Tuesday, May 31, 2022

With the support from our well-wishers & community members, VSSM planted more than 5000 trees at Ludra’s Thakor community crematorium...

Mittal Patel visits Ludra tree plantation site 

“Ben, we believe in actions, not just words. When you had first visited this crematorium to discuss the tree plantation drive, you had apprehensions if we would have the same enthusiasm in raising the trees as much as we had in planting them. And we had requested you to trust us with it. Now tell us if we have been able to uphold that trust?”

Chandubhai from Banaskantha’s Ludra village asks us. Chandubhai is now the Sarpanch of Ludra, but when we began the plantation drive, he was a very enthusiastic local leader. 

With the support from Estral Pipes and Mumbai based Tusharbhai – Jyotiben, we planted more than 5000 trees at Ludra’s Thakor community crematorium.

It has been more than nine months, and as seen in the image these  trees are flourishing well. The back-breaking effort by Vriksh Mitr – Balvant Kaka and the personal attention of the community leaders have helped the trees to  grow well.

Even the Thakor community of Ludra has paid personal attention to keeping the plantation site clean and weed-free to help the trees grow well.

Along with bringing saplings and planting them, VSSM supports the remuneration of Vriksh Mitra and makes arrangements for drip irrigation. It also bears occasional expenses of pesticides etc. At the same time, the onus of clearing the site remains on the community.

Our team consisting of Naranbhai, Maheshbhai and Hareshbhai work very hard to ensure the trees are looked after, and it is their efforts that have helped helps bring success to such actions. 

These woodlands result from the partnership between VSSM and communities; imagine the number of forests we would be able to create if the also government joins in. We are working towards roping the support of  Banaskantha government and administration. We are on our way to finding some success with it. Hopefully, soon we shall have some successful outcomes from our combined efforts.

'બેન ખાલી વાતો નહીં અમે કરી બતાવવામાં માનીએ... તમે પહેલીવાર અમારા સ્મશાનમાં આવેલા અને  એ વખતે  વૃક્ષ ઉછેર બાબતે વાત  થઈ હતી ત્યારે તમે કહેલું કે, હાલ ઉત્સાહ બતાવો છો પણ એવો ઉત્સાહ વૃક્ષ વાવ્યા પછી એની જાણવણીમાં બતાવશો? અને અમે બધાએ હા પાડી અમારામાં વિશ્વાસ મુકવા કહેલું. તો આજે હવે ક્યો તમારો વિશ્વાસ અમે જાળવ્યો કે નહીં?'

બનાસકાંઠાના લુદ્રાગામના સરપંચ જો કે સરપંચ અમે ગ્રામવન ઊભુ કર્યા  પછી બન્યા એવા ચંદુભાઈએ કહ્યું..

ઠાકોર સમાજની સ્મશાનભૂમીમાં અમે એસ્ટ્રલ પાઈપ અને મુંબઈમાં રહેતા તુષારભાઈ - જ્યોતીબહેનની મદદથી 5000થી વધુવૃક્ષો વાવ્યા... 

આમ તો વૃક્ષ વાવે નવેક મહિનાનો સમય થયો હશે પણ વાવેલા બધા કેવા સરસ ઉછર્યા એ ફોટોમાં જોઈ શકાય છે.       

વૃક્ષમિત્ર  તરીકે કાર્ય કરતા બળવંતકાકાએ  કરેલી કાળી મજૂરી આપણને દેખાય. એમની મહેનતના લીધે અને ઠાકોર સમાજના આગેવાનોની દેખરેખના લીધે વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે.

વૃક્ષો વાવ્યા પછી વર્ષમાં ત્રણ થી ચાર વાર વૃક્ષોની વચ્ચેની જગ્યામાં સરસ ખેડ થાય તો વૃક્ષોનો ઉછેર સારો થાય.. લુદ્રાગામની આ સ્મશાનભૂમી જેમની છે તે લોકોએ સાથે મળીને  સફાઈનું બરાબર ધ્યાન રાખ્યું.

અમે વૃક્ષમિત્રને પગાર આપીએ. સાથે પાણી માટે ડ્રીપની વ્યવસ્થા કરીએ.  એ ઉપરાંત નાનો  મોટો ખર્ચ દવાઓ વગેરે કરવાનો કરીએ. હા વૃક્ષો લાવી વાવવાનું અમે કર્યું. ગામે સ્મશાનમાંથી ગાંડો બાવળ કાઢ્યો...

