Mittal Patel with the people of Shirwada village |
Lake Deepening work |
In order to get water to the people of his village, he got a bore-well made on his own expense. This bore-well has sweet water and the reason is the lake of the village. If we dig these lakes then the village will get sweet water all through the year. The Sarpanch talked to VSSM fieldworkers to dig their lake and expressed his willingness to make available village tractors for carrying the soil dug. In addition to that, he offered to contribute Rs. 2,00,000/- individually.Many regards to such an alert Sarpanch. An entire article can be written about his feeling to help everyone in the village.
Lake before digging |
There are total 50 families including some from Valmiki community and some from other deprived sections. Sarpanch told to help these people get the house. Sarpanch gave the possession of the best places to these families. Now we will be together and apply in the government to avail government help for house construction. Shirwada Sarpanch is the best example of what one person can do if he is willing to. However, he is supported by all people of the village.
We will dig lakes besides the two main lakes of the village. We will make one, two and three pits in the lakes looking at the size of the lake in order to increase water percolation. Mainly, we will dig a small dig and remove the silt so that the rain water will percolate soon. Then we will link Gaam Talav and Alsiyu Talav so that maximum water will be stored in this 30 beegha big lake.
Lake before digging |
Sarpanch has showed his willingness to make a Khet Talavdi (a pit in the farm where the water can percolate and be stored), mainly to increase the water levels.
Still today, the farmers of this region do not have the awareness to make small channels inside closer to the boundary of the field. How much water will be percolated in the canal? Our land will decrease, all these arguments will take place. But if they make small channels and khet talavdi in their fields then the water levels which have gone more than 800 ft low will come up that is for sure. Who was ready to dig the lake of their village? Same way, the farmers will also be ready.
Shirwada Water Management site |
I am thankful to Sudhirbhai Thackersey who helped us to deepen the lake of this village. And the sarpanch of the village also should be thanked along with Sudhirbhai. His contribution is as important as Sudhirbhai’s support. I thank all the farmers of the village who are carrying the soil of the lake.
Much affection to all the fieldworkers Ramesh and Naran who are working in the heat of 46-47 degrees. You are real heroes of VSSM.
Photographs of the meeting with Rashminbhai, Atulbhai, Maharshibhai who had come from Mumbai and the photographs of the lake before and after digging.
Mittal Patel, Rashmin Sanghvi and other VSSM well- wishers addressing then meeting at the Shirwada village |
#કાંકરેજ તાલકાના #શીરવાડાગામનું ગામતળાવ અને અળસિયુંતળાવ ઊંડુ કરાવવાની આખા ગામને ખુબ હોંશ. એમાંય સરપંચ કરશનભાઈ તો ખુબ હોંશિલા. ગામને પીવાનું પાણી મળી રહે એ માટે સરપંચે પોતના ખર્ચે બોરવેલ બનાવી આપ્યો. આ બોરવેલનું પાણી એકદમ મીઠુ ને મીઠુ પાણી હોવાનું કારણ ગામનું તળાવ. આ તળાવો ખોદાય તો બારે મહિના ગામને મીઠુ પાણી મળે. #VSSMના કાર્યકર નારણભાઈ અને રમેશભાઈ સાથે સરપંચે તળાવ ખોદાવવા બાબતે વાત કરી ને તળાવ ખોદકામમાં માટી લઈ જવાનું તો ગામ કરશે એ સિવાય પણ બે લાખ જેટલો ફાળો વ્યક્તિગત ધોરણે સરપંચે પોતે આપવા કહ્યું. આવા જાગૃત સરપંચને તો પ્રણામ કરવા જ પડે... વળી ભાવના ગામના તમામને મદદરૃપ થવાની એ અંગે તો આખો જુદો લેખ લખી શકાય એવું છે.
ગામમાં #વાલ્કિમી સમાજ અને અન્ય વંચિત સમાજના 50 પરિવારો અત્યંત ખરાબ સ્થિતિમાં રહે સરપંચે આ પરિવારોને ઘર મળે તે માટે મદદરૃપ થવા પણ વાત કરી ને એ માટે એમણે તમામ સહયોગ આપવા કહ્યું. ગામના આ પરિવારોને સારામાં સારી જગ્યાની આકારણી સરપંચ શ્રીએ આપી દીધી. બસ તેમને સરકારમાંથી મકાન સહાય મળે તે માટે અમે સાથે રહીને અરજી કરાવીશું. પણ એક વ્યક્તિ ઈચ્છે તો કેટલુ બધુ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ શિરવાડા સરપંચ શ્રી છે. જોકે ગામના તમામનો સહયોગ પણ એમને છે જ.
આ ગામ મુખ્ય બે તળાવો સિવાયના તળાવોમાં પણ વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે તળાવની મોટાઈ જોઈને એક , બે કે ત્રણની સંખ્યામાં ઊંડી ચોકડીઓ ખોદાવીશું. મૂળ તો ચોકડી ખોદી એટલો કાંપ જમીનમાંથી કાઢી લઈશું જેથી વરસાદી પાણી જમીનમાં ઝટ ઉતરી શકે અને ગામતળાવ અને અળસિયા તળાવને લીંક કરીશું જેથી 30 વિધાના આ તળાવમાં મહત્તમ પાણી ભરાયેલા રહે.
સરપંચે પોતાના ખેતરમાં પચાસ બાય પચાસની ખેતતલાવડી કરવાની ઈચ્છા દર્શાવી છે. મૂળ તો જમીનમાં પાણી ઉતરે એ માટે...
હજુએ આ વિસ્તારના ખેડુતોને પોતાના ખેતરના શેઢાની અંદર નાની ચેનલો બનાવવાની સમજણ નથી. ચેનલમાં વળી કેટલું પાણી ઉતરે.. અમારી જમીન ઓછી થઈ જાય વગેરે દલીલો આ વાતને લઈને થઈ રહી છે પણ જો તેઓ તળાવોની સાથે ખેતતલાવડી ને નાની ચેનલો ખેતરોમાં કરે તો આખા ગામના પાણીના તળ જે આજે 800 ફૂટથી નીચે જતા રહ્યા છે તે ધીમે ધીમે ઉપર આવવાના એ નક્કી. જોકે અમે આશાવાદી છીએ. બે વરસ પહેલાં કોઈ તળાવ ખોદાવવાય ક્યાં રાજી હતું આજે એ થયું છે તો કાલે આ માટેય ખેડુત તૈયાર થશે.
આ ગામના તળાવને ઊંડુ કરવામાં મદદરૃપ થનાર આદરણીય શ્રી સુધીરભાઈ ઠાકરસીની હું આભારી છું. સાથે ગામના સરપંચનો આભાર એમનો ફાળો સુધીરભાઈની મદદ જેટલો જ અગત્યનો. ગામના તમામ ખેડુતો જેઓ તળાવની માટી લઈ જઈ રહ્યા છે તે તમામનો આભાર..
અને સૌથી વિશેષ 46થી 47 ડિગ્રી તાપમાં કામ કરતા અમારા કાર્યકર રમેશ અને નારણને વહાલ.. તમે VSSMના સાચા હીરા છો....
મુંબઈથી આવેલા રશ્મીનભાઈ, અતુલભાઈ, મહર્ષીભાઈ સાથે આયોજીત ગામલોકોની બેઠક
અને તળાવ ખોદકામના પહેલાંનાને પછીના ફોટો
#VSSM #MittalPatel #Shirvada #Bnaskantha Naran Raval #VSSMWatermanagement #watermanagement #waterconservation #banaskantha #waterscarcity #idealvillage #environment #જળવ્યવસ્થાપન