Showing posts with label village participation. Show all posts
Showing posts with label village participation. Show all posts

Wednesday, May 01, 2024

It is because of our well wishers we have successfully desilted 285 lakes...

Mittal Patel discusses water mangement

When we started the work of water conservation we found it tough. We also had apprehension about whether we would be successful or not. However doggedly we pursued the task on hand. The result is that till date we have been able to revive 285 lakes. 

Many have been helpful in this task which is the need of the hour.

The shortage of water has put several villages in a desperate situation. Our Prime Minister Shri Narendra Modi has been promoting the concept of "catch the rain" for the last two years. The conservation measures have been initiated in these last 2 years. This mission of conservation of water should continue unabated. 

We have been desilting the lakes since last many years in order that the rain water is conserved in larger quantity. This work needs to be done more intensely.  We have started this mission apart from Banaskantha in Patan too. 

We desilted Banaskantha's old lake  with the help received from the villagers and Sanjaybhai Shah of Star Chemicals. Sanjaybhai has been helping VSSM in its water conservation & other works. It is because of well wishers like him that we have successfully desilted 285 lakes. We wish that more villages need to take this mission seriously so that more rain water is conserved in the lakes and the problem of water scarcity is resolved.

જળસંચયનું કાર્ય આરંભ્યુ એ વેળા આ કાર્ય બહુ અઘરુ લાગ્યું. સફળ થઈશું એ પ્રશ્નો પણ થયા. પણ ડગ્યા વગર લાગ્યા રહ્યા. એટલે 285 તળાવોનું નવીનીકરણ કરી શક્યા. ઘણા સ્વજનોએ આ કાર્ય માટે મદદ કરી એટલે આ શક્ય બન્યું. આજના સમયમાં આ સૌથી અગત્યનું કામ..

પાણીને લઈને વિકટ સ્થિતિમાં દેશના અનેક ગામો મુકાયા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેચ ધ રેઈન અભીયાન બે વર્ષ પહેલાં શરૃ કરેલું.. એ દરમ્યાન ગામોમાં વરસાદી પાણી રોકવા ઘણા પ્રયત્નો સરકારી રાહે થયા. પણ આ અભીયાન સતત ચાલે તે જરૃરી..

અમે વરસાદના ટીપે ટીપાને બચાવવા તળાવો ઊંડા કરવાનું કામ પાછલા ઘણા વર્ષથી કરીએ. પણ આ પ્રત્નોમાં હજુ સઘન કરવાની જરૃર છે. બનાસકાંઠા ઉપરાંત પાટણમાં પણ અમે તળાવો ઊંડા કરવાની મુહીમ હાથ ધરી.
બનાસકાંઠાનું જુના મોજરુનું તળાવ અમે ગામ અને આદરણીય સંજયભાઈ શાહ- સ્ટાર કેમીકલની મદદથી ખોદ્યું. સંજયભાઈ વર્ષોથી VSSM ને જળસંચય અને અન્ય કામોમાં સહયોગ કરે તેમના જેવા સ્વજનોની મદદ છે માટે જ 285 તળાવો ઊંડા કરી શક્યા છીએ.

ગામો પણ પોતાની રીતે તળાવો ઊંડા કરવા કટીબદ્ધ થાય ને ગામમાં વરસતા વરસાદના ટીપે ટીપાનું સરનામુ ગામનું જલ મંદિર બને તેવી અભ્યર્થના...
#MittalPatel #waterstories #WaterStorage #WaterManagement #vssm

VSSM have successfully desilted 285 lakes

Mittal Patel and others at Water Mangement site

Lake after deepening

Water Management site


Tuesday, August 22, 2023

We hope for greater awareness of the villagers and get the conservation of water work done in their respective villages...

Mittal Patel at gogapura watermanegement site

The significance of water is felt where there is scarcity. Recently I went to Dubai. I went for a Desert Safari & then bought 4 bottles of 500 ml of water. i had to shell out Rs 1,000 for 2 liters of water.It doesn't rain in Dubai so they have plants that desalinate sea water into drinking water. This is expensive. So they have understood the value of water.

