Friday, January 22, 2016

VSSM helps Nomads avail Voter Cards - Government went to field

On receiving the Voter Cards, now we are frequently being visited by local politicians and bureaucrats in our settlements whenever elections come…

the team of five members can be seen executing
the field survey in the Ghanteshwar NT – DNT
settlement.
Whenever Nomads appeal to help avail Voter Cards, a few general questions they would come up with, what purpose does it (Voter Card) serve you except your proof of identity?; Nobody has ever thought for your well-being or upliftment since now, do you still feel like voting?

The Election commission has first time introduced NOTA (None of the Above) option for voters if they do not have option for their choice of preference. Has any of you used that option anyway?  Casting a vote is a usual phenomenon for all of us however, so far as nomads are concerned, this is the first generation that is using their right to vote since past few elections. I could not hold my curiosity to know their opinions and asked them these questions.

And we have come up with this reply, “It is undoubtedly important for us to prove our identity. Although the more important thing that has occurred is now that we have got Voter Card “ked”, we are frequently being visited by local politicians and bureaucrats in our settlements whenever elections come. And secondly, believe it or not, it is undoubtedly in their hands to settle down our families and they would not have come if we wouldn’t have this voting power.”

How discreetly these families have understood the selfish business. Anyway, replying to the last question regarding NOTA, they said, “Ideally, NOTA should be our choice of option and we were following that notion only until we met VSSM representative as nobody cared for us. When we talked our heart to VSSM representative he said, “It is valid to express your dejection by pressing the ‘None of the Above’ Button but it is not going to make any difference as the candidature of the election contender does not get cancelled. Thus, we now choose to select the candidate who assures to stand for our well-being. If he wins the election, we could at least talk our problems to him.”
Although, not all people carry such wisdom, there are people who understand the diplomacy running around them and also play their part in.

In this game of identity, VSSM plays the role of advocating for the Voting right of Nomadic and De-Notified Tribes communities hoping that the volume of the Voter Cards of these communities could speak out the endless suffering and draw some attention of the political parties.
Recently, one of our staff submitted Voter ID Card Applications of 186 adults living in Ghanteshwar region of Rajkot. In fact, it can also be said that these many individuals are living in Ghanteshwar who do not have Voter Cards. Our staff member Kanubhai Bajaniya and Harshdbhai Vyas handed over the applications of these people to the Mamlatdar. They have also asked for a field survey to be conducted by BLO in their settlement for those who have no proof of their residence. The Mamlatdar has formed a team of six members including Deputy Mamlatdar and BLO for executing the field level survey.
In photo the team of six members can be seen executing the field survey in the Ghanteshwar NT – DNT settlement.

જ્યારથી મતદારકેડ મળ્યું છે ત્યારથી ચુંટણી ટાણે નેતા અને બીજા વગદારો અમારા ઝુંપડે આંટા દેતા થઇ ગ્યા છે.
વિચરતી અને વિમુક્ત જાતિના મતદારકાર્ડ વિહોણા લોકો વારંવાર મતદારકાર્ડ મળે એ માટે મદદરૂપ થવાનું કહે ત્યારે કેટલાંકને સાહજિક રીતે જ પુછાતો પ્રશ્ન, તમને મતદારકાર્ડ તમારી ઓળખના આધાર સિવાય બીજા કોઈ કામમાં આવે? આજ સુધી તમારા ઉત્કર્ષ માટે કોઈએ કશું વિચાર્યું નથી છતાં તમને મત આપવાનું મન થાય છે?

