Wednesday, February 05, 2014

Our Shining Stars

Last year we had shared with you the story of Suraj, a student with our Doliya Girls Hostel. She had won an inter school singing competition by coming first amongst children of 128 schools. This year too Shakir and Savan ours boys from  Vatsalya Boys Hostel have made us proud by coming first in at the district level inter school competitions. 7  years old Shakir won the writing competition whereas 11 years old Savan  Bajaniya won the singing contest. 

Shakir and his younger sister were left at an orphanage by their parents after they decided to dissolve their marriage and marry other partners. When Shakir’s maternal grandparents came to know about it they rushed to the orphanage to bring them back. The physical and economical limitations of this ageing couple prevented them to take required care of this kids. Shakir’s grandpa enrolled him to Vatsalya Hostel. His younger sister who is 4 years old and too young to stay in the hostel will join it once she is a bit grown up. 

Savan’s father is a mason and dreams of educating Savan all the way and provide him better earning options. 

The opportunities such educational facilities provide are incomparable. Apart from providing the care and nurturing,  they are helping these kids realise their true potential and achieve their aspirations. 

ગુજરાતીમાં અનુવાદ નીચે મુજબ છે...

૭ વર્ષનો શકીર અને ૧૧ વર્ષનો સાવન ‘શ્રી રાજ્શોભા સત્સંગ મંડળ સાયલા’ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણમાં આયોજિત લેખન અને ગાયકી સ્પર્ધામાં ૧૨૮ શાળાઓ
માં પ્રથમ આવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ vssm સંચાલિત અને ‘આરતી ફાઉન્ડેશન’ (ધન્વલ્લભ ચેરીટેબલ ટ્રસ્ટ)ની મદદથી ચાલતા ‘વાત્સલ્ય કુમાર છાત્રાલય’માં ભણે છે.
શકીર વાંકાનેરમાં પોતાના નાનાજી ના ઘરે રહેતો હતો. એના મા-બાપે શકીર અને શકીરથી નાની બહેનને અનાથાશ્રમમાં મૂકી બીજે લગ્ન કરી લીધા. જયારે શકીરના નાનાને આ બાબતે ખબર પડી ત્યારે એમને ખૂબ દુ:ખ થયું . તેઓ અનાથાશ્રમમાંથી  બંને ભાઈ બહેનને લઇ આવ્યા અને પોતાની પાસે રાખ્યા. પરંતુ એમની આર્થિક હાલત એટલી સારી નહોતી કે, બાળકોને ભણાવી શકે એટલે એમણે શકીરને આપણી હોસ્ટેલમાં ભણવા મુક્યો. શકીરની નાનીબહેન ૪ વર્ષની છે. એ મોટી થાય પછી એને પણ આપણી હોસ્ટેલમાં ભણવા મુકવાની શકીરના નાનાજીની ઈચ્છા છે. 
જયારે સાવન બજાણીયા પરિવારમાંથી આવે છે. એના પિતા કડિયા કામ કરે છે. તેમની ઈચ્છા સાવન ખૂબ સારું ભણે તે છે. 
અમારી હોસ્ટેલમાં ભણતા આ તેજસ્વી તારલાઓને અમારા સૌના શુભઆશિષ અને અભિનંદન. આમતો દરેક બાળક તેજસ્વી તારલા જેવું જ છે પણ શકીર જેવા બાળકોને આપણી હુંફની વધારે જરૂર છે અને સાવન જેવા બાળકને આપણા સહયોગની વધારે જરૂર છે..

Monday, February 03, 2014

Subhan gets a new lease of life, thanks to a concerned and empathetic doctor and VSSM team…



The Dafer are know for their notoriety, in the days bygone this tribe engaged in looting and robbing people and villages. But this was decades ago. It is an occupation that they have given up. Yet, the entire tribe faces the wrath of society and administration for the misdeeds of a few fellow tribesmen. Such attitude has always kept this tribe at the margins. It is hard to find even single Dafer family with proper roof on its head, leading a life of dignity.

