Tuesday, February 16, 2016

VSSM prepares applications for enlist the names of Meer families into the BPL list.

VSSM field coordinator Naran filling up the
application forms….
The Meer families in Banskantha’s Lakhani earn their living by selling lace and borders, sheep rearing selling their wool and sometimes manual labour. Their work  requires them to wander through the neighbouring areas of Lakhani. The Meer as a community leads a nomadic lifestyle but they are not listed in the official list of the nomadic communities, hence they are forbidden from receiving any welfare benefits that other nomadic and de-notified communities are entitled to.

The Lakhani Panchayat and villagers are all in favour of allotting residential plots to these families but because their community is not on the list of nomadic communities they cannot obtain plots like the nomads do!! Also the names of these families weren’t on the BPL list. VSSM has began the efforts to include the names of these families in the village BPL list along with it we have also applied for their ration cards.

Since past many years VSSM has been advocating for inclusion of the Meer community in the official list of nomadic communities. Looking at the way things are progressing it is going to take a while before that happens….

In the picture - Meer families with application forms for ration cards  and Naran filling up the application forms….

Meer families with application forms for ration cards
બનાસકાંઠાના લાખણીમાં મીર પરિવારો રહે. લેસ પટ્ટી વેચવાનો અને ઘેટાં, બકરાં ઉછેરવાનો આ પરીવારો વ્યવસાય કરે અને એ માટે લાખણી અને એની આસપાસના વિસ્તારમાં વિચરણ કર્યા કરે. ઘેટાં, બકરાંના ઊન ઉતારી વેચવાનું અને છૂટક મજૂરી મળે તો એ પણ કરે.

આ પરિવારોને લાખણીમાં રહેણાંક અર્થે પ્લોટ આપવા આખું ગામ રાજી પણ મીર પરિવારોના નામ ગામની BPL યાદીમાં ના હોવાનાં કારણે એમણે ગામતળમાં પ્લોટ મળવા શક્ય નથી અને વિચરતી જાતિ જેવું જ વિચરણવાળું જીવન હોવા છતાં એમને વિચરતી જાતિની યાદીમાં સમાવવામાં આવ્યાં નથી આથી વિચરતી જાતિના લોકોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાનો જે ઠરાવ છે એ ઠરાવ પ્રમાણે પણ એમને પ્લોટ મળી શકતા નથી.

ખેર મીરનો સમાવેશ વિચરતી જાતિમાં થાય એ માટે vssm પ્રયત્નશીલ છે. પણ સરકારી કામની ગતિ એટલી ધીમી છે કે આ બધું ક્યારે થશે એ પ્રશ્ન છે.

vssm હાલમાં આ પરિવારોને રેશનકાર્ડ મળે એ માટે કોશિશ કરે છે. સાથે સાથે BPL યાદીમાં આ પરિવારોના નામ આવે એની પણ કોશિશ કરે છે.
ફોટોમાં મીર પરિવારો રેશનકાર્ડ મેળવવા માટેના અરજી ફોર્મ સાથે..
vssm ના કાર્યકર નારણ આ પરિવારોના ફોર્મ ભરવાનું કરી રહ્યા છે..

Campaigning for policy change to obtain Caste Certificates….

VSSM team members from Ahmedabad
Madhuben Bajaniya and Ilaben Bajaniya
with assistance from the MSW students
have filled up 159 application forms
and the process has just begun…..
The distinct style of dressing-up and conduct sets them apart, we see them and can make out they are nomads..but if these communities have to secure any government benefits or their entitlements they are handed an exhaustive list of documents to be presented. .As the nomads term it “they (authorities) need papers and letters (documents)  to hand them entitlements…All these documents aren’t obtained easily and for the nomads its an absolutely impossible task. ..To obtains citizenry document they need another endless list of documents and proofs. .. say for example the caste certificate, now to acquire a caste certificate one document that the nomads find most difficult to submit is the school living certificate of the applicant’s father!! The certainly would be some reason behind such a requirement but in case of the nomads there are 19 nomadic communities whose first generation is now receiving education, so how does one procure a father’s school leaving certificate when he himself hasn’t walked inside the school gates!!

