Mittal Patel meets Panchabhai and his son |
In the village of Devkigalol in Jetpur District in Rajkot stays Panchabapa. The house of Panchabapa is right in the middle of the street. The small house is built with raw bricks. Panchabapa has no money to do the flooring so the house would get flooded in monsoon. He would keep on removing the water. The walls were weak and it would become damp in the monsoon. When there is lightning it feels that the house would collapse.
Panchabapa does the work of a cobbler. He has a lot of self respect and would never ask for help from anyone. He has a son who was handicapped. & therefore could not work. Father & son stayed together in a small room.
Bapa's vision had also grown weak yet he would cook food. His neighbours would also take proper care of him but everyone has their own house to take care of. So Bapa would not like to bother them.
Bapa's house did not have proper vessels. We reached his home in the afternoon. There were Rotis made but there was no vessel to keep it safe. Rotis were kept in a wax bag.
Both father & son could not work. We provide them with the monthly food kit. This helps them to meet their daily food requirement and they live a respectful life. Our associate Smt Chhayaben has seen Bapa in distress because he did not have a proper roof in his house. She requested us to construct a proper house for Bapa. After meeting him we felt that we should make his home without any delay.
We requested our well wisher Shri Kishorebhai Patel from USA, He, in memory of his son Kushal, immediately agreed to build a "Kush" home for Bapa. He also gave vessels for the house for which we are extremely thankful. It is because of kind hearted people like him that such work gets done.
During storms the roof would fly off and during monsoon the floor would get flooded. He would be put into very serious difficulty. It was his wish that the roof & floor be repaired & there would be one light and a fan in the house. Having spent his entire life repairing footwear he had no money to fulfill his wish. VSSM became instrumental in fulfilling Bapa's wish & we are happy about it.
રાજકોટના જેતપુરનું દેવકીગાલોલ ગામ. ગામમાં પાંચાબાપા રહે. આમ બાપા જ્યાં રહે તે શેરીમાં બાપાનું ઘર બરાબર વચ્ચો વચ.. કાચી ઈંટોમાંથી ચણેલી નાનકડી ઓરડી. ઓરડીનું તળિયું નાખવા પૈસા નહીં તે તળિયું નાખેલું નહીં. ચોમાસામાં ઘરમાં પાણી ભરાય. બાપા કહે, ચોમાસામાં સતત પાણી ઉલેચતો રહું. ભીંતો કાચી એટલે બધે ભેજ. ને વીજળીના કડાકા થાય ત્યારે તો ઘર પડી જશે તો એવું થાય..
પાંચાબાપા ગામમાં મોચી કામ કરતા. બાપા સ્વમાની કોઈ સામે હાથ લાંબો કરવો ગમે નહીં.. એમના એક દિકરા. પણ એ વિકલાંગ. ખાસ કામ ન કરી શકે. બાપ દીકરો એકલા ઓરડીમાં રહે.
બાપાને આંખો ઓછુ ભળાય. છતાં રસોઈ એમના ભાગે.. એમની બાજુમાં રહેતા કટુંબીજનો પણ બાપાને બરાબર સાચવે. પણ દરેક પોતાનું ઘર લઈને બેઠુ છે એટલે એમને બોજો ન અપાય એવું બાપા કહે.
ઘરમાં સરખી ઘરવખરી પણ નહી. અમે બપોરે પહોંચ્યા. એમણે રોટલીઓ બનાવેલી. પણ રોટલી ભરવા ડબ્બો નહીં તે એક મીણિયાની થેલીમાં રોટલીઓ એમણે ભરેલી..
કામ તો બાપ દીકરાથી થાય નહીં. અમે એ સ્વમાનભેર ખાઈ શકે તે માટે દર મહિને રાશન આપીયે.
પણ બાપાના માથે સરખી છત નહીં. એમને હેરાન થતા જોઈ અમારા કાર્યકર બાપાનું ઘર કરી દેવા અમને કહ્યું ને બાપાને મળ્યા પછી તત્કાલ ઘર કરી દેવાની લાગણી થઈ.
અમેરીકામાં રહેતા અમારા કિશોર અંકલ(કિશોરભાઈ પટેલ) ને કુશલભાઈની સ્મૃતિમાં આ કુશ હોમ બનાવવા વાત કરીને અંકલે તુરત એ માટે હા કહી. અંકલે તો જરૃર પડે ઘરવખરી પણ કરી દેવાનું કહ્યું. અંકલની આ લાગણી માટે ઘણી આભારી છું... તેમના જેવા સ્વજનોના સહયોગથી જ આ બધા કામો થાય...
પાંચાબાપાને વાવાઝોડામાં પતરા ઉડી જાયની બીક લાગે, ચોમાસામાં પાણી ભરાય ને એ દુઃખી થઈ જાય. એમની ઈચ્છા આ પીડા દૂર થાય ને ઘરમાં એકાદ પંખો, લાઈટની સુવિધા થાય તેવું ઘર કરવાની હતી. પણ આખી જીંદગી ચંપલ સાંધવામાં ગઈ. એમાં કાંઈ ઝાઝુ ભેગુ ન કરી શક્યા.
બાપા અમારા એટલે એમનું સરસ ઘર થાય એમાં VSSM નિમિત્ત બનશે...
#MittalPatel #vssm #Ghar #mavjat #elderlycare
The current living condtion of Panchabapa's house |
Panchabapa's wish was that the roof & floor be repaired & there would be one light and a fan in the house |
VSSM requested our well wisher Shri Kishorebhai Patel from USA,to build a "Kush" home for Bapa |