Showing posts with label waterconservation. Show all posts
Showing posts with label waterconservation. Show all posts

Friday, March 06, 2020

Water is Life

Mittal Patel visits WaterManagement site
VSSM has initiated a water conservation campaign with an objective to retain the waters of villages and farms. The first phase of this campaign began in Banaskantha district where we have been receiving very good response. The communities are waking up to the urgent need to conserve water.

Mittal Patel discusses WaterManagement with the villagers
This year we have already kicked off the village lake deepening efforts. The works for the same are on in Sihori village in Kankrej. Recently, I was in the region to meet the community and monitor on-going efforts. The attached images share glimpses of the work in progress. As we have mentioned here at past occasions, VSSM takes the responsibility of JCB expenses while the villagers have to take the responsibility of ferrying the excavated soil.

I hope each villager shows concern about water and takes the required efforts to ensure the whatever water reservoirs they use are repaired and restored. It is our responsibility to conserve water for the coming generations. Lest we shall all be hopelessly repenting. 

જળ એ જીવન...
Lake deepening work
ગામનું પાણી ગામમાં ને સીમનું સીમમાં. આ વાક્યને ચરીતાર્થ કરવા - પાણીને બચાવવા અમે જળસંચય અભીયાન આરંભ્યું છે.
બનાસકાંઠામાં આરંભેલા આ અભીયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગામલોકો ધીમે ધીમે પણ જાગૃત થઈ રહ્યા છે.
કાંકરેજના સીહોરીનું તળાવ ગાળવાનું પણ અમે શરૃ કર્યું. ગામલોકો સાથે તળાવ જોવા જવાનું થયું તે વેળાની કેટલીક તસવીરો અને તળાવ ખોદાવવાનું શરૃ કર્યું તે આ સાથે સમજવા ખાતર મૂકી છે.
ગામલોકો માટી ઉપાડવાનું કામ કરે અને સંસ્થા માટી ખોદી આપવાનું..
દરેક ગ્રામવાસી પાણીની ચિંતા કરે અને પોતાના વાસણો વરસાદ પહેલાં સાબદા કરવાનું કરે તેવી આશા રાખુ છું...
Water Management site
આવનારી પેઢીની ચિંતા કરી તેમના માટે આ કાર્ય કરવું જરૃરી છે. નહીં તો પસ્તાવાનોય વખત નહીં રહે...
#vssm #missionsavewater #watermanagement #savewater #participatorywatermanagement #water #saveearth #india #savetheplanet #environment #ecofriendly #savenature #gogreen #savetrees #waterconservation #sustainability #climatechange #gujarat #banaskantha #agriculture #farmer
#મીતલપટેલ #પાણીબચાવો #તળાવબચાવો #પર્યાવરણ #બનાસકાંઠા #ગુજરાત #જાગોખેડૂત

Monday, January 20, 2020

VSSM’s efforts towards water conservation in Banaskantha…..

Mittal Patel discusses Water Management at Khorda village
“Ben, please deepen the lake in our village. We promise we shall offer best possible support and contribution!!”

Shri Arjunbhai Joshi, Sarpanch of Khorda village in Banaskantha’s Tharad block appealed us. Consequent to the request, a meeting with village leaders and community was organised.

We discussed how VSSM works in partnership with the village leadership and does not initiate any work without an agreement. 

The primary criteria for VSSM to take up the work of deepening village lakes are:

  •     VSSM will only contribute towards the expenses of JCB incurred in the excavating the soil.
  •     The soil will be ferried out by the villagers.
  •     The community will also contribute in cash but the amount will not be used towards the cost incurred in ferrying the excavated soil.
Mittal Patel meets village leaders and community 

Once the village leadership agrees to the mentioned conditions we proceed with further discussions and evaluations.

The first meeting for 2020 was organised at Korda village, where Sarpanch Shri Arjunbhai pledged personal contribution of Rs. 1,11,111, a staff of Panchayat also pledged his one month’s salary. Once the actual work begins we expect more contributions to pour in.

It is time we realise the gravity of the looming water crisis and collectively work to tackle it.

Mittal Patel with village leaders
In the pictures- current condition of the lake proposed to be excavated. Also seen is the meeting in progress.

'અમારા ગોમમોં તળાવો ગાળો બેન, હારમ હારો સહકાર અમે ગોમના આલશ્....'

