Allahrakhabhai Dafer and his family have been residing in Shiyani village of Surendranagar’s Limdii block for past 25 years. Ironically, inspite of staying in the village for so long the villagers are unwilling to allow them to make it their official home. When the adults of this family applied for their Voter ID cards the BLO (Booth Level Officer) refused to accept the applications saying I need to take permission of the village leaders and if they say yes I will accept the applications. We decided to meet the Sarpanch and other village elders. Allahrakhabhai had lot of faith in these village leaders and why shouldn’t he, after all he and his family have been guarding the village boundaries for last 25 years. But their response pained and shocked him. ‘ The Dafer families are just boundary guards for us, they do not belong to this village of ours. If we allow the Voter ID cards to be processed from our village they will permanently settle here and we cannot allow that to happen, we don’t want them to settle in our village,’ was the reply by the village elders. He could not believe that these elders would treat him in such a manner. We reassured him and promised him to find a way out.
We made another effort to speak to the village leaders. ‘We don’t even allow the Dafer to walk through the village. While passing by if their eyes fell on a locked houses they would come and loot it in the night, they cannot be allowed to stay here for ever,’ this reply was surprising but we were not hearing it for the first time. Such is the prejudiced attitude the society holds towards Dafer.
‘So how many times has Allahrakhabhai looted the closed houses of your village, cause he has been here guarding your village for last 25 years,’ we asked. They had no reply. There was no scope for any further discussion on the matter. When it comes to guarding the boundaries the village communities search and hire the Dafer as they trust them with the job, but the same guards are believed to be looters and hence not allowed to settle in the villages anywhere. This prejudice is ancient and we wonder if at all there would be any change in it…..would such communities be able to enjoy the free and independent India..
The conditions under which these families stay are nothing but that of absolute poverty. So if they have been looting people where is all the loot money??? one wonders. For them a square meal is a luxury…..
Sukhubha of Tavi village somehow managed to convince the village leaders of Shiyani just before the Loksabha elections. The have received the Voter ID cards and have filed for Ration cards… but the fear still keeps lingering in their minds, the fear of questioned and denied the right to live in the village….
In the picture are Allahrakhabhai and other community members at the Mamlatdar’s office...
ગુજરાતીમાં અનુવાદ...
ગુજરાતીમાં અનુવાદ...
‘સમાજ કે છે કે લુંટ કરે છે પણ એમને તો બે ટંકનો આટો ભેગો કરવો અઘરો પડે છે.’
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામમાં અલ્લારખાભાઈ ડફેર અને એમનો પરિવાર રહે. છેલ્લા ૨૫ વર્ષથી આ ગામમાં જ રહેતાં હોવા છતાં ગામ લોકો એમને પોતાના ગામમાં વસાવવા તૈયાર નહિ. એ ત્યાં સુધી કે, આ પરિવારોના પુખ્તવયના લોકોની મતદારકાર્ડ માટે અરજી BLO(બુથ લેવલ ઓફિસર)ને આપવા ગયા તો એમણે કહ્યું, મારે ગામની રજા લેવી પડે અને જો ગામ હા પાડે તો જ અમે અરજી સ્વીકારીએ. અમે સરપંચ અને પંચાયતના સભ્યોને મળ્યાં. અલ્લારખાંભાઈને ગામ લોકો ઉપર ખુબ ભરોષો હતો. વર્ષોથી શિયાણી ગામની સીમનું રખોપું આ પરિવારો કરે એટલે ભરોષો હોય એ સ્વાભાવિક પણ હતું. પણ જયારે એમની સામે જ સરપંચ અને ગામના અન્ય વડીલોએ કહ્યું, ‘ડફેર પરિવારો અમારા માટે ફક્ત સીમરખા જ છે એ કંઈ અમારા ગામના નથી. એમના મતદારકાર્ડ અમારા ગામમાં કાયમ કરી દેશો તો એ અહીંના થઇ જશે અને અમારે આ લોકો અમારાં ગામમાં કાયમ નથી જોઈતા.’ અલ્લારખાંભાઈ આ સાંભળી ખુબ વિચલિત થયેલાં. એમને ભરોષો જ નહોતો પડતો કે, આ વડીલો એમની સાથે આવું કરશે. આપણે એમને હિમ્મત આપી અને કંઈ રસ્તો નીકળશે એમ કહ્યું.