We are blessed by nature with abundant rainfall. Even then by the time summer arrives we have scarcity of water. Water levels have fallen to dangerous levels. Especially in North Gujarat the condition is extremely worrisome.

We started water conservation work in North Gujarat.

This year we completed the digging of 250 lakes with the help of well-wishers who are associated with VSSM.  In the picture that you see , we completed the digging of a lake in  Gogapura in 2023. Fortunately the area had good rains and the lake filled up in time.

Respected Shri Ulhasbhai in memory of his father helped us in this work. What a wonderful homage to his dear father. This became possible because Shri Ulhasbhai is sympathetic to the work that we are doing.

The season for digging lakes is now over. The forthcoming season will start from January 2024. We expect that all villagers in the country rise and get the conservation of water work done in their respective villages. This will protect them from scarcity of water in future. 

We have set a target of 50 lakes for the next season. If we get cooperation from all concerned we will definitely accomplish this mission.

પાણીનું મહત્વ જ્યાં પાણીની મુશ્કેલી છે ત્યાં જઈએ તો વધારે સમજાય. હમણાં દુબઈ જવાનું થયું. રણ સફારી કરી એક દુકાનેથી પીવાના પાણીની 500 મી.લી.ની ચાર બોટલ લીધી. દુકાનદારને આ ચાર બોટલના 1000 રૃપિયા ચુકવ્યા. 

ત્યાં વરસાદ નહીંવત જેવો. દરિયાના પાણીમાંથી એ પીવાલયક પાણી બનાવે.

એટલે પાણીના મુલ્યને એ બરાબર સમજે છે.

આપણે ત્યાં કુદરતની રહેમ છે. વરસાદ મન મુકીને વરસે છતાં આપણા ત્યાં પણ ઉનાળો આવતા પાણીની મુશ્કેલીઓ સર્જાય. ભૂગર્ભજળ તો દેખીતી રીતે ભયંકર ઊંડા. ખાસ કરીને ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો સ્થિતિ ચિંતા જનક છે.

અમે ઉત્તર ગુજરાતમાં જળસંચયના કાર્યો શરૃ કર્યા. 

250 તળાવો ગાળવાનો આંકડો આ વર્ષે સંસ્થા સાથે સંકળાયેલા સ્નહેજનોની મદદથી પૂર્ણ કર્યો. ફોટોમાં દેખાય એ ગોગાપુરાગામનું તળાવ અમે 2023માં ગળાવ્યું. ને વરસાદે જબરી રહેમ કરી તે સરસ ભરાયું. 

આદરણીય ઉલ્લાહસભાઈ પે માસ્ટરે તેમના પિતાની યાદમાં આ તળાવ ગળાવ્યું. કેવી સુંદર સ્મરણાંજલી. મુંબઈમાં રહેતા ઉલ્હાસભાઈની અમારા કાર્યો માટે લાગણી ઘણી માટે આ થઈ શક્યું. 

તળાવો ગળાવવાની આ સીઝન તો પુરી થઈ. આવતી સીઝન જાન્યુઆરી 2024 થી શરૃ થશે. એ વખતે દેશ આખાના ગ્રામજનો જાગે ને પોતાના ત્યાં પાણીના કાર્યો કરે જેથી ભવિષ્યને સુરક્ષીત કરી શકાય. અમે પણ આવતી સીઝનમાં 50 તળાવો કરવાનો લક્ષાંક નક્કી કર્યો છે. સૌ સહયોગ કરશે તો આ મનોરથ પણ પૂર્ણ થશે. 

#MittalPatel #vssm  #watermanagement #gujarat #bnaskantha #villagelife #careforvillage



Gogapura lake filled with rainwater


Wednesday, June 22, 2022

We have initiated water conservation efforts in Sabarkantha...