બનાસકાંઠાના થરાદના ખોરડાગામના સરપંચ શ્રી અર્જુનભાઈ જોષીએ આ કહ્યું અને ગામલોકો સાથે અમે એક બેઠકનું આયોજન કર્યું.

The current condition of the lake proposed to be excavated
બેઠકમાં ઉપસ્થિતિ લોકોને અમે તળાવ ઊંડુ કરવા માટે ગામલોકોનો ફાળો પણ જોઈએ તેવી વાત કરી. મૂળ તો અમારા નિયમ પ્રમાણે જેસીબીનો ખર્ચ સંસ્થા આપે, માટી ઉપાડવાનું ગામના શીરે અને એ સિવાય ગામલોકો પૈસા ભેગા કરે જે તળાવ ગાળવામાં વપરાય. આ પૈસા માટી ઉપાડવામાં નહીં વાપરવા. આવા નિયમો સાથે સહમત ગામોમાં જ તળાવ કરવાનું અમે નક્કી કર્યું અને એ માટે આ વર્ષની શરૃઆતમાં થરાદના ખોરડ઼ાગામમાં અમે બેઠક કરી.

બેઠકમાં લોકો ભાગીદારીથી આ કામ કરવાની વાત કરી. ગામના સરપંચ અર્જુનભાઈએ રૃા. 1,11,111 તળાવ ગળાવવા પોતાના આપવાની જાહેરાત કરી તો, ગામના પંચાયતઘરમાં કામ શીરસ્તેદાર તરીકે કામ કરતા ભાઈએ પોતાનો એક પગાર આપવાની વાત કરી.

જો કે તળાવ ગાળવાનું હજુ શરૃ થયું નથી થશે એટલે સહકાર વધુ મળવાનો એ નક્કી...પણ દરેક ગામ જાગે અને પોતાની મા એવી ધરતીની ચિંતા કરે એ જરૃરી...

ગામનું જે તળાવ ગાળવાનું છે તેની હાલની સ્થિતિ.. તથા ગામલોકો સાથે થયેલી બેઠકના ફોટો

#MittalPatel #VSSM #water_management #water_resources #use_of_water #groundwater #Water_conservation #Waste_stabilization_pond #Water_cycle_management #Banaskantha #Pond_Excavation #Participatory_Water_Management

Wednesday, August 08, 2018

Valamadi Lake at Shera of Dhanera Taluka is dug with the help of VSSM

Digging in progress at Valamdi Talav
When Rameshbhai Desai from Shera village of Dhanera heard about our work of desilting the lakes, he immediately contacted worker Naran. He said to desilt the lakes of his village and we will co-operate.

Then we started working in Valamdi lake. Rameshbhai is an aware sarpanch. He wanted us to desilt both the lakes of his village. But then we did not get sufficient support from the village to dig the other lake of the village, so we could not dig the other lake.

The geographical condition of Dhanera of Banaskantha is such that only if there are special circumstances then only the canal can be installed else, there is no canal at present. Farmers are dependent on the underground water only. In such a case, due to continuous extraction of water, the water tables have gone till 800 to 1000 feet deep which is a matter of concern.

Water Management at Shera
The way people are worried about the underground water in Diyodar and Kankrej and Suigam (to some extent) blocks of Banaskantha, to the extent that the sarpanchs nag me to no end for desilting the lakes of their village. But this is not the case in Dhanera. That’s the place where we need to worry about the water tables the most. 

We hope that when we begin the water management work again in September, Dhanera taluka would wake up soon and support the desiliting like other talukas.

Else, we found many youngsters like Rameshbhai in Dhanera and our fieldworkers like Kanubhai and Jayantibhai also helped a lot. But they alone can’t make everything possible. If the entire village becomes aware, then Mother Earth who is tilled by the farmers, will express her happiness in a different way for repaying her favour. And we must do this much. Else, we will die if we send her to the oldage home.
Lake digging at Shera

We are thankful to Shera sarpanch and people of the village who co-operated in this work. I hope if there will be more awareness then we will dig the other lake of Shera. But the only condition is to carry the soil by your tractors.

