Thursday, April 14, 2016

VSSM enables nomadic families acquire their caste certificates…..


VSSM helps to acquire Caste-Certificate
 for 18 Nomadic families
We have written at length about some difficult pre-requisites that are essential to be produced if one wants to obtain a caste-certificate. The nomadic communities do not understand the difference between caste and surname. Whenever it is required to mention caste these families end up writing their surnames like Vaghela, Chauhan, Bhaati, Mori etc.  The tricky requirements by the government accompanied by the ignorance of nomadic communities  creates challenges when these families have to get a caste certificate. 

We have had made frequent  requests to the government for organising block level camps to ease the process of obtaining the caste certificates. This requests are yet to be heard but we are helping the communities obtain the certificates as and when required. The task becomes breeze in offices that have empathetic officials otherwise you know how it is with getting these things done !!!!

Nomadic Families with their Caste-Certificate
We have applied for caste certificates for numerous families residing in Ahmedabad of which 18 families received their document recently ( as seen in the picture)...

vssmની મદદથી વિચરતી જાતિના લોકોને મળ્યા જાતિ પ્રમાણપત્રો

જાતિ પ્રમાણપત્રો મેળવવાની સરકારી આંટીઘૂંટી ઘણી વિચિત્ર છે. આ સમુદાયોની સમજ પણ મર્યાદીત છે. બાળકને શાળામાં ભણવા બેસાડે કે, પહેલીવાર મતદારકાર્ડ કઢાવે ટૂંકમાં સરકારી ચોપડે જ્યાં પણ પહેલીવાર નામ ચડાવવાનું થાય ત્યાં પોતાની જાતિ લખાવવાની જગ્યાએ મોટાભાગે પોતાની અટકો એટલે કે, ચૌહાણ, વાઘેલા, પરમાર, ભાટી, મોરી વગેરે લખાવે જેના કારણે તેઓની મુળ જાતિનું પ્રમાણપત્ર મેળવવાનું થાય ત્યારે ખુબ તકલીફ પડે.
જાતિપ્રમાણપત્ર માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે તાલુકા દીઠ કેમ્પ કરીને તેમને પ્રમાણપત્ર આપવાનું કરવામાં આવે તો આ સમુદાયોને ઘણી રાહત થઈ જાય. ખેર રજુઆતો કરી છે પણ કંઈ નક્કર પરિણામ આવ્યું નથી. હાલ પુરતુ જેમ જેમ જરુર પડતી જાય છે તેમ તેમ લોકોને સમાજ કલ્યાણ કચેરીમાં લઈ જઈને પ્રમાણપત્રો અપાવવાનું કરીએ છીએ. ક્યાંક અધિકારી સારા છે તો ખુબ જ સરળતાથી કામ પતે છે તો ક્યાંક ધક્કા પણ ખુબ થાય છે.
અમદાવાદમાં રહેતા ઘણા પરિવારોની જાતિપ્રમાણપત્ર મેળવવા અરજી કરી હતી તેમાંથી 18

Tuesday, April 12, 2016

VSSM files 126 Applications for residential plots in Rajkot

VSSM's field co-ordinator Kanubhai with
 the community leaders
Tacking the demons that lie within …..

The city of Rajkot has huge concentration of Marwari Devipujak (Bavari) community. The families stay in ghettos with as many as 12-15 members staying in a 10 X10 feet shanty. Elder parents, sons and daughter-in-laws, daughters and son-in-laws and children all stay in these wall less houses that have sarees or bedsheets to form make-shift partitions to guard privacy. It was important that these families receive plots to build however small yet  seperate houses. Since past 2 years VSSM’s Kanubhai has been working hard to ensure these nomadic families receive residential plots. The conditions under which they currently survive are absolutely inhospitable and inhumane. Consequent to the appeals made by Kanubhai the district Collector asked him to submit applications for these families.  

Filed Housing Plots Applications
To our utter surprise, the moment we initiated the task of filing applications the thus far dormant community leaders suddenly became active, asking the community members for money to be given to the officials to get the task done!! They went to the extent of demanding money to begin the process of filling up the form!! The entire episode was quite a revelation as it was totally opposite to the way VSSM functioned. Kanubhai had to convince everyone there was no money to be given to anyone and even called in the local authorities to give an explanation of how the applications will be handled.

