Showing posts with label vanzara. Show all posts
Showing posts with label vanzara. Show all posts

Thursday, October 05, 2017

We do exist…

Mittal Patel witnessed self-owned leadership - The community
Leaders joining hands proactively for Mass Campaign
We are coming together in Palanpur on October 14th 2017 to let the world know that we exist. The number of people arriving is going to be huge for sure. Such a measure of gathering calls for some advance planning and preparation. The organizers are nomadic and de-notified communities, hence there had to be some distribution of responsibilities!!

Mittal Patel discussing the plan of action with 150+ Nomad
Community Leaders - Mass Campaign planning under progress
We held a meeting in Deesa to assign responsibilities to the community leaders of Patan and Banaskantha. The prolonged discussion was followed by deciding on the agenda for that day. We announced that those willing to take responsibility can stay back while others may leave and come at the venue on 14th. There were around 150+ leaders present in the meeting, we were hoping that 40-50 of them would stay back but, to our utter surprise not a single person stood up to leave!! We changed our seating arrangement and went in the corner so that we could have more focused discussion within a smaller group  but all of them overwhelmed us with the requests to assign responsibilities. “You do not worry about my community, we are all coming!” we were assured by each of them!!

Such overwhelming response means that these communities are tired, they are tired of waiting for these never-ending delays to come to an end. They are eager to talk about the little efforts that are required to change their lives for better!! They will not be opposing or agitating, they are gathering  to make everyone realize that they too exist….  

 ‘અમે પણ છીએ’
કહેવા 14મીએ પાલનપુર ભેગા થવાના. મોટી સંખ્યામાં લોકો આવવાના એ નક્કી. વ્યવસ્થા અને આયોજન મોટુ. વળી નિમંત્રક અને આયોજન કરનાર તમામ વિચરતી વિમુક્ત જાતિ એટલે જવાબદારીની વહેંચણી પણ કરવાની.
ડીસામાં પાટણ અને બનાસકાંઠામાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના આગેવાનો જવાબદારીની વહેંચણી માટે ભેગા થયા. લાંબી ચર્ચા પછી શું કરીશુંની વાત કરી, જેને જવાબદારી લેવી ને નિભાવવી હોય એ બેસે બાકીના વ્યક્તિઓને 14મીએ મળીશું એમ કહીને જવા કહ્યું. દોઢસો કરતાં વધુ આગેવાન ઉપસ્થિત હતા. અમને હતુ કે, ચાલીસ પચાસ માણસ બેસસે પણ આ તો જબરૃ થયું એકેય આગેવાન હલ્યા નહીં. અમે જગ્યા બદલી. એક બાજુ ખુણામાં જઈને બેઠા તો ત્યાંય વીંટળાઈને, ‘અમને કો અમે શું કરીએ. બાકી મારી નાતની ચિંતા તમે છોડી દો એતો આખી આબ્બાની.’
થાક્યા છે લોકો એટલે કોઈના વિરોધ માટે નહીં પણ અમને શાંતિથી જીવવા નાની મદદ કરોની વાત કરવા તત્પર થયા છે... સ્વયં ભૂ દરેક વ્યક્તિ પોતાનો આગેવાન લો બોલો છે ને મજાની વાત....

Saturday, March 05, 2016

Applications for residential plots prepared for the nomadic families living in Siddhpur…

VSSM’s Tohid and Mohanbhai preparing
applications for Vanzara, Raval
and Devipujak families….
The development of Siddhpur town must have been a boon for many but for the nomads living in the town in its various settlements it has been a bane. As the town keep growing, these families are been repeatedly pushed further away. With the land becoming more and more pricy the marginalised families like these remain vulnerable to the grabbers in form of  land mafia.  The nomads have never formed the more practiced habit of reserving the land and have never approached any government for their rights hence they have virtually been landless and homeless all these decades. The families like the ones living in Siddhpur are now facing the challenges of rapid urbanisation. Their mud shelters are terms illegal and encroaching  thus,  facing potential eviction and demolition by the authorities. Such repeated episodes are worrying  the nomads. They are concerned about where will they go if they are asked to keep pushing away!! As a result they are seeking help from VSSM because this time they have been asked to evict  the area they are staying i.e. on the banks of the Siddhpur lake. 