We are thankful to Sanjaybhai who has never seen Dhanera or Shera but he actually worried for Mother Earth…

ધાનેરાનું સેરાગામના સરપંચ રમેશભાઈ દેસાઈએ જ્યારે જાણ્યું કે અમે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવાનું કરી રહ્યા છીએ એટલે તુરત એમણે કાર્યકર નારણનો સંપર્ક કર્યો ને અમારા ગામના #તળાવો ઊંડા કરાવો અમે સહયોગ કરશું તેવી ભાવના વ્યક્ત કરી.

એ પછી અમે વાલમડી તળાવમાં કામ શરૃ કર્યું. રમેશભાઈ ખુબ જ જાગૃત સરપંચ તેમની ઈચ્છા તેમના ગામના બેય તળાવ ઊંડા થાય તેવી પણ ગામમાંથી તળાવ ખોદાયા પછી માટી ઉપાડવા માટે જોઈએ તેવો સહયોગ ના મળતા અમે બીજુ તળાવ ખોદાવી ના શક્યા.

Valamdi Lake digging about to end
#બનાસકાંઠાના #ધાનેરા તાલુકાની #ભૌગોલીક સ્થિતિ એવી છે કે ત્યાં ખાસ સંજોગો ઊભા થાય તો જ કેનાલ થાય બાકી હાલ કેનાલ નથી. ખેડુતો પેટાળના પાણી ઉપર જ નિર્ભર છે. આવામાં બોરવેલથી સતત પાણી ખેંચીને પાણીના તળ લગભગ 800 થી 1000 ફૂટ ઊંડા કરી નાખ્યા છે. જે ચિંતાનો વિષય છે.

બનાસકાંઠાના દિયોદર, કાંકરેજ ને કેટલાક અંશે સુઈગામ તાલુકાના ગામોમાં ભૂગર્ભ જળની જે રીતે ચિંતા થઈ રહી છે જે રીતે ત્યાં તળાવો ઊંડા કરાવવા સરપંચ અમારો એકદમ સાચુ કહુ તો જીવ ખાઈ જાય છે એવું ધાનેરા બાજુ થતું નથી. જબકી ત્યાં ભૂગર્ભજળની સૌથી વધારે ચિંતા કરવાની જરૃર છે.

આશા રાખીએ સપ્ટેમ્બર પછી ફરી #જળસંચયના કામો થાય તે વખતે ધાનેરા તાલુકો વહેલો જાગે ને બીજા
તાલુકાની જેમ સહયોગ કરી તેમના તળાવો ઊંડા કરાવવા સજાગ બને..
Valamdi Talav being dug

બાકી ધાનેરામાં રમેશભાઈ જેવા ઘણા ઉત્સાહી યુવાનો મળ્યા અમારા કાર્યકર કનુભાઈ, જયંતીભાઈને તેમણે ખુબ સહયોગ કર્યો. પણ તેમના એકલાથી કશુંએ થવાનું નથી. આખુ ગામ જાગે તો જે #ધરતી #ખેડુતો ખેડે છે એ ધરતી માં જાગે ને મારા બાળકોએ અત્યાર સુધી મને દોહ્યા કર્યું પણ હવે મારી ચિંતા કરી મારામાંથી લીધેલું પાછુ વાળે છે તેવો રાજીપો જુદી રીતે વ્યક્ત કરે. અને ધરતી મા માટે આટલું તો આપણે કરવું જ રહ્યું. એને કાંઈ આમ વૃદ્ધાશ્રમના હવાલે થોડી કરાય નહીં તો આપણે મરી જઈએ.

આભાર સેરા સરપંચ ને ગામના જેમણે પણ આ કાર્યમાં સહયોગ કર્યો તે સૌનો.. હજુ આશા છે વધુ સજાગતાની જો એ થાય તો સેરાનું બીજુ તળાવેય ખોદીશું. પણ શરત માટી ઉપાડવાના ટ્રેક્ટર તમારાની...

જે પણ સહયોગ મળ્યો તેમાંથી ખોદાયેલા તળાવ અંગેની વાત સરપંચ રમેશભાઈના મોંઢે વિડીયોમાં જોઈ સાંભળી શકાય છે.

આભાર સંજયભાઈનો જેઓએ ક્યારેય ધાનેરા કે સેરા જોયું નથી પણ ધરતી માની ખરા અર્થમાં ચિંતા કરી.