Mittal Patel addresses gram sabha arranged by local leadership
inSabarkantha

“Ben, our village reels under severe water challenges. 150-200 ft under the ground, we hit the rocks. To have water in our wells and drill borewells, we must keep our lakes healthy. Since the community here values water and understands its importance, it has always tried to dredge and maintain the lakes without any support from the government. Can you please help us deepen our lakes? this request to you is not to help us gratuitously; we will contribute to the efforts and lift the dredged muck/soil.” Mahendibhai from Sabarkantha came to us with this request.

Mahendibhai has requested us to visit their village for the last three months. Despite our efforts, we found it hard to make it to Kanai. Also, it was a village in Sabarkantha and we weren’t prepared to venture into a new region. However, we had our apprehensions because of our past experiences of false promises. Community leadership would invite us to work in their village, but they would back out when the contribution was requested.

Nonetheless, giving in to Tohid and Mahendibhai’s request, we visited Kanai village not just to see the lake to be dredged but also to see the site for tree plantation as promised.

The local leadership had arranged for a Gram Sabha where Mahendibhai introduced VSSM, its initiatives and its approach. The community agreed to contribute to the lake deepening and tree plantation drive. Although the water scarcity in the village is absolute, the availability of water would help them with agriculture and cattle farming. The unity at Kanai village is exceptional; we haven’t come across many proactive villages like this one.

Of course, there was an imminent need to deepen the lake in Kanai. Hence, we put in a request to Krishnakant Uncle, who immediately agreed to support the task.

We will be building ‘Sanjeev Jalashay’ with the contribution of the villagers.

The village has also earmarked enough land to plant 10,000 trees; if they can provide water, VSSM will plant trees on the allotted site.

We have initiated water conservation efforts in Sabarkantha; two lakes were deepened in the tribal region of Poshina (more on that later). But, of course, the desire is to have more proactive villages like Kanai.

સાબરકાંઠાથી...

"બેન અમારા ગામમાં પાણીની ખુબ મુશ્કેલી છે. 150 થી 200 ફૂટે કાળો પથ્થર આવી જાય. બોરવેલ ને કૂવા અમે કરીએ. પણ આ બધામાં પાણી આવે તે માટે અમારા ગામના તળાવો અમારે સાબદા રાખવા પડે. એટલે અમારા કનઈવાસીઓએ સરકારની મદદ વગર જાતે અમારા તળાવો શક્ય ઊંડા કરવા કોશીશ કરી છે. અમને પાણીનું મહત્વ ખબર છે. તમે અમારા ગામનું તળાવ ઊંડુ કરવા મદદ કરો. અમને મફત કશું નથી જોઈતું અમે પણ ફાળો આપીશું, માટી ઉપાડીશું."

સાબરકાંઠાના કનઈગામના મહેંદીભાઈએ આ કહ્યું. 

આમ તો છેલ્લા છ મહિનાથી એ પોતાના ગામમાં આવવાનું નિમંત્રણ આપી રહ્યા હતા. પણ સંજોગો નહોતો થતા. વળી અમે નવા વિસ્તારમાં જવા તૈયાર નહીં. મૂળ ભાગીદારીની વાતો ઘણા કરે પણ ખરા અર્થમાં ભાગીદારીની વાત આવે ત્યારે લોકો ફસકી જાય માટે નથી કરવું એવું મન બનાવેલું..

પણ અમારા કાર્યકર તોહીદ અને મહેંદીભાઈના આગ્રહને વશ તળાવ જોવા સાથે એમણે પોતાના ગામમાં વૃક્ષો ઉછેરવા પણ એક જગ્યા આપવા કહેલું તે એ જોવા ખાસ ગયા.અમે ગામમાં પહોંચ્યા તો ગામે સરસ ગ્રામસભાનું આયોજન કરેલું ને સૌને VSSM કેવી રીતે કામ કરે તે મહેંદીભાઈએ સમજાવેલું. ગ્રામસભામાં સૌએ તળાવ ઊડું કરવા અને વૃક્ષો ઉછેરવા શક્ય તમામ સહયોગની ખાત્રી આપી.