It has taken Kanubhai one and a half years to make the families understand that no money has to change hands for filing and sanctioning the applications. On grasping what Kanubhai was trying to convey the Marwari Devipujak families shunned away their own community leaders who until now had formed the toxic habit of indulging in corruption. After the resolving of all the issues Kanubhai could manage to file applications for 126 families. 

The emergence of such situations requires the VSSM team members to fight the demons and corrupt mindsets  (individuals with vested interests) that lie within the nomadic communities. Work done without money or their inclusion somewhere indicates the loosening of their hold on their own ignorant community members and  that is what the community leaders do not want to happen. When we come across such situations  it makes us realise how distant our destination is for the journey we have embarked upon…..The fact that VSSM has a strong, determined and  dedicated team to tackle any untoward situation gives a great solace and assurance that ‘we shall overcome…'


રાજકોટમાં મારવાડી દેવીપૂજક(બાવરી) સમાજની વસતિ ઘણી વધારે છે. દસ બાય દસના ઝૂંપડામાં એક સાથે 12 થી 15 વ્યક્તિઓનો પરિવાર રહે. જેમાં મા-બાપ, દીકરા-વહુ, દીકરી જમાઈ બાળકો બધા જ આવી જાય. આમ તો એક છાપરાંમાં આટલા બધા લોકો? ચાલે તોય ભટકાય એવી હાલત હોય. રાતના તો ચાદરોની આડાશો કરીને પ્રાઈવસી કરનારા આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે અત્યંત જરૃરી હતું. vssmના કાર્યકર કનુભાઈ આ પરિવારો સાથે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. તદન અમાનવીય સ્થિતિમાં રહેતા આ પરિવારોને રહેણાંક અર્થે જગ્યા મળે તે માટે સંસ્થાના માધ્યથી તેમણે અરજી કરી અને કલેકટર શ્રીએ આ પરિવારોની દરખાસ્ત જમા કરાવવા ક્હયું.
દરખાસ્તનું કામ આરંભ્યું કે, અત્યાર સુધી સુસુત્પ અવસ્થામાં રહેલા આ સમુદાયના આગેવાનો કાર્યરત થયા અને પૈસાનો જુગાડ શરૃ થયો. અધિકારીને આટલા પૈસા આપવા પડશે તમે આપો તો જ દરખાસ્ત કરીશું નહીં તો નહીં. vssmની કાર્ય પદ્ધતિથી તદન વિપરીત સ્થિતિ અમારી સામે આવી પડી. કનુભાઈએ સૌને સમજાવ્યા અને એક પણ રૃપિયા વગર કામ થશે તેવી બાંયેધરી આપી. જરૃર પડે અધિકારી સાથે વાત કરાવી. પણ વહીવટીતંત્રની જેમ સામાજિક સ્તરે ઘુસી ગયેલા ભ્રષ્ટાચારને આમ સરળતાથી નાથી શકાય તેવો ક્યાં હતો. દોઢ વર્ષની મહેનત પછી સૌ સમજ્યા અને પૈસાના જોરે વહીવટ કરનારાને મારવાડી સમાજે જ પોતાનાથી દુર કર્યા. તે પછી કનુભાઈએ 126 પરિવારોની દરખાસ્ત મામલતદાર કચેરીમાં જમા કરાવી.
ભ્રષ્ટાચારનો ભોરીંગ જાતિગત માળખામાં એવો ઘુસી ગયો છે કે એના સામે પણ એક અલગ પ્રકારે બાથ ભીડવાનું સંસ્થાના કાર્યકરોએ કરવાનું થાય છે. પોતાના સ્વાર્થ ખાતર સમાજની જુની ઘરેડને જ પકડીને આગળ વધારે રાખવાનું નાતના આગેવાનો કરે રાખ્યે છે અને એ પણ ખાલી 500 કે 1000 રપિયા માટે થઈને. ખેર આ બધુ જોઉ છુ ત્યારે લાગે છે કે, vssmએ હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. બહારના પરિબળોની સાથે સાથે આંતરીક પરિબળો સામે પણ લડવાનું છે. તેને બદલાવવાના છે.. આ બધુ થશે તેવી અમને આશા છે vssmની ટીમ એવી મજબૂત છે એટલે બધુ પાર પડશે...
ફોટોમાં દરખાસ્ત તૈયાર કરતા પહેલાં આગેવાનો સાથે vssmના કાર્યકર કનુભાઈ અને જમા કરાવેલી દરખાસ્ત