજે ઘણો બદલાવ છે. વાડિયાના જ ૧૯ પરિવારો જેમણે પોતાની દીકરીઓને દોઝખભરી જિંદગી નથી આપવી એવો નિર્ધાર કરી ગામ છોડી દીધું. પાલનપુરમાં આવીને રહ્યાં. બહેનો બંગલામાં વાસણો ઘસવા જાય પુરુષો મજૂરી કરે. રોજ લાવીને રોજ ખાય અને સ્વમાનભેર જીવે. હા, મૂળ વાડિયાના વતની છે એવું કોઈને ના કહે. કોઈ પૂછે તો મનમાં આવે એ ગામનું નામ લઇ લે.
vssm ના પરિચયમાં આવેલા વાડિયાના ૯૦ પરિવારોએ ધીમેધીમે કરીને દેહ્વ્યપારને તિલાંજલી આપી. ૨૧ પરિવારો વાડિયા છોડી પાલનપુરમાં રહેતાં ૧૯ પરિવારો સાથે આવીને રહ્યાં. એમણે પણ એક જ નિર્ધાર કર્યો મહેનત કરશું પણ બહેનોને હવે આ ધંધામાં નહિ નાખીએ. ૪૦ પરિવારો પોતાના તમામ હક-દવા વાડિયામાં સરકારે ફાળવેલી જમીન પણ મુકીને આવ્યાં. મતદારકાર્ડ, રેશનકાર્ડ જેમના વાડિયાગામના હતાં એ રદ કરાવી દીધાં. શરૂઆતમાં અમને શ્રદ્ધા નહોતી કે, આ પરિવારો અને એમાંય ખાસ કરીને પુરુષો મહેનત કરશે.. વાડિયાની દીકરીઓ ધંધો (દેહવ્યાપાર) છોડી લોકોના ઘરે વાસણ માંજવા જશે.. પણ આશ્ચર્ય વચ્ચે આ બધું થઇ રહ્યું છે..
પાલનપુરમાં આ પરિવારો ખુબ જ દયનીય સ્થિતિમાં રહે છે. આદરણીય કલેકટર શ્રી દિલીપ રાણાને આ પરિવારોને પાલનપુરમાં કાયમી સરનામું મળે એ માટે જગ્યા આપવા વિનંતી કરી. પ્રાંત કલેકટર દેસાઈ સાહેબ પણ રાણા સાહેબ જેવા જ લાગણીશીલ એમણે આ પરિવારોને પ્લોટ આપવાની કાર્યવાહીનો આરંભ કર્યો.. દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. હા કેટલાંકની પાસે પુરાવાના પ્રશ્નો છે પણ એ બધું પાર પડશે એવી શ્રદ્ધા છે.
તા.૧૧ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ વાડિયાના ૪૦ પરિવારો સાથે એમને મળનાર પ્લોટ સંદર્ભે અને ઘર બાંધવા માટે પાસે થોડી બચત ભેગી કરવી પડશે એ અંગે વાત કરવાં બેઠક કરી.
બેઠક પછી ઉભા થતી વખતે એમને પૂછ્યું કે, ‘તમારે કંઈ કેહવું છે?’ ત્યારે મુન્નાબેને કહ્યું, ‘અમે પૈસા ભેગા કરશું. તમે ચિંતા ના કરો.. હવે અમે બદલાઈ રહ્યા છીએ.. અમારી જેમ દીકરીઓને આ ધંધામાં નહીં મુકવાનો નિર્ધાર કરવાવાળાની સંખ્યા પણ વધી રહી છે.. બધા પોતાના છોકરાંઓને ભણાવી રહ્યા છે. અમે ગામ છોડ્યું ત્યારે અમને આ બદલાવની આશા નહોતી પણ હવે ઘણું બદલાઈ રહ્યું છે..’ એમની વાતથી એક સંતોષ થયો.. ‘જનપથ’માં હતી ત્યારે હરીણેશભાઈ હંમેશા કહેતાં, ‘વાડિયા એસીડ ટેસ્ટ છે એમાં પાર પડશો તો બીજું બધું જ કરી શકશો..’ આજે પણ વાડિયા એસીડ ટેસ્ટ જેવું જ છે પણ એ ટેસ્ટ સફળતાપૂર્વક પાર પડશે એવો વિશ્વાસ હવે વધ્યો છે..
આ પરીવારો સાથે બેઠક કરી એ વેળાની તસવીર. જેમાં વાડિયાના મુદ્દે કાર્યરત vssm ના સંનિષ્ઠ કાર્યકર શારદાબેન અને આ પરિવારો..