Applications for the residential plots
filed by VSSM
VSSM has filled the application forms for obtaining residential plots for 49 families comprising of 15 Nat, 10  Bajaniya, 10 Vansfoda, 14 Devipujak , Vanzara and Raval  communities. Prior to filing the applications we need to acquire all the other necessary documents like the caste certificate etc. that have to be attached the application.  This will be accomplished in coming few days after with the applications will be filed in the concerned department. 

The current Additional Collector of Siddhpur Shri. Jaswantbhai is positive and compassionate gentleman. He has agreed to extend his complete support to the matter. We are hoping these families will soon receive residential plots..

સિદ્ધપુરમાં રહેતાં વિચરતા પરિવારોની પ્લોટ માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી..

સિદ્ધપુર શહેરનો વિકાસ થતો ગયો એમ એમ વિચરતી અને વિમુક્ત જાતિઓ જેઓ વર્ષોથી આ ગામોમાં જ કોઈને નડે નહિ એવી જગ્યા પર ખસેડતી ગઈ. મૂળ રૂમાલ મુકીને જગ્યા રોકવાની એમની ટેવ નહિ અને પોતાના અધિકાર માટે સરકારમાં રજૂઆત કરવાની પણ સમજણ નહિ એના પરિણામે વર્ષોથી આ ગામમાં રહેતાં હોવા છતાં કાયમી રહેણાંક અર્થે જગ્યા મળે એ માટે કોશિશ પણ કરેલી નહિ. પણ શહેરોનો પણ વધુને વધુ વિકાસ થઇ રહ્યો છે એમાં આ પરિવારો જે સરકારી જગ્યા પર માટીના ઘરો કે છાપરાં કરીને રહેતાં એ ખાલી કરવાં દબાણ આવવા માંડ્યું અને આ પરિવારો ચિંતામાં મુકાયા.

vssm વિચરતી જાતિ સાથે કામ કરે એવી આ પરિવારોને જાણ પણ અત્યાર સુધી જગ્યા ખાલી કરવાની વાત આવી નહોતી એટલે એમણે ક્યારેય આપણો સંપર્ક કર્યો નહોતો પણ હવે ચિંતા થઇ. જગ્યા ખાલી કરવાશે તો ક્યાં જઈને રહીશું એ ચિંતા એમને સતાવવા માંડી. સિદ્ધપુર તળાવની પાળ પર રહેતાં પરિવારોને તો જગ્યા ખાલી કરવાણી નોટીસ પણ મળી ગઈ. વસ્તુ સ્થિતિ સમજી આ પરિવારોએ vssmને મદદ માટે વાત કરી.

આપણે સૌ પ્રથમ ૧૫ નટ,૧૦ બજાણિયા, ૧૦ વાંસફોડા, ૧૪ દેવીપૂજક, વણઝારા અને રાવળ એમ કુલ ૪૯ પરિવારોની પ્લોટની માંગણી માટેની દરખાસ્ત તૈયાર કરી હા એમાં જાતિ પ્રમાણપત્ર અને અન્ય કેટલીક વિગતોની પૂર્તતા કરવાની છે પણ એ ઝડપથી કરીને એકાદ અઠવાડિયામાં પ્લોટની દરખાસ્ત સરકારમાં જમા કરાવવાનું આયોજન છે.

હાલમાં સિદ્ધપુર પ્રાંત કલેકટર શ્રી જસવંતભાઈ ખુબ હકારાત્મક અને પ્રેમાળ છે એ પણ આ કામમાં પૂરો સહયોગ કરશે. આ પરિવારોને ઝડપથી પ્લોટ મળશે એવી અમને આશા છે.
ફોટોમાં વણઝારા, દેવીપૂજક અને રાવળ સમુદાયની પ્લોટની દરખાસ્ત તૈયાર કરી રહેલા vssmના કાર્યકર તોહીદ અને મોહનભાઈ