Monday, December 21, 2020

VSSM files applications for obtaining residential plots for nomadic families...

Mittal Patel meets homeless nomadic families of kheda

“We have been staying at Hanuman Tekra on the banks of Vatrak river for years. Of course, this is government land devoid of any basic facilities. The constant fear of being asked to move from the land constantly lingers. Ben, can’t we get some land to build  a permanent house.”

Ranchodbhai Bajaniya was speaking for 24 families living on Hanuman Tekra. A similar request was also made by families living opposite Kheda police station. The families living in extremely poor conditions wander to neighbouring regions for work. 

“Everything around us has developed and moved ahead but we are at the same position,” says Rameshbhai Vansfoda.

The families need a permanent address. A place they can call their own.

VSSM’s Rajnibhai has prepared the applications for these families and submitted it to the concerned department.

Our Chief Minister Shri Vijaybhai Rupani wants to ensure that every homeless family gets a residential plot as soon as possible. Similar sentiments are also shared by Shri Ishwarbhai Parmar, Minister for Social Justice and Empowerment. He has ensured that the families do not face challenges with regards documents like caste certificate etc.

In short, the combined efforts will ensure the fulfilment of our Prime Minister’s pledge to provide a home to all homeless by the end of 2022.  The forces are working for the marginalised. Hopefully, these Bajaniya families of Kheda will soon receive residential plots.

'વર્ષોથી ખેડામાં વાત્રક નદીના પટ પાસે, હનુમાન ટેકરા પર અમે રહીએ.. અહીંયા નથી ટોયલેટ કે નથી અન્ય સુવિધાઓ.. સરકારી જમીન પર રહીએ. કાલે કોઈ ખાલી કરાવી નાખશે નો ભય સતત રહ્યા કરે. તે હેં બેન અમને રહેવા કાયમી જગ્યા ન મળે?'

રણછોડભાઈ બજાણિયાએ ટેકરા પર રહેતા 24 પરિવારો વતી અમને રજૂઆત કરી. આવી જ રજૂઆત ખેડા પોલીસસ્ટેશન સામે રહેતા 16 વાંસફોડા પરિવારોએ પણ કરી..

ખૂબ કપરી સ્થિતિમાં જીવતા આ પરિવારો વર્ષોથી આ જગ્યા પર રહે ને કામ ધંધા માટે આજુ બાજુના વિસ્તારમાં વિચરણ કરે. 

રમેશભાઈ વાંસફોડા કહે, શહેર વિકસી ગયું પણ અમે જ્યાં છીએ ત્યાંના ત્યાં જ રહ્યા.આ પરિવારોને પોતાનું કાયમી સરનામુ જોઈએ. જ્યાંથી કોઈ એમને ખસેડી ન શકે. 

અમારા કાર્યકર રજનીભાઈએ આ પરિવારોની પ્લોટની માંગણીની અરજી તૈયાર કરીને કચેરીમાં આપી દીધી છે.

આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીની લાગણી આવા તમામ પરિવારોને પોતાનું સરનામુ ઝટ મળે તે માટેની છે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ તરીકે શ્રી ઈશ્વરભાઈ પરમાર પણ જાતિ પ્રમાણપત્રને અન્ય બાબતમાં આ વંચિત પરિવારોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખે છે. 

ટૂંકમાં સૌની સંવેદના અને 2022 સુધીમાં ઘરવિહોણા તમામ પરિવારોને ઘર આપવાનું આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન..

બધુયે વંચિતોની તરફેણમાં... એટલે ખેડામાં રહેતા બજાણિયા અને વાંસફોડા પરિવારોને પણ ઝટ પ્લોટ ફળવાય તેવી આશા રાખીએ.

#vssm #MittalPatel #home

#nomadicfamilies #housing

#kheda #Gujarat #housing

#government #GujaratGoverment



Nomadic families discusses their issues with Mittal Patel

The current living condition of nomadic families

The current living condition of nomadic families