Monday, October 10, 2022

VSSM would continue to voice the plight of these families and ensure they have access to government benefits...

Mittal Patel visits Bajaniya settlement in Surendranagar

The second wave of the Pandemic caught took me in its embrace, and what a strong embrace it was. I remained very sick during the bout. But with your prayers and good wishes, I recovered entirely.

VSSM’s Kanubhai had wished to bring me to visit the Hadakwai Mata after I was out of the woods. And this obedience had to be paid.

Kanubhai and many leaders of Surendranagar’s Bajaniya community wanted me to come to visit their settlements once. Hence, along with offering my prayers and gratitude and intending to find remedies to their issues, I also met the Bajaniya leaders and community members of Gavana village.

Many daughters from their region had stayed with VSSM’s hostel,  finished studying, and went on to enroll for the degree course in nursing. One of them has also found a job at a private hospital. Some have secured admission in engineering courses after finishing schooling up till 12th grade. After witnessing the growth of these children, the community wanted their children to come and stay with VSSM-operated hostels. Bajaniya community demamding facilies for educating their children is a massive step forward. I am delighted to witness this change in their otherwise orthodox and rigid mindsets

The community members also requested financial assistance to help them begin small ventures. They drew inspiration from the families of Vadhiyar, who had found financial stability after seeking interest-free loans and financial guidance from VSSM.

If a community can apprehend that educational and economic stability are the two most empowering elements in an individual’s life, it is bound to set out on the path of progress and well-being.

There was also a discussion about homes for the homeless, we assured that VSSM would continue to voice the plight of these families and ensure they have access to government benefits.

I love this sense of awareness amongst these communities. It is an honor to receive their love and appreciation.

કોરોનાની બીજી લહેર વખતે નહોતો બોલાવ્યો તોય કોરોના મારા ઘરમાં પેઠો...મારી હાલત બહુ ખરાબ.

પણ અસંખ્ય લોકોની પ્રાર્થનાથી આજે હેમખેમ.. અમારા કનુભાઈએ તબીયત સારી થઈ જાય તો ગવાણા હડકવઈ માના દર્શન કરવા મને લઈને જશેની માનતા માનેલી..

એમની આ લાગણી અને પ્રેમ માટે આભારી..

માનતા માની હતી તે પુરી કરવાની જ હોય...

વળી કનુભાઈ અને ખારાપાટ- સુરેન્દ્રનગરના અમારા બજાણિયા સમુદાયના આગેવાનોની ઈચ્છા પણ એમના વિસ્તારમાં એમની વસાહતોની મુલાકાત લઉ એવી. તે માનતા પુર્ણ કરવાની સાથે ગવાણામાં રહેતા બજાણિયા પરિવારો સાથે તેમની મુશ્કેલીઓમાં અમે કેવી રીતે ભાગીદાર થઈ શકીએ તે અંગે વાત થઈ.

એમના વિસ્તારની દીકરીઓ અમારી હોસ્ટેલમાં ભણી આજે નસર્ગીનો ડીગ્રી કોર્સ કરવા આગળ ગઈ તો રાજલ ને હારીજમાં જ એક હોસ્પીટલમાં નોકરી મળે. કેટલાક બાળકો અમારી હોસ્ટેલમાં 12 ધો. ભણ્યા પછી એન્જીન્યરીંગ ભણવા આગળ ગયા. આ બધા બાળકોની પ્રગતિ જોઈ અમારા બાળકોને પણ હોસ્ટેલમાં પ્રવેશ આપોની વાત સૌએ કરી. આ સાંભળીને તો સૌથી વધારે રાજી થવાયું..

આ સિવાય નાના મોટા કામ ધંધા કરવા આર્થિક મદદ કરોની પણ લોકોએ વાત કરી. જે રીતે વઢિયારમાં લોન લઈને ઘણા પરિવારો બે પાંદડે થયા અદ્લ એ રીતે જ અમારે થવું છે એવી વાત થઈ. 

આર્થિક અને શૈક્ષણિક સદ્ધરતા માણસની સ્થિતિ બદલી નાખે છે અને આ બે બાબતે સમાજ વિચારતો થાય તો એની પ્રગતિ પણ ઝટ થવાની એ નક્કી..

એ પછી વાત થઈ ગવાણામાં રહેતા કેટલાક ઘરવિહોણા વ્યક્તિઓની. એ પરિવારોને ઘર અને સરકારની યોજનાઓની મદદ મળે તે માટે તો અમારે મથવાનું જ..