વૃક્ષ ઉછેર  માટે સતત મથતી અમારી ટીમ નારણભાઈ,મહેશભાઈ અને હરેશભાઈની પણ આ બધામાં જબરી મહેનત.. તેમની સતત દેખરેખથી આ બધુ સફળ પાર પડ્યું. 

આમ ગામની સહભાગીથી અમે આ કર્યું. આ કાર્યમાં સરકાર પણ જોડાય તો ગામે ગામ સરસ જંગલો ઊભા થઈ જાય... સરકાર ખાસ તો  બનાસકાંઠાનું વહીવટીતંત્ર અને વન વિભાગ અમારી સાથે જોડાય તેવા પ્રયત્નો છે અને એ પ્રયત્નો સફળ પણ થઈ રહ્યા છે..આગામી દિવસો આ પ્રયત્નોના સફળ પરિણામો પણ જોઈ શકીશું...     

તમારા ગામમાં અમારી અને તમારી સહભાગીતા સાથે વૃક્ષો ઉછેરવા હોય તો સંપર્ક ચોક્કસ કરજો. નારણભાઈ-  9099936035     

#MittalPatel #vssm




Ludra tree plantation site

Tress are flourishing well with the breaking effort by Vriksh 
Mitr

The personal attention of the community leaders
 have helped the trees to grow well.



 

Sunday, May 29, 2022

The once homeless and address less nomadic families are beginning to receive identity...

Mittal Patel gives caste certificate to nomadic families


“What are you holding in your hand?”

“Paper”

“What is that paper for?”

“That we do not know!”

That was my interaction with the very innocent Gadaliya families of Rajkot’s Moviya village.

The Gadaliya families practice the traditional occupation of selling oxen, for which they are required to wander across Saurashtra. They do stay in Moviya village but not for a prolonged period. As a result, they do not have any documents to prove their identity. In the beginning,  we helped them acquire voter id cards by collaborating with panchayat and local leaders. Once the voter id cards were obtained, we worked towards obtaining other documents. 

VSSM’s Kanubhai and Chayabahen tried convincing the families to make their base in Moviya village, then only it would be easy to get the documents and identity proofs processed. Once they settle here, each family can file for a residential plot and eventually build a house over it.

After a lot of convincing, the families agreed to stay in Moviya. VSSM helped them acquire caste certificates to access the welfare schemes by the government.

The once homeless and address less nomadic families are beginning to receive identity. There is, amongst them, a growing desire to lead a settled life, one that will allow their children to receive education and flourish. 

The administration of Rajkot has undertaken the task of providing them with residential plots; hopefully, they will be done with it soon.

The shared image reflects the current living condition of these families.

'તમારા હાથમાં આ  શું આપ્યું છે?'

'કાગળિયું...'

'શાનું કાગળિયું?'

'એની અમને કાંઈ ખબર નો  પડે...'

રાજકોટના ગોંડલના મોવિયાગામના સાવ ભોળા અને નિર્દોષ ગાડલિયા પરિવારોએ આ કહ્યું. વાત જાણે એમ હતી... આ ગાડલિયા પરિવારો બળદો વેચવાનું કામ કરે અને એ માટે સૌરાષ્ટ્ર આખુ ભમે.  મોવિયામાં રહે વર્ષોથી પણ ઠરી ઠામ ન થાય. એટલે ઓળખના આધારો એમની પાસે ન મળે..   

અમે સ્થાનીક આગેવાનો અને પંચાયત સાથે મળી પ્રથમ મતદારકાર્ડ કઢાવી આપ્યા. પછી અન્ય દસ્તાવજો કઢાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી... 

અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન આ પરિવારોને હવે મોવિયા સ્થિર રહેવા સમજાવે જેથી અહીંયાના તમામ આધાર પુરાવા બની જાય અને પછી તેમની મનછા પ્રમાણે રહેવા  પ્લોટ મળે ને એના  ઉપર ઘર પણ બંધાય.

ઘણી સમજાવટ પછી કેટલાક પરિવારો રહ્યા. જેમને જાતિ પ્રમાણપત્ર અમે કઢાવી આપ્યા જેથી અન્ય કલ્યાણકારી યોજનાઓની એ મદદ મેળવી શકે. 

સરનામા વિનાના આ માનવીઓને હવે ઓળખ  મળવા માંડી છે.  હવે તેમની ઈચ્છા સ્થિર જીવનની. સ્થિરતા આવશે તો બાળકો પણ ભણશે...