Thursday, May 31, 2018

Commedable support of People of Raviyana…

Mittal Patel with the people of Raviyana
There is a proverb in Gujarati that if the god loses his way, he should get lost in Saurashtra. But now it feels like telling him that he should end up reaching North Gujarat if he loses his way because VSSM is doing water management work with such amazing people and villages. Moreover, work with nomads and deprived people is going on in a different way with the water management work.  

Kankrej is a small village of Kankrej Taluka. There are 100 farmers in the village and land is of 1000 vighas. There was continuous exhumation of water so the underground water levels are terribly low.
As soon as the water levels go deeper, farmers like my father, put the pipe in the bore. But they never worry that there is water scarcity or the time when there will be no water at all. Narmada was proven to be a lifeline. The water of the canal filled Hethvu lake of the village and the farmers put the pipes in it and started irrigation. But this time, there is less water in Narmada. If the lake is slightly bigger and that also well dug, then it will be more beneficial. The underground water levels will also go up.
 
Raviyana Sarpanch giving a cheque of Rs.1Lakh to VSSM fieldworkers
People of Raviyana came to know about VSSM’s water management work and they requested our fieldworker Naranbhai. We had a precondition that the village will provide the tractors. But the people of Raviyana did not have sufficient tractors. Also, the farmers also were not possessing that much land. But they had this wish to deepen the lake. So, they did not request us but they first gave us the cheque of Rs. 1 Lakh. They are collecting more money too. They never had the tendency to have benefits without any contribution.   

The government does start the Sujalam Sufalam Yojana, but they should have done it thoughtfully. They could have got the work done in a better way. They still have time but it is a matter of desire.  
We got remarkable love from the fvillage. “Ben, now when you come, have food with us. We will give all the support you want.” You are doing the pure work, said Bharmalbhai and Sarpanch. We felt very happy hearing that. 

Hethvu Talav before digging
We talked about the concept of Ideal Village. Can’t we try and forget the caste barriers and look forward to the development of each and every individual? We told them that we want to go visit an Ideal village and learn from that, this also was appreciated by the village. They said, “we are happy with your work. You are working selflessly. We will do what you want us to do. We will come and visit the Ideal village and we will do it in the village too.”

During the lake digging, a very approachable and nice MLA of Kankrej Kirtisinhji came and he encouraged the people.
One Uncle whose name I have forgotten said, “whatever homework you will give, we will do…”
From 3 degrees cold of Netherlands and France, I found this thing sweet in 45 degrees of heat of Banaskantha.

Hethvu Talav after Digging
Thank you all the near and dear once with whose support we could do this water management work… Regards to the village too, Love to the field workers Shankarbhai Bajaniya and Naran Raval who work tirelessly in this heat to get the work done. 


ગુજરાતી અનુવાદ 

સૌરાષ્ટ્રમાં ભૂલો પડ ભગવાન આ દુહામાં હવે થોડો ઉમેરો કરીને અમારા ઉત્તર ગુજરાતમાંય ભૂલો પણ એવું કહેવાનું મન થાય એવા અદભૂત ગામો ને લોકો સાથે અત્યારે જળસંચયના કામ VSSM દ્વારા થઈ રહ્યા છે. વળી જળસંચયના માધ્યમથી ગામના વિચરતી જાતિને તમામ વંચિતોના કામોય જરા જુદી રીતે થઈ રહ્યા છે.

રવિયાણા કાંકરેજ તાલુકાનું નાનું ગામ. ગામમાં ખેડુત ખાતેદારો સો જેટલા ને ખેતીની જમીન લગભગ હજાર વિધા. સતત ઊલેચા પાણીના લીધે પાણીના તળની તો અહીંયા કોઈ વાત જ ના થાય. બોરવેલથી પાણી મળે ને તળ ઊંડા જાય એટલે મારા પપ્પાની જેમ જ દરેક ખેડુત બે કે એક પાઈપ બોરમાં ઉતારી દે. પણ ક્યારેય પાણી ખુટી રહ્યા છે ને સાવ ખુટી જશે એની ચિંતા ના કરે. નર્મદા જીવાદોરી સાબિત થઈ. કેનાલમાંથી ગામના ‘હેઠવું’ તળાવમાં પાણી નંખાયુ ને ખેડુતો પાઈપો નાખી જુલાઈથી લઈને માર્ચ સુધી આ તળાવમાંથી સિંચાઈ કરે. પણ તળાવ છીછરુ એટલે પાણી ભરાઈ ના રહે. 
વળી આ વખતે નર્મદાના નીર ખુટ્યા. જો તળાવ મોટુ હોત તો થોડો વધુ ફાયદો થાય ને વળી પાછુ ખોદાય તો જમીનમાંય પાણી ઉતરે ને તળ ઊંચા આવે.