Five years old Subhan was born in this much tabooed tribe. Her father Valibhai guards village and farm boundaries an occupation that most of the Dafer are engaged with these days. Just a month after Subhan’s birth a tumour began growing around her naval. Her parents anticipated it to go away in sometime, but the tumour kept growing with time. The poor economic conditions of the family kept them away from seeking medical consultation. When Subhan was around 3 years old her father did take her to a doctor, who had advised that it need to be romped surgically. The cost of the surgery and other medical treatments was too much for Valibhai to afford, so he decided against the treatment advised by the doctor.

VSSM team happened to see Subhan during a settlement visit and immediately inquired about the reasons behind her such condition. On hearing the case Dr. Nileshbhai’s from Rajkot immediately came into our mind. Dr. Nileshbhai is a very compassionate doctor who belives in giving back to the society. We briefed him about this case. ’Send the daughter to me, don’t worry about the expenses, we will take care of it. On 26th January Valibhai reached Dev hospital in Rajkot, all the preliminary tests were conducted, Subhan was diagnosed with advanced case of Hernia. She was operated upon on the next day. A week later a hail and hearty Subhan was discharged from the hospital.

'Had it not been VSSM and such a sympathetic doctor, Subhan would never have got well. Our daughter has got a new life. We can't thank you enough,’ said Subhan’s parents with tears in their eyes.

Each day our cities see a new medical facility coming up, the urban areas are mushrooming with clinics and hospitals. And yet, the people who need such facilities the most remain deprived of accessing such them. The cost of even the basic medical treatments have risen steeply with time. When the middle class and upper middle class need to fall back on their medi-claims, the people living on margins can’t even dream of crossing the thresholds of a clinic!!! In such scenarios doctors like Nileshbhai who bring out the nobility of this profession are like Messiahs. We can’t thank him enough. May his tribe increase……..

Gujarati translation is given below..

“vssm ના હોત તો અમને આવા દયાળુ ડોક્ટર ના મળત"

પાંચ વર્ષની સુભાનનો જન્મ વગડામાં ડફેર પરિવારમાં થયો. ડફેરની છાપ સમાજમાં ચોર –લુંટારા તરીકેની. પણ આ ચોર ગણાતી જાતિમાં ચોરી કરી એક રૂમનું પાકું ઘર બનાવનાર એક પણ વ્યકિત આજ સુધી મને મળ્યો નથી. સુભાનના જન્મ્યાના મહિનામાં જ એની ડુંટીમાં ગાંઠ થવા માંડી. મા-બાપની આર્થિક સ્થિતિ એટલી સારી નહિ કે, દવાખાને જઈને બતાવી શકે. વળી થોડા દિવસમાં મટી જશે તેવી લાગણી પણ ખરી. પણ સુભાનની ગાંઠ દિવસે દિવસે વધી રહી હતી. ૩ વર્ષે સુભાનને ડોક્ટર પાસે લઇ જવામાં આવી. ડોકટરે ઓપરેશનનું કહ્યું, એટલે સુભાનના પિતા વલીભાઈ સુભાનને લઇ ઘરે આવી ગયા. “ઓપરેશનનો ખર્ચ તો કેટલો બધો થાય મારી પાસે પૈસા તો હતા નહિ. એટલે સુભાન પીડાયા કરતી પણ એની દવાનું કંઈ ઠેકાણું હું ના પડી શક્યો!”  વલીભાઈએ સુભાનને ડામ પણ દેવડાવ્યા.. પણ ગાંઠ મટી નહિ. નાનકડી સુભાનની પીડા વધી રહી હતી આવામાં ડામની પીડા એણે કેમ કરી સહન કરી હશે?

