Mittal Patel with Nathba Vansfoda |
Nathaba, the leader of the settlement happens to be an extremely loving gentleman who immensely cares for me.
Nathaba had kept few partridges as pets, although he had no special reason or thought behind keeping these birds as pets. Seemed like he liked keeping them. However, such swift and gregarious birds caged and confined to a cage wasn’t liked by Rashminbhai and me.
The current living condition of nomadic families |
Nathba Vansfoda built houses for the pigens |
“Would you like living in a house made of gold that did not permit you to step out in open?” I had asked Nathba.
We did not speak further and Nathaba seemed to have got the message.
Today, I was in the settlement again. I could see the empty cages lying around. “Where are the partridges?” I inquired.
“I set them free the day you questioned me. I have these pigeons now. They are free to come and go at their own free will. There are no restrictions for them…” he spoke while showing me the houses he had built for the pigeons.
It is hard to believe someone has changed his/her behaviour on our saying but the immense love the nomadic communities have given me makes it all possible. I fell blessed to have been accepted by these humbles humans. Respects.
લગભગ વરસ પહેલાં વાવ તાલુકાના દેવપુરાગામના ધોરા પર રહેતા વાંસફોડા પરિવારોની વસાહતમાં જવાનું થયેલું.
વસાહતના આગેવાન નાથાબા બહુ પ્રેમાળ. મારા પર તો વિશેષ હેત રાખે.
એમની વસાહતમાં એમણે તેતરને પાળ્યા હતા. જેને સરસ પાંજરામાં એમણે રાખ્યા હતા. જો કે આ તેતરને પાળવા પાછળ એમનું કોઈ વિશેષ પ્રયોજન નહોતું. પણ શોખથી એમણે તેતરને પાળ્યા હતા.
પણ પાંજરામાં પુરેલા તેતરને જોઈને મને અને મારી સાથે આવેલા આદરણીય રશ્મીનભાઈને આ બહુ રુચ્યુ નહીં.
અમે નાથાબાને કહ્યું, 'તમને સોનાનું ઘર બનાવીને કોઈ આપી દે પણ બહાર નીકળવાની છુટ હોય નહીં તો તમને ગમે?'
નાથાબા શાનમાં બધી વાત સમજી ગયા. અમે વધારે કશું કહ્યું નહીં.
આજે વરસ પછી એમની વસાહતમાં જવાનું થયું. વસાહતમાં ફોટોમાં દેખાય એ ખાલી પાંજરા એક બાજુ વાડમાં પડેલા જોયા. મે નાથાબા ને પુછ્યું,
'તેતેર ક્યાં?'
'બાપલા તમે કીધુ તે દાડે જ ઈમન છોડી મેલ્યા. હવ આમ જુઓ આવા પારેવાને પાળુ સુ. એમના ઘર ખુલ્લામોં બનાયા એટલ ઈમન જાણ આવવું હોય તાણ આવ અન જાય કોઈની રોકટોક ઈમન નઈ..'
એમ કહીને નાથાબાએ પારેવા માટે બનાવેલા ઘર બતાવ્યા..જે તમે પણ જોઈ શકો છો.
અમારા પરનો આવો અદભૂત પ્રેમ, આમ કોઈને એક વખત કશું કહીએ અને એ માની જાય એ વાત જ અકલ્પનીય છે પણ વિચરતી જાતિ આવો પ્રેમ કરે છે.. મને ગર્વ છે આ સમાજ પર કે જેમણે મને અપનાવી છે.. આપ સૌને પ્રણામ...
#Mittalpatel #vssm #love