Of course the course of procedures and requirements become considerate towards the special needs of the nomads wherever we have had sensitive and compassionate officials else it continues to be nerve wrecking . In the nomadic settlements that have been  built the Government officials have gone out of their way to be helpful to the processes. VSSM has initiated the process of filling up applications forms for obtaining caste certificates for the nomadic families. We have pledged it there is a need, we will  make  thousands of applications to the government  and influence a policy level change in the requirement of documents for those families whose earlier generations have never been to school and cannot obtain their fathers’ school living certificate. 
Add caption

We are hopeful with the strong grassroots team to support we shall succeed in this case on acquiring caste certificated for the nomadic families….

આમ તો વિચરતી જાતીના કિસ્સામાં તેમના પહેરવેશ અને તેમનાં રહેણાંકની વ્યવસ્થા જોતા જ તેઓ વિચરતી જાતિના છે તેનો ખ્યાલ આવે પણ સરકારી મદદ મેળવવા આ બધી વિગતોના વિચરતી જાતિની ભાષામાં કહીએ તો કાગળ – પતર જોઈએ. વળી આ કાગળ પતર મળવા એમના માટે એટલા સહેલા નથી. દા.ત.જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારના ઠરાવ પ્રમાણે જે વ્યક્તિને પ્રમાણપત્ર જોઈએ તેને તેના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવું પડે. સરકારે આ નિયમ વિચારીને જ બનાવ્યો હશે. પણ વિચરતી વિમુક્ત જાતિના કિસ્સામાં લગભગ ૧૯ જાતિઓ એવી છે જેની પહેલી પેઢી આજે ભણી રહી છે. આ કિસ્સામાં પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મળવું સંભવ નથી. આમ તેમને જાતી પ્રમાણપત્ર મળવું મુશ્કેલ બની જાય છે. 

જો કે સરકાર દ્વારા જ્યાં વિચરતી જાતિની વસાહતો બની છે ત્યાં આ નિયમથી ઉપરવટ જઈને પણ મદદ મળી છે. પણ આ બધું સંવેદનશીલ અધિકારી હોય ત્યાં સંભવ બને પણ જ્યાં અધિકારી સરકારી ચોપડામાં વાંચીને જ કામ કરતો હોય ત્યાં આ પરિવારોના કામ થવા મુશ્કેલ બની જાય છે. vssm દ્વારા આ સમુદાયના લોકોને જાતિ પ્રમાણપત્ર મળે તે માટેના અરજીપત્રક ભરવાનું શરુ કર્યું છે. જ્યાં પુરાવા મળશે ત્યાં પ્રશ્ન નથી પણ જેમની પહેલી પેઢી શાળામાં જાય છે તેમના પિતાના શાળા છોડ્યાના પ્રમાણપત્ર મેળવ્યા વગર તેમને જાતિ પ્રમાણપત્ર મળે તે કરવાનો નિર્ધાર અમે કર્યો છે. સરકારને વિચરતી – વિમુક્ત જાતિઓની પરિસ્થિતિને અનુરૂપ પોલીસી બદલાવ આવે તે માટે હજારો અરજીઓ કરવાનો પણ સંકલ્પ છે.
આશા છે અમે સફળ થઈશું. vssmની મજબુત ટીમના કારણે અમે આ કરી શકીશું શક્ય હશે તો વિચરતી – વિમુક્ત જાતિને પ્રમાણપત્ર આપવાના નિયમો હળવા પણ થશે તેવી આશા છે.
અમદાવાદમાં vssmના કાર્યકર મધુબહેન બજાણિયા અને ઇલાબહેન બજાણીયા સાથે MSWનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની મદદથી જાતિ પ્રમાણપત્રના ફોર્મ ભરાઈ રહેલાં ફોટોમાં જોઈ શકાય છે અત્યાર સુધી ૧૫૯ ફોર્મ ભર્યા છે આગામી દિવસોમાં આ સંખ્યા મહત્તમ થાય તે માટે અમે કોશીશ કરીશું.