સુભાનના પિતા વલીભાઈ ડફેર સીમ રખોપું કરે. માંડ માંડ પૂરું થાય આવામાં ઓપરેશનના પૈસા કયાંથી લાવવા? થોડા દિવસ પહેલા સુભાનની સ્થિતિ વિષે અમને ખ્યાલ આવ્યો. પૈસાના વાંકે સુભાનની દવા નથી થઇ રહી એ જાણ્યું.. તુરત વંચિતો માટે લાગણી ધરાવતા ડૉ.નિલેશ નિમાવત યાદ આવ્યા. એમની સાથે વાત કરી એમણે કહ્યું, “દીકરીને મોકલી દો આર્થિક ચિંતા ના કરો જોઈ લઈશું.” સુભાનના પિતા સાથે વાત કરી એ તો રાજી થઇ ગયા. ગયા રવિવારે(તા.૨૬ જાન્યુઆરી ૧૪) વલીભાઈ સુભાનને લઈને દેવ હોસ્પિટલ રાજકોટ પહોચ્યા.. સુભાનને તપાસતા જ ડૉ. નિદાન કર્યું કે, હર્નિયા છે. રવિવારે જ report થઇ ગયા અને સોમવારે ઓપરેશન થયું.. આજે ઓપરેશનને એક અઠવાડિયું થયું. હવે સુભાન મજામાં છે. આજે એને હોસ્પીટલમાંથી રજા આપી.

સુભાનની માં અને એના પિતા કહે છે કે “vssm ના હોત તો અમને આવા દયાળુ ડોક્ટર ના મળત. મારી દીકરીને નવી જિંદગી મળી. એમણે આંખમાં આંસુ સાથે આ કાર્યમાં મદદરૂપ થનાર સૌનો આભાર માન્યો.”

vssm નિમિત બન્યું પણ નિલેશભાઇ જેવા ડોકટરે આવા દર્દીઓ માટે હાથ ના લંબાવ્યો હોત તો અમે કંઈ ના કરી શક્યા હોત. દરેક શહેરમાં રોજ નવી હોસ્પિટલો ખૂલી રહી છે પણ ગરીબો માટે કેટલી? એ પ્રશ્ન સૌથી મોટો છે. આજે મધ્યમવર્ગના પરિવારમાં પણ કોઈ બીમારી આવે તો તેને પોસાતું નથી.. ત્યારે વલીભાઈ ડફેર જેવા પરિવારોને તો ક્યાંથી પોસાય? આવામાં વંચિત માટે લાગણી રાખી એમને મદદરૂપ થવાની ભાવના દાખવવાવાળા ડૉ.નીલેશભાઈના અમે આભારી છીએ.. હવે અમારા સંપર્કમાં આવતા વંચિત અને બીમાર લોકોને અમે નિસંકોચ દેવ હોસ્પિટલ રાજકોટ મોકલીએ છીએ જ્યાં એમની વ્યથાને સમજી મદદરૂપ થતા ડૉ. નીલેશ નિમાવત છે....   ફોટોમાં હર્નિયા સાથે સુભાન અને ઓપરેશન પછીની સુભાન છે..

Its like running a continuous 'race of hurdles’ for these families….

17 families from Vansfoda Vadee and Nat  communities have been residing in Khoda village of Banaskantha district for quite some time. The villagers have always opposed  staying of these communities in their village. They have protested against processing of any of the identification or residency documents for these families. Amidst such opposition and resistance VSSM initiated the process of acquiring Voter’s ID cards and Ration cards. While Voter’s ID cards were acquired with relatively fewer challenges,  the villagers were hellbent  to ensure that the families do not get Ration Cards. A resolution was passed in the Gram Sabha stating that the these  families will not be given ration cards. 

A complaint in this regard was made to the Mamlatdar and an online complaint was filed with the Department of Food and Civil Supplies, Gandhinagar.  Ultimately the families received the APL ration cards whereas applications were filed for a Antyoday Ration Card.  This was not right but still OK as they would get the food grains etc. at a concessional rate. The determined villagers continued throwing hurdles. This time they instructed the PDS shop owner to refuse ration to these families. The shop owner was question repeatedly  on why he refused ration to which he alleged that the ration cards were incorrect. When Shardaben, a senior team member of VSSM inquired,  she was asked to stay away of the matter. Again we took the matter to the Mamlatdar. He paid a visit to the PDS shop and reprimanded the owner. ‘I have been asked by the villagers to refuse ration to these people!!’ the owner confessed.Henceforth,  he has promised to give ration to families regularly. 