રાજકોટ વહીવટીતંત્રએ પણ આ બધા પરિવારોને રહેવા સત્વરે પ્લોટ ફાળવી આપવાની કામગીરી હાથ ધરી છે આશા રાખીએ  આ કાર્ય  સત્વરે પાર પડે. 

હાલમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં...




VSSM co-ordinator gives caste certificate to nomadic families

VSSM co-ordinator gives caste certificate to nomadic families

Mittal Patel meets nomadic families of movaiya village

The current living condition of nomadic families


The partnership between the government and VSSM resulted in such a massive accomplishment....

Mittal Patel with government officials handed over
document to nomadic families

Recently at a public event hosted by VSSM, 970 families received residential plots, while more than 9000 individuals were linked to various government schemes under the government's Sewa-Setu program. Ten thousand families from one district received various government benefits on a single day. Surprising, right?

This happened in Banaskatha, thanks to its compassionate administrative team led by District Collector Shri Anandbhai Patel and DDO Shri Swapnil Khare. VSSM's hard-working team joined hands with the district administration officials to make these aspirations a reality. 

"We will not rest with these numbers; we will soon host another  Sewa-Setu program and break this record," Anandbhai tells me when I express joy and gratitude at this massive accomplishment. 

For the first time in the history of nomadic and de-notified communities, such a vast number of people received help on a single day.

 And we are grateful to the administration of Banaskantha for making that happen.

VSSM also thanks to Chief Minister Shri Bhupendrabhai Patel for providing the necessary support and strength to the local administration and VSSM team to continue persevering for the rights of these communities. 

I have always mentioned that if the political and administrative machinery shows their resolve, the condition poor can rapidly improve. And it was this resolve that resulted in such massive numbers. The administration was gearing up for the upcoming event where the Chief Minister Shri Bhupendrabhai Patel, Shri Pradipbhai Parmar, Minister for Social Justice and Empowerment, Shri Kirtisinh Vaghela, State Education Minister and other ministers and office bearers were to grace the occasion of house warming ceremony for 90 nomadic families and inaugurate the newly constructed Smt Virabahen Meghjibhai Shah (Chandariya) hostel for the children of nomadic and marginalised communities. The official machinery was gearing up to finish specific tasks before the event, and they could accomplish such huge numbers.

Suppose the district administration of every district resolves. In that case, we will not have a single deserving family living without a caste certificate, income certificate, health cards, E-Shram Card, voters ID card, ration card, widow or elderly pensions, handicap pensions, a bank account and many more government schemes designed and launched for the benefit of the poor. The primary objective of the Sewa-Setu initiative is to iron off the administrative requirements. That is possible only when the accountable official is present at the program and clears the required documents on the same day. How amazing would that be

The issuance of required documents and authorisation for accessing the benefits of schemes should happen from the panchayat level. There should be necessary checks if the authorities fear discrepancies. Only then would the pressure on block and district level government offices decrease, and the people in need would be able to access the benefits with ease.

When the Banaskantha administration announced the Sewa-Setu program, the VSSM team members reached the settlements and brought the individuals who did not have the required documents to the office. The partnership between the government and VSSM resulted in such a massive accomplishment.

Many still await the documents, and VSSM will continue to work with the administration to ensure they are issued.

Once again, thank you to all of you for supporting VSSM through thick and thin.

970 ઉપરાંત પરિવારોને પ્લોટ અને સેવાસેતુ કાર્યક્રમ થકી એક જ દિવસમાં 9000 થી વધુ લોકોને વિવિધ સરકારી યોજનાઓની મદદ આમ 10,000 લોકોને મદદ એ પણ એક જ જિલ્લામાં. સાંભળીને નવાઈ લાગે ને? પણ આ કાર્ય થયું છે.. 


વાત છે બનાસકાંઠાની અને બનાસકાંઠાના સંવદેનશીલ વહીવટીતંત્રની.. કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નીલ ખરેના માર્ગદર્શન નીચે કાર્ય કરી રહેલી ટીમની...વહીવટીતંત્રની લાગણી સાથે VSSM ટીમ જોડાઈ.. ને આ કાર્ય થયું.