તેમની જાગૃતિ ગમી અને પ્રેમ તો પહેર્યા પાથરે એવો... આ પ્રેમને માથે ચડાવ્યો...

અમારા કાર્યકર મોહનભાઇ, કનુભાઈ અને હર્ષદ ખાસ જવાબદારી લઈને કામ કરવા હાજર રહ્યા...

#MittalPatel #VSSM



Mittal Patel met the Bajaniya leaders and community
members of Gavana village.


 Mittal Patel met the Bajaniya leaders and community
members of Gavana village.


Combined efforts from our well-wisher and government officials will help the impoverished Vadi families move into homes built with care and love...

Shri Jai Goswami alloted residential plots to
 9 nomadic families of Tadav

Tadav is a remote village in Banaskantha’s Vav block.

In 2006,  when we first learned about the presence of the nomadic Vansfoda community, I visited the village with Manubhai of Dalit Sangathan and our ex-teammate Shardaben.

The settlements of these communities are located amid wild woodlands.

“What are your expectations from the government?” we had asked these families.

“We need identity documents (Voter ID cards); we have no paper to prove our existence,” they had responded.

We had raised the issue with the government, and the then Chief Election Officer Shri Vinod Babbar helped issuance of Voter ID cards for thousands of such families.

Shardaben had completed the formalities of filling up the forms and asked the applicants to reach Mamlatdar’s office at 11 o’clock on Monday.

It was Monday, and no one had reached the office. Shardaben called to inform me that the community men had not come to the office. I called Lalabhai, Bhikhabhai to inquire about their absence.

“Khamma bapa!” they said.

“You have to reach the office!” I told them again.

“Khamma bapa!” was the repeated response.

Every time I insisted, they would utter Khamma Bapa (apologies).

They did not make it to the office on Monday. I failed to understand the reason for this behavior. I could only understand the reason behind this attitude after my next visit to the settlement.

Shir Vinod Babbar had made special provisions to ensure it becomes easy for families to access Voter ID cards. In my book “Sarnama Vina na Manvio” I have shared this and many such stories at length.

VSSM had been striving for years to acquire residential plots for these Vansfoda families, but the efforts did not yield any results. Gradually the families began receiving support from the village and its Sarpanch Shri Pravinnsinh. Later one of our ardent supporters and well-wishers Jai Goswami was transferred to the region as Block Development Officer.  Shri Jai is a very compassionate official; he also donates to VSSM’s initiatives. Whenever he gets transferred to a new region, he invariably calls up to inform and offer help whenever needed.

After he was transferred to the Vav block, he immediately allotted residential plots to 9 families of Tadav, few still remain, but we are sure they too will be allotted plots at the earliest.

We are also grateful for the support of DDO Shri Swapnil Khare for his interest and consent to our efforts.

Jaibhai has also committed to releasing housing support to these families during Navratri. Once the assistance comes through Shri Dhramenbhai Shah, VSSM’s Mumbai based well-wisher will contribute the remaining amount to help these Vadi families complete their houses. These combined efforts will help the impoverished Vadi families move into homes built with care and love.

We also thank our team members Naranbhai and Bhagwanbhai for chasing these and many such applications to bring them to the desired conclusion. And many thanks to the village Sarpanch and leaders and each of you who have supported these efforts from the beginning.

ડાવ બનાસકાંઠાના વાવમાં આવેલું ગામ.

2006માં પહેલીવાર ત્યાં રહેતા વાંસફોડા જેને ત્યાં સૌ વાદી તરીકે ઓળખે તેમના વસવાટની માહિતી મળેલી ને હું ત્યાં દલિત સંગઠનના મનુભાઈ સાથે એ વખતે અમારી સાથે હતા તે અમારા કાર્યકર શારદાબહેન સાથે પહોંચી.

બાવળોની વચમાં આ પરિવારોના ડેરા. સરકાર પાસે શું અપેક્ષા એવું પુછ્યું ત્યારે એમણે કહેલું, 'ઓળખોણનો ઓધાર' (મતદારકાર્ડ)

પણ એમની પાસે કોઈ પુરાવો નહીં. એ વખતે આદરણીય વિનોદ બબ્બર સાહેબ મુખ્ય નિર્વાચન અધિકારી અમને આવા ઓળખાણ વગરના માણસોને ઓળખાણ મળે તે માટે મદદ કરે. 