It is extremely difficult to understand such attitude  of people towards their fellow citizens. The matters are redressed in villages and settlements wherein VSSM is active but there are thousands of families in regions where VSSM is not working, what would be their plight??? Is the question we keep asking ourselves. 

ગુજરાતીમાં અનુવાદ નીચે છે.....
બનાસકાંઠા જીલ્લાના ખોડાગામમાં વાંસફોડાવાદી અને નટ સમુદાયના ૧૭ પરિવારો રહે છે. આ પરિવારોના વસવાટ સામે ગામ લોકોનો ખૂબ વિરોધ. ગામલોકો આ પરિવારોને પોતાના ગામનો હિસ્સો માનવા તૈયાર નહિ એટલે ગામના નાગરિકને મળતા તમામ આધારો આ પરિવારોને આપવા ગામ સહમત નહિ. આ સ્થિતિમાં આ પરિવારોને મતદારકાર્ડ મળે તે માટેની પ્રક્રિયા શરુ કરી... ખૂબ વિરોધ વચ્ચે તેમને મતદારકાર્ડ મળ્યા.. હવે રેશનકાર્ડની વાત આવી તેમાં પણ ખૂબ વિરોધ... ગ્રામસભાએ ઠરાવ કર્યો કે આ પરિવારોને રેશનકાર્ડ આપવા નહિ..
આ દેશના નાગરિક એવા વિચરતા સમુદાયોના વસવાટ સામે આટલો વિરોધ!! આખરે મામલતદારશ્રીને ફરીયાદ કરી. સાથે સાથે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ - ગાંધીનગરમાં ઓનલાઈન ફરિયાદ કરી પરિણામે આ પરિવારોને રેશનકાર્ડ મળ્યા. હવે રેશનકાર્ડ પર અનાજ નહિ આપવાની સુચના ગામલોકો તરફથી સસ્તા અનાજની દુકાનવાળાને આપવામાં આવી. એટલે દુકાનવાળો ભાઈ આ પરિવારોને અનાજ ન આપે. આમતો આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એમાં એમને બી.પી.એલ.કે અંત્યોદય કાર્ડ આપવા જોઈએ પણ તેમને એ.પી.એલ.કાર્ડ આપવામાં આવ્યા છે. આ કાર્ડ પર પણ તેમને અનાજ મળે હા તેમની પાસે અનાજના પૈસા થોડા વધારે લેવામાં આવે બાકી મળે તો ખરૂ... આ પરિવારોએ દુકાનવાળા સામે અનાજ કેમ આપતા નથી. એવી ફરિયાદ વારે વારે કરી તો જવાબ મળ્યો કે, તમારા રેશનકાર્ડ ખોટા છે. vssm ના કાર્યકર શારદાબેન ગામમાં ગયા અને દુકાનવાળાને મળ્યા અને અનાજ કેમ આપવામાં આવતું નથી એ અંગે પૂછ્યું તો જવાબ મળ્યો કે, બેન તમારે આમાં નહી પડવાનું! આખરે મામલતદાર થરાદને આ બાબતે રજૂઆત કરી, એમણે ખોડા રૂબરૂ જઈને તપાસ કરી અને દુકાનવાળાને અનાજ ના આપવા બાબતે ખખડાવ્યો.. દુકાનવાળાએ કહ્યું મને ગામલોકોનું દબાણ હતું એટલે આપતો નહોતો! પણ હવે નિયમિત આપીશ...
vssmની હાજરી જે વિસ્તારોમાં છે તે વિસ્તારોમાં પણ વિચરતા સમુદાયના અવગણનાના કિસ્સા રોજ સંભાળવા મળે છે પણ અહી આપણે તેમની સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરીયે છીએ... પણ જે વિસ્તારોમાં vssm નથી ત્યાં આ વિચરતા સમુદાયોની મુશ્કેલી કોણ સાંભળતું હશે? એનું સમાધાન થતું હશે કે કેમ?