આખા ગામનો સંપ જબરજસ્ત. આવા સંપીલા ગામ મે ખાસ જોયા નથી. પાણીની સખત મુશ્કેલી. ખેતીની બે સીઝન એ લોકો લે. પણ ખેતી કરતા વધુ પાણી મળે તો પશુપાલન થઈ શકે તેવું તેમણે કહ્યું.

સ્થિતિ સમજી તળાવ ઊંડુ કરવું જરૃરી લાગ્યું ને અમારા ક્રિષ્ણકાંત અંકલ(મહેતા)ને મદદ કરવા કહ્યુ ને એમણે તુરત એ માટે હા પાડી. 

સંજીવ જળાશય અમે બાંધીશું ગામ પણ ભાગીદારી નોંધાવશે. સાથે લગભગ 10,000 વૃક્ષો ઉછરી શકે તેવી જગ્યા પણ ગામે આપી. ગામ પાણીની વ્યવસ્થા કરી આપશે તો વૃક્ષો પણ વાવીશું અને ઉછેરીશું. અને હા સાબરકાંઠામાં જળસંચયના કાર્યો શરૃ કર્યા. #પોશિના આદિવાસી વિસ્તાર ત્યાં આ વર્ષે બે તળાવ ગાળ્યા.. એની વાત ફરી ક્યારેક... પણ દરેક ગામોમાં કનઈ જેવો સંપ થાય તે ઈચ્છનીય... 

#MittalPatel #vssm


Mittal Patel with VSSM Co-ordinator Tohid Sheikh and 
Mahendibhai

Mittal Patel discussing Water Management with the
village leaders

Mittal Patel discusses water management with the villagers

Mittal  Patel visits water mangement site in kanai village

Kanai Water Management Site

Kanai Lake before digging




Monday, May 06, 2019

Remarkable efforts by Roopsinhbhai and the village people for tree plantation in Bhimpura village...

Mittal Patel with Roopsinhbhai
“Yes of course I will do it, there is no  task  as noble as raising  trees. These trees have favoured me a lot, I will surely take up the task.”

We  found Roopsinhbhai in Bhimpura, a person who showers love and affection on the trees as he would on  his own children.  He was responding to our inquiry whether he would be interested in taking up the responsibility of raising the trees we intend to plant  in his village as part of VSSM’s campaign to make Banaskantha green and water sufficient once again.

Mittal Patel addressing a meeting in Bhimpura with the
community leaders
We have initiated the planning for the mentioned campaign of planting trees. Meetings are underway to decide the first phase of villages to be covered under the tree plantation drive during this monsoon. There are villages who have approached us with the request of planting trees in their villages. If they agree to the precondition of providing contribution and take up the responsibility of watering and caring for  the trees regularly only then will we initiate the program in any village.

Mittal Patel Roopsinhbhai and others alongside the
lavish green trees he has raised
We had a meeting in Bhimpura with the community leaders Khumabhai and others. They agreed to raising Rs. 20 every month per house and water the trees as well. The amount raised will serve as remuneration to be paid to the person assigned the responsibility of raising and nurturing the trees. If required VSSM shall contribute,  provided the village has played its part of raising the amount. The leadership of Bhimpura have agreed to this pre-condition.

It was Khumabhai who suggested we assign the responsibility to  Roopsinhbhai.

Bhimpura lake after digging lake
“If there are 4-5 households who do not pay, I will pay on their behalf, but this must be done!!” said Valjibhai.

As of now in Bhimpura we have decided  to plant trees on the banks of the newly deepened lake and the land adjoining the lake.

We are in process of identifying  villages for our tree plantation drive. By June we should have identified the villages and individuals to be assigned the responsibility of caring for the trees. We request you to begin planning in your region too,  before the onset of monsoon. It is  crucial we plant and raise as many trees possible.