શારદાબહેનને આ પરિવારોના મતદારકાર્ડ માટેના ફોર્મ ભરવા કહ્યું અને સોમવારે મામલતદાર કચેરીએ બધા વ્યક્તિઓ 11 વાગે ફોર્મ જમા કરાવવા પહોંચી જજોનું કહ્યું.

સોમવાર આવ્યો પણ કચેરીએ કોઈ પહોંચ્યુ નહીં. શારદાબહેને મને કહ્યું ને મે લાલાભાઈ, ભીખાભાઈને ફોન કર્યો ને કહ્યું, 'કેમ કચેરીએ પહોંચ્યા નથી? ત્યાં આજે અધિકારીને મળવાનું છે..'

મારી વાત સાંભળી લાલાભાઈએ કહ્યું, 'ખમ્માબાપ..'

મે ફરી કહ્યું;

'તમારે જવાનું છે' 

'ખમ્મા બાપ...'

ટૂંકમાં હું કાંઈ પણ કહુ જવામાં એ 'ખમ્મા બાપ..' બોલે..

મારી વાત એ સમજ્યા નથી કે શું ગરબડ થાય છે એ ન સમજાયું. પણ એ સોમવારે ન ગયા. એ પછી રૃબરૃ ફરી વસાહતમાં ગયા ને આખી વાત સમજાવી..

ટૂંકમાં આવી સ્થિતિવાળા ટડાવના આ પરિવારોને મતદારકાર્ડ મળે તે માટે ખુદ વિનોદ બબ્બર સાહેબે મામલતદારને સૂચના આપેલી. 

મારા પુસ્તક 'સરનામા વિનાના માનવીઓ' માં આ આખી ઘટનાનું વર્ણન કર્યું છે. 

આવા વાંસફોડા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે અમે વર્ષોથી રજૂઆતો કરતા. પણ  મેળ નહોતો પડતો. 

ટડાવ સરપંચ પ્રવિણસીંહ અને ગામનો સહયોગ પણ આ પરિવારોને મળવા માંડ્યો હતો.. આવામાં પ્રિય ભાઈ જય ગોસ્વામીની ત્યાં તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ. એકદમ લાગણીવાળા અધિકારી. વળી અમારા કાર્યોમાં એ અનુદાન પણ આપે. હંમેશાં જ્યાં પણ બદલી થાય ફોન કરીને, બહેન આ જગ્યાએ છું મારા લાયક કોઈ પણ કામ હોય જણાવજોનું એ અચૂક કહે. 

તેમની બદલી વાવ તાલુકામાં થઈ ને એમણે ટડાવના 9 પરિવારોને પ્લોટ ફાળવણી તત્કાલ કરી દીધી.

જો કે હજુ કેટલાક પરિવારો બાકી છે એમને પણ સત્વરે પ્લોટ ફળવાય તેવી આશા છે. 

જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નીલ ખરેનો પણ ઘણો આભાર. એ પોતે પણ અમારા કાર્યોમાં ખુબ રસ લે ને મદદ પણ કરે. 

આ પરિવારોને મકાન સહાય પણ નવરાત્રીમાં આપી દેવાનું જયભાઈએ કહ્યું છે. સરકારી સહાય મળશે પછી મુંબઈમાં રહેતા અમારા ધર્મેનભાઈ શાહ સારુ મકાન બને તે માટે ખુટતી રકમ આપશે. આમ સરકાર અને VSSM સાથે સંકળાયેલા પ્રિયજન ધર્મેનભાઈની મદદથી વાદી પરિવારોના ઘર બાંધીશું.. એમને વગડાંમાંથી વહાલપની વસાહતમાં લઈ જઈશું.

અમારા કાર્યકર નારણભાઈ, ભગવાનભાઈનો પણ ઘણો આભાર.. ને આ કાર્યમાં શરૃઆતથી જે પણ વ્યક્તિઓએ મદદ કરી તે, ગામના સરપંચને ગામના અન્યોનો પણ ઘણો આભાર...

#MittalPatel #VSSM



Shri Jai Goswami a very compassionate official presented
plot allotment paper to nomadic families

The Current living condition of nomadic families

VSSM Coordinator Naran Raval gave plot allotment paper to
Vadi families