VSSM દ્વારા થઈ રહેલા જળસંચયના કામોની માહિતી રવિયાણાવાસીઓને મળી ને તેમણે તળાવ ઊંડા કરવા કાર્યકર નારણભાઈને વિનંતી કરી. અમારી શરત જેસીબીનો ખર્ચ અમારો ને ટ્રેક્ટરગામલોકો આપે પણ રવિયાણાના ખેડુતો પાસે ટ્રેક્ટરની ઝાઝી સગવડ નહીં. વળી અહીંયાના ખેડુતો એવા મોટા જમીનધારકો નહીં. પણ તળાવ ઊંડુ કરવાની મનસાના ને લીધે અમારી સામે કોઈ જ વિનંતી કર્યા વગર ભાડેથી ટ્રેક્ટર લાવવા એમણે પ્રથમ એકલાખનો ચેક આપ્યો ને બીજુ ભંડોળ પણ ભેગુ કરી રહ્યા છે. મજાની વાત મફતનું ખાવાની લાલચ જરાય નહીં એ.

સરકારે સુજલામ સુફલામ યોજના કરી પણ થોડું મનોમંથન કરીને ગામસાથે રહીને કામ કરવાની જરૃર હતી જો એમ થયું હોત તો ધાર્યા કરતા સરકાર ઘણું વધારે ને સુંદર કામ કરાવી શકી હોત. ખેર હજુએ સમય છે પણ સવાલ ચાહનાનો છે....

ગામના તમામનો અદભૂત પ્રેમ.. ‘બહેન હવે આવો તો અમારા ગોમમાં જ જમજોને જે જોઈએ એ સાથ
સહકાર અમે આલશ’ ની વાત. ખુબ ચોખ્ખુ કોમ સંસ્થાએ કર્યું એવું ભારમલભાઈ અને સરપંચે કહ્યું ત્યારે ખરેખર મન રાજી થયું.

આદર્શ ગામની વિભાવનાની અમે વાત કરી. નાતજાતના ભેદ ભુલી ગામના દરેકનો વિકાસ કેમ થાય એ માટેની તૈયારી આપણે કરી શકીએ?ને આપણે સૌ એવા આદર્શગામોની મુલાકાતે જઈએ ને ત્યાંથી તમે શીખો એમ ઈચ્છુછુની વાતેય એમણે વધાવી. એમણે કહ્યું, ‘અમે તમારા કોમથી ખુબ રાજી સીએ. કોઈ હવારથ વગરનું તમારુ તમારુ કોમ. તમે કો ઈમ કરીશું. ને આઈસું આદર્શ ગોમ જોવાય ન અમાર ગોમમાંય એવું જ કરીશું.’ 
તળાવ ખોદકામ વખતે કાંકરેજના ધારાસભ્ય એકદમ ભલા ને અચ્છા વ્યક્તિ કહી શકાય તેવા
કીર્તીસીંહજી ઉપસ્થિત રહ્યા ને અમને સૌને પ્રોત્સાહીત કર્યા.

એક કાકા નામ ભુલી ગઈ એમણે તો કહ્યું, ‘તમે જે લેશન આલશો એ કરીશું...’
નેધરલેન્ડ, ફ્રાન્સની 3 ડીગ્રીમાંથી બનાસકાંઠાની 45 ડીગ્રી આવા હેતના લીધે જ મીઠી લાગી...

આભાર સૌ સ્વજનોનો જેમની મદદથી અમે આ જળસંચયના કામો કરી શક્યા....ને ગામનેય પ્રણામ
ધોમધખતા તાપતમાં સંસ્થાના કાર્યકર શંકરભાઈ બજાણિયા ને નારણ રાવળ સતત કામ સુંદર થાય તે માટે ખડેપગે આ દોસ્તોને વહાલ...