જ્યારે કલેક્ટર શ્રીએ આ આંકડો કહ્યો ત્યારે મે આભાર સાથે હરખ વ્યક્ત કર્યો. સાંભળીને એમણે કહ્યું, "આટલાથી સંતોષ નહીં માનીએ.. હજુ મોટો સેવાસેતુ કાર્યક્રમ કરવો છે અને આ રેકોર્ડ પણ બ્રેક કરવો છે"


વિચરતી વિમુક્ત જાતિઓના કિસ્સામાં એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને મદદ મળી હોય તેવું મે પહેલીવાર જોયું. 


આભાર બનાસકાંઠા વહીવટીતંત્રનો...


અને આ  કાર્ય કરવાનું બળ તંત્ર અને VSSM ની ટીમને જેમના થકી મળ્યું તેવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો  આભાર.. 


વાત જાણે એમ બની, બનાસકાંઠાનું નાનકડુ ગામ કાકર..  ત્યાં 90 પરિવારોના ગૃહ પ્રવેશ માટે તેમજ VSSM દ્વારા વિચરતા અને વંચિત પરિવારોના બાળકો માટે બનાવેલા  શ્રીમતી વીરાબહેન મેઘજીભાઈ શાહ(ચંદરિયા) છાત્રાલયના ઉદ્ધાટન માટે મુખ્યમંત્રી શ્રી સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમાર, શિક્ષણ મંત્રી (રાજ્યકક્ષાના) શ્રી કિર્તીસીંહજી વાઘેલા અને અન્ય મંત્રી શ્રીઓ, પદાધીકારીઓ તા.20 મેના પધારવાના હતા. બસ એ પધારે તે પહેલાં કેટલુંક કાર્ય પૂર્ણ કરવાનો તંત્રએ નિર્ધાર કર્યો ને એમાં આ કાર્યો થયા. 


દરેક જિલ્લા વહીવટી તંત્ર નિર્ધાર કરે તો જે તે જિલ્લામાં વસતા એક પણ વંચિત પરિવારો આવક - જાતિના દાખલા, આધારકાર્ડ, પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ, ઈ શ્રમયોગી કાર્ડ, રેશનકાર્ડ, મતદારકાર્ડ, બેંકમાં ખાતુ, વિધવા બહેનો કે જેમને પેન્શન નથી મળતું તે, વૃદ્ધ પેન્શન, વિકલાંગ પેન્શન વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે. આમ તો સેવાસેતુ કાર્યક્રમનો ઉદેશ્ય પણ આજ.. પણ એ માટે  જવાબદાર અધિકારીઓ કાર્યક્રમના સ્થળે હાજર રહે અને ખૂટતા દસ્તાવજો કેવી રીતે એક જ દિવસમાં બને તે કરી આપવામાં મદદ કરે તો ખરેખર અદભૂત કાર્ય થઈ જાય... 


આમ તો આ વ્યવસ્થાઓ પંચાયત સ્તરે કરવાની જરૃર... હા ડર કયાંક ખોટુ થશે નો લાગે પણ એ માટેની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ.. આ થાય તો માણસોને તાલુકા અને જિલ્લા સ્તરે ધક્કા ખાવા ન પડે...


બનાસકાંઠા વહીવટીતંત્રએ સેવાસેતુની જાહેરાત કરી અને  અમારા કાર્યકરો જે તે તાલુકાની શક્ય વસાહતોના લોકો સુધી પહોંચ્યા ને ઉપરોક્ત વિગતો જેમની પાસે નહોતી તેમાંના  શક્યને કચેરી સુધી લઈ આવ્યા.. આમ સરકાર અને VSSM ટીમના પ્રયત્નથી આવડા મોટા આંકડા સુધી પહોંચી શક્યા...

જો કે હજુ ઘણા રહી પણ ગયા.. એ બધાને પણ આગામી સમયમાં ડોક્યુમેન્ટ મળે તે માટે અમે તંત્ર સાથે રહી પ્રયત્ન કરીશું. 


ફરી ખુબ હરખ સાથે આ કાર્યમાં મદદ કરનાર અને નિમિત્ત બનનાર ઉપરોક્ત જણાવેલા સૌનો આભાર...

Nomadic communities aarived in sewa setu program
with their required documents

Mittal Patel with goverment officials at sewa setu program



Nomadic families recieved thier documents in sewa 
setu program

Nomadic girl with her aadhar card

Mittal Patel arrived at sewa setu program

Mittal Patel gives document to nomadic families

VSSM team members collecting necessary documents


VSSM team member with nomadic communities