એ પછી ગામના વડીલો સાથે ફરી વાત કરવાની કોશિશ કરી પણ એમણે જે કહ્યું એ આશ્ચર્ય જનક હતું. જોકે હવે આશ્ચર્ય નથી થતું. મોટા ભાગે આવું જ હોય છે, એમણે કહ્યું, ‘ડફેરને અમે ગામ વચ્ચેથી હાલવા પણ ના દઈએ. ગામમાંથી હાલે અને એમને ખબર પડે કે કોઈ ઘર બંધ છે તો રાતના એ ઘર લુંટાઈ જ જાય.. એટલે આમને કાયમ ના રખાય..’ અમે પૂછ્યું, ‘અલ્લારખાંભાઈ તો ગામમાં ૨૫ વર્ષથી રહે છે એમણે કેટલીવાર બંધ ઘરો લુંટ્યા?’ કોઈ જવાબ નહિ.. પણ અમારે આટલામાં સમજી જવાનું હતું.. સીમ રખોપા માટે ડફેરોને શોધીને લાવવાના અને એમના જેટલો ભરોષો કોઈ પર નહિ મુકનાર ગામ લોકો કાયમી વસવાટની વાત આવે એટલે તરત ના પાડે... કેટલાં વર્ષોથી આ ચાલ્યા કરે છે.. અને હજુ કેટલું ચાલશે??
ડફેર પરિવારો આઝાદ ભારતમાં રહેતાં હોવાનો અહેસાસ ક્યારે કરી શકશે.. સમાજની નજરમાં લુંટારા ગણતા આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે.. લુંટો કરીને લાખો કમાયા હોય તો આ હાલતમાં ના રહે.. અમારા ઈશ્વરબાપા(વાદી-મદારી) સાપના ખેલની સાથે સાથે હાથચાલાકીના ખેલ કરે.. કાગળમાંથી રૂ.૧૦૦, રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ ની નોટ બનાવે સૌ ખુશ થઇ તાલીઓં પાડે અને ઈશ્વરબાપા સૌનું અભિવાદન ઝીલે અને પોતાની વાત કરે, ‘સાહેબ આવી નોટો તો ઘણી બને છે પણ બે ટંકનો આટો(લોટ) ભેગો કરવાની તકલીફ છે.’ આવું જ ડફેરનું છે સમાજ કહે છે કે, ‘લુંટ કરે છે પણ એમને પણ બે ટંકનો આટો ભેગો કરવો અઘરો પડે છે.
લોકસભાની ચૂંટણી પહેલાં શિયાણી ગામના લોકોને સમજાવવામાં તાવી ગામના સુખુભા નિમિત બન્યા અને આ પરિવારોને મતદાર કાર્ડ મળ્યા. મતદારકાર્ડના આધારે રેશનકાર્ડ માટેની અરજી આ પરિવારોની કરી દીધી છે. મામલતદાર કચેરીમાં અરજી આપવા અલ્લારખાંભાઈ અને અન્ય ડફેર ભાઇઓ આવ્યાં. એક બાજુ ખુશી છે પણ વળી પાછું શિયાણી ગામનું કોઈ જોઈ ના જાય એનો ડર પણ છે..(રખેને ગામના કોઈ જશે તો રેશનકાર્ડની ના પાડી દેશે) પોતાની ઓળખના આધારો મેળવવા કેટલું વેઠવાનું?? ફોટોમાં મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની અરજી સાથે અલ્લારખાંભાઈ અને અન્ય ડફેરભાઇઓ..