In the picture – Roopsinhbhai  and us alongside  the lavish green trees he has raised. Also seen are Khumabhai, Valjibhai and others,  the lake VSSM helped deepen where we plan to carry the first phase of tree plantations

ભીમપુરામાં વૃક્ષને પોતાના બાળકની જેમ પ્રેમ કરનાર રૃપસીંહભાઈ મળી ગયા. 
'અમે તમારા ગામમાં ઝાડખાં વાવવાનું આયોજન કરી રહ્યા છીએ. આ ઝાડના ઉછેરની જવાબદારી તમને સોંપવી છે તે તમે કરશો આ કામ?'

'હોવ ચમ નઈ કરુ. ઓના જેવું ઉત્તમ કોમ એકેય નહીં. અન મન આ ઝાડખાંએ ઘણો લાભ કરી આલ્યો હ્. તમ તમાર કરીશ કોમ.'

ચોમાસુ શરૃ થતા પહેલાં ક્યા ગામોમાં વૃક્ષારોપણનું કામ કરવું એનું આયોજન કરી રહ્યા છીએ. ઘણા ગામોએ અમારા ગામમાં પણ વૃક્ષો વાવવાનું કરોની વાત કરી. પણ અમારી શરત પ્રમાણે ગામ પોતે ફાળો આપે ઉપરાંત ઝાડને પાણી આપવાની જવાબદારી સ્વીકારે તે ગામમાં આ કામ કરીશું.

ભીમપુરામાં ખુમાભાઈ અને ગામના અન્ય આગેવાનો સાથે બેઠક થઈ તેમણે કહ્યું દર મહિને ઘર દીઠ વીસ રૃપિયા ફાળો અમે આપીશું. સાથે ઝાડને પાણી આપવાની જવાબદારી પણ અમારી.

આ ફાળો ઝાડના જતન માટે રાખેલા માણસના પગાર પેટે જશે. જરૃર પડે સંસ્થા પણ પગાર આપવામાં પોતાનું ભંડોળ વાપરશે પણ ગામ સહયોગ કરે તો જ સંસ્થા સહયોગ કરશે. એ શરત ભીમપુરાવાસીઓએ માન્ય રાખી છે.

રૃપસીંહભાઈને આ કામની જવાબદારી સોંપવાનું પણ ખુમાભાઈ જેવા આગેવાનોએ જ નક્કી કર્યું. ગામના વાલજીભાઈએ તો કહ્યું કે, ગામના બે પાંચ માણસો ફાળો ના આપે તો હું આપી દઈશ પણ આ કરવા જેવું કામ છે બેન....

હાલ પુરતુ VSSMના પ્રયત્નથી ખોદાયેલા તળાવની પાળ અને તળાવની બાજુના ચરામાં ઝાડ વાવવાનું આયોજન કર્યું છે..

વૃક્ષારોપણ માટે ગામોની પસંદગી થઈ રહી છે....

જુન શરૃ થતા પહેલાં બધી શરતો સાથે ગામો અને ઝાડને બાળકની જેમ ઉછેરવાની, ઝાડ પ્રત્યે મમતા દાખવાનાર માણસોની પણ પસંદગી થઈ જશે.. 
તમે પણ તમારા વિસ્તારમાં આયોજન કરો... વરસાદ આવે તે પહેલાં 
આ આયોજન થાય તે જરૃરી....

ફોટોમાં રૃપસીંહભાઈ પોતે ઉછેરેલા લીલાછમ વૃક્ષો સાથે ગામના અને અમે સૌ.. સંસ્થાએ ખોદાવેલું તળાવ જ્યાં ઝાડ વાવીશું અને ખુમાભાઈ, વાલજીભાઈ આગેવાનો...
#MittalPatel #VSSM #watermanagement #environment #treeplantation #VSSMMittalPatel #greenery #trees #environmentconservation #greenearth #earth #mothernature #Banaskantha #drought #floods #villageparticipation #lovefornature #worldenvironmentday #fifthjune #humanrights