તો જેમને મતદાર કાર્ડ મળ્યાં છે એવાં લોકોને પણ આ વખતે ચુંટણીપંચે દાખલ કરેલો નવો વિકલ્પ એક પણ ઉમેદવારને મત નહિ વાળું દબાણ બટન કોઈએ દબાવ્યું ખરું? આમ તો મત કોને આપ્યો એ આખી વિગત ખાનગી છે પણ આ સમુદાયના લોકોની પહેલી પેઢી છે જે છેલ્લી બે – ચાર ચુંટણીથી મત આપી રહી છે એટલે એમનાં મનની જીજ્ઞાશા જાણવાની ઈચ્છા રોકી ના શકાઈ અને આ પ્રશ્ન પૂછ્યો.
અમને જે જવાબ મળ્યાં, ‘ઓળખપત્ર અમે કોણ છીએ એ સાબિત કરવા માટે મહત્વનું છે પણ એનાથીયે વધારે જ્યારથી કેડ મળ્યું છે ત્યારથી ચુંટણી ટાણે નેતા અને બીજા વગદારો અમારા ઝુંપડે આંટા દેતા થઇ ગ્યા છે. બીજું આપણે માનીએ કે ના માનીએ અમારું ઠેકાણું કરી દેવાનું એમનાં હાથમાં જ છે અને એ મત વગર અમારી ભાળ કાઢવાના નોતા.’
સ્વાર્થકારણ કેટલું સરળતાથી આ પરિવારો સમજી ગયાં છે. ખેર છેલ્લા પ્રશ્નમાં કોઈને મત નહીમાં એમણે કહ્યું, ‘આમ તો અમારે એજ બટન દાબવું જોઈએ. આજ લગી કોઈએ અમારું ભલું વોચ્યું નહિ પણ પછી vssm ના કાર્યકરો સાથે વાત કરી તો એમણે કહ્યું, તમે કોઈ નહીનું બટન દબાવો એ તમારી નારાજગી પણ એનાથી ચુંટણીમાં ઉભેલા ઉમેદવારની ઉમેદવારી કેન્સલ થતી નથી. એટલે પછી જે ઉભાં છે એમાંથી જે અમારી પાહે આવીને અમારી પડખે ઉભવાની ખાતરી આપે એને મત આપવાનું ઠીક લાગ્યું. જો એ જીતી જાય તો એની પાહે કમસેકમ અમારી વાત તો મૂકી હકીયે.’
જોકે બધા આવી સમજણથી વાત કરે છે એમ નથી કેટલાંક છે જે હવે આ દ્વિ રંગી દુનિયાને સમજવા માંડ્યા છે.
vssm પણ દરેક વિચરતી અને વિમુક્ત જાતિના મતદારકાર્ડ વિહોણાને કાર્ડ મળે એ માટે કોશિશ કરે છે કદાચ એ દરેક પાસે કાર્ડ જોઇને એમના પ્રશ્નો સંદર્ભે રાજકીય પક્ષો ગંભીરતાથી વિચારતા થાય.
રાજકોટના ઘંટેશ્વરમાં ૧૮૬ પુખ્તવયના લોકોના મતદારકાર્ડ માટેના ફોર્મ ભર્યા. આમ તો ઘંટેશ્વરમાં આટલાં બધા લોકો હતાં કે જેમની પાસે કાર્ડ નહોતાં. vssmના કાર્યકર કનુભાઈ અને હર્ષદે આ વ્યક્તિઓના મતદારકાર્ડ માટેના ફોર્મ ભરીને મામલતદારને આપ્યાં. સાથે સાથે પુરાવા વગરના વ્યક્તિઓ માટે રાત્રી દરમ્યાન એમના રહેઠાણની જગ્યાએ BLOએ જઈને રોજકામ કરવાનું છે એની પણ વાત કરી. મામલતદાર શ્રીએ નાયબ મામલતદાર અને BLO સહિત છ અધિકારીની ટીમ રોજકામ માટે મોકલી જે ફોટોમાં જોઈ શકાય છે.

The nomadic communities speak on their issues in a Gram Sabha…..

 the community members talking about their issues
before the Gram Sabha..

The docile and timid nomadic communities have always been scared of demanding their entitlements. Since they aren’t a part of any revenue village no one pays heed to their welfare needs. The Panchayati Raj system means that the decisions pertaining to the development of the villages are collectively taken by the Gram Sabha and Panchayat. But when does the Gram Sabha meet, how can we speak in the Gram Sabha, what if we are hackled out from the village when we talk about our needs?? All such fears and concerns have kept the nomadic families away from the Gram Sabhas. Most of the times these communities aren’t aware when the Gram Sabha’s meet, hence the question of their presence in such important meets just does not arise!!!


However, the scenario  is changing gradually. VSSM has been education these communities towards their entitlements and their right to lead a dignified life. There was a time when these communities would come before the authorities with folded hands and beg for their entitlements. We are witness to communities leaders saying sorry with folded hands and declaring before the collector that ‘we do not need anything, no rations cards, no plots!!” But our continued interaction with these communities have instilled in them the confidence needed to tackle the issues they face.

Recently the Meer, Gadaliya, Nathbawa and Devipujak families of Diyodar  created a commotion in the  Gram Sabha organised in their village. The demand was for the much awaited residential plots. The changing scenario is giving us hope that these families will be able to fight their own battles so what if they need to knock the doors of the authorities,  today they are able enough to do it on their own. However, the ideal condition would be “them getting the things they deserve without demanding and campaigning  before the government for it…..

vssmની સતત મહેનતથી વિચરતા સમુદાયો હવે પોતાના અધિકારો માટે ગ્રામસભામાં બોલતાં થયા.



વિચરતી જાતિ ગામનો હિસ્સો ના હોવાના કારણે એમની વાત સાંભળવાનું, એમના અધિકારની વાત કરવાનું ગામમાં કે પંચાયતમાં થાય નહિ. પંચાયતી રાજ વ્યવસ્થાને કારણે ગામમાં વિકાસના કામો ગ્રામસભા અને પંચાયત દ્વારા થયા. પણ ગ્રામસભા ક્યારે થાય? વળી એમાં આપણાથી બોલાય? આપણા પ્રશ્નોની રજૂઆત કરીશું અને ગામના લોકો કાઢી મુકશે તો? એવા કેટલાંય ભય આ વિચરતી અને વિમુક્ત જાતિને લાગે એટલે એ ક્યારેય પંચાયતમાં કે ગ્રામસભામાં જાય નહિ. જો કે એ વાત જુદી છે કે એને ગ્રામસભા ક્યારે ભરાય છે એની જાણ પણ નથી.

આ પરિવારો પોતાના પ્રશ્નોની રજૂઆત કરતાં થાય એ માટે vssm ટીમ કોશિશ કરે છે. જો કે કામ શરુ કર્યું એ વર્ષો કરતાં આજની સ્થિતિ ઘણી બદલાઈ છે. એ વખતે તો અમારી સાથે પણ પંચાયત ઘરમાં દાખલ થતાં એ લોકો ડરતાં. કલેકટરની પાસે બે હાથ જોડીને અમારે કશું નથી જોઈતું એમ કહીને બહાર નીકળી ગયેલાં આ સમુદાયના આગેવાનો યાદ છે.

પણ vssm દ્વારા સતત આ પરિવારોના પ્રશ્નો સંદર્ભે લાગ્યા રહેવાના કારણે આજે સ્થિતિ બદલાઈ છે હવે એ બોલતા થયા છે. બનાસકાંઠાના દિયોદરમાં મીર, ગાડલિયા, નાથબાવા અને દેવીપૂજક પરિવારોએ રીતસર હમણાં ભરાયેલી ગ્રામસભા માથે લીધી અને પોતાને રહેણાંક અર્થે પ્લોટ આપવા વિનંતી કરી હતી.
ચિત્ર બદલાયું ગમ્યું. પોતાના અધિકારની વાત કરવા પંચાયત સુધી પહોચેલા આ પરિવારો તાલુકા, જીલ્લા અને તોય કોઈ ના સાંભળે તો સચિવાલય થી લઈને સંસદ સુધી પહોચે એવી આશા રાખીએ. જોકે બીજી આશા એવી પણ છે કે છેક સચિવાલય કે સંસદ સુધી એમને લાંબા ના થવું પડે એ પહેલાં જ એમની પ્રાથમિક જરૂરિયાતો સરકાર પૂરી કરે.

ફોટોમાં ગ્રામસભામાં પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો જોઈ શકાય છે.

Thursday, January 21, 2016

Efforts by VSSM enable Bharthari families receive caste certificates…

Nomadic communities with their recently
acquired caste certificates. 
VSSM had to approach the Chief Minister of Gujarat for the allotment of residential plots to 12 Bharthari families belonging to Vijapur. After communicating the issue with the Chief Minster, the matter gathered momentum. The local officials asked  us to prepare the applications and Tohid worked rigorously to ensure that all the required processes were completed. However these applications needed one very important document and that is the caste certificate. Acquiring any of the entitlement documents is an uphill task for the marginalised and poor nomadic families. However,  the most challenging amongst  these is acquiring the caste certificate, a document that is essential if one had to access some of the government welfare schemes. Mamlatdar Shri. Tank extended support and issued caste certificate to 12 Bharthari families on priority basis. We are hopeful that the families will also receive the residential plots very soon. 

We are thankful to Vijapur Mamlatdar Shri. Dalpatbhai Tank for his support to the cause of nomadic communities. 

In the pic - Nomadic communities with their recently acquired caste certificates. 

vssmની મદદથી ભરથરી પરિવારોને જતી પ્રમાણપત્ર મળ્યા
વિજાપુરમાં રહેતાં ૧૨ ભરથરી પરિવારોએ રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટેની મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆત પછી. સ્થાનિક તંત્ર દ્વારા આ પરિવારોની ઝડપથી દરખાસ્ત તૈયાર કરીને જમા કરાવવાનું vssmના કાર્યકર તોહીદ દ્વારા કરવામાં આવ્યું. જેમાં ભરથરી પરિવારો વિચરતી જાતિના હોવાનું જાતિ પ્રમાણપત્ર ખુબ અગત્યનું હતું. મામલતદાર શ્રી ટાંકની મદદ્થી ૧૨ પરિવારોના જાતિ પ્રમાણપત્ર તત્કાલ નીકળ્યા અને એમની દરખાસ્ત જમા થઇ ગઈ. એમને જમીન મળવાનો હુકમ ઝડપથી થશે એવી આશા છે. 

વિજાપુર મામલતદાર શ્રી દલપત ટાંક વિચરતી જાતિના કામમાં જે રીતે મદદરૂપ થઇ રહ્યા છે એ માટે અમે સૌ એમનાં આભારી છીએ. 

ફોટોમાં મામલતદાર શ્રી દ્વારા મળેલાં જાતિ પ્રમાણપત્ર સાથે ભરથરી પરિવારો.