Friday, May 28, 2021

Maharshibhai, Ruju and Sparsh, we are glad you have been with us through this task. Gratitude always!!

The nomadic families received their ration kit

 ‘How can a mother be so heartless?’ I had thought when our team member Vinodbhai had shared an incident from Chotaudaipur’s Lunja village.

Three kids whose father had died, mother looked after them for a while before she left them to marry someone else. The responsibility of these children fell upon their Kaka-kaki ( paternal uncle-auntie) who already had 2 children of their own. Yet the couple decided to care for these children. The couple laboured hard to provide for all 5 children. Life continued and suddenly we were all reeling under the deadly second wave of the pandemic.  Kaka had a fever and cough, Ritaben (Kaki) assumed he will soon be alright, also there was no money to seek medical help. The issue continued for few days before Kaka passed on.

The nomadic families received
their ration kit

The responsibility of raising five kids fell on Ritaben. VSSM immediately brought them ration and supplies. We also offered to bring the children to our hostel once it begins functioning as usual.  As of now,  Ritaben has agreed to send them. Apart from this,  we also intend to support Ritaben’s wish to start a small business of selling vegetables either through a hand cart or kiosk.  These children can benefit under the government’s guardian scheme since their father is dead and mother has abandoned them but because the mother is still alive they aren’t eligible. We will be raising this query with the government.

Valabhai from Radhanpur’s Limbad village is an elderly gentleman. Completely blind at one eye, the second eye has partial vision. His wife also is vision impaired. Valabhai worked to earn a daily living but with age, that too has become difficult. The wife sets out to beg. The couple has 3 children. The lady who helped them the most to run the house succumbed to Covid. The living condition has gone turned worst. Valabhai too sets out to beg along with the three children. 

Every day we come across many such cases. The first thing we do is to comfort these families and provide them with ration kits. If needed we also assist with the treatment if the person is hospitalised.

The nomadic families received their ration kit
The pandemic has directly and indirectly impacted all of us. The condition of daily wage earners has turned worst. So has the condition of many performing artists. The Bhavai performers never seek help from VSSM, but the pandemic has adversely impacted them as there is a ban on gatherings. Baldevbhai from Kalol has requested help on behalf of the Bhavaiya community.

The nomadic families received their ration kit

In a nutshell, we are trying to help economically deprived families whose conditions have turned pathetic as a result of this pandemic. The information of truly deserving families reached us through our team at the grassroots, of by the people themselves or by individuals like Shankarbhai Chamtha, Pravinbhai Desai… Thank you for helping us reach the most impacted.

As humans if not now when will we stand beside our fellow human beings?? And as I always say, we play the role of facilitator it is you who keep the ball rolling.

The nomadic families received
 their ration kit

Maharshibhai, Ruju and Sparsh, we are glad you have been with us through this task. Gratitude always!!

મા આવું કરી શકે?

અમારા કાર્યકર વિનોદના મોંઢે છોટાઉદેપુરના લુણજાગામની વાત સાંભળી મન હચમચી ગયું.ત્રણ બાળકોના પિતા ગુજરી ગયા. માએ થોડા જ સમયમાં એ બાળકોને મુકીને બીજે ઘર માંડી દીધું. કાકા કાકીને પોતાને બે બાળકો. એમણે આ નોંધારા બાળકોની કાળજી લેવાનું શરૃ કર્યું.. મજૂરીમાં જે મળે તેમાં આ બધાનો ગુજારો ચાલે. ત્યાં કાળમૂખા કોરોનાની બીજી લહેર આવી. કાકા નેે તાવ, ખાંસી થયા. કાકી રીટાબહેનને લાગ્યું મટી જશે. વળી એવા પૈસાય ક્યાં હતા તે દવાખાને જાય.. દર્દ વધ્યું ને કાકા દેવલોક પામ્યા. હવે રીટાબહેન માથે પાંચે બાળકોની જવાબદારી આવી.. અમે તત્કાલ તો રાશન પહોંચાડ્યું, બાળકોને પણ અમારી હોસ્ટેલ શરૃ થાય એટલે અમારા ત્યાં ભણવા મુકવા રીટાબહેનને કહ્યું, એમણે હાલ તો હા પાડી છે.એ સિવાય રીટાબહેન શાકભાજીની લારી કે નાની દુકાન કરવા ઈચ્છે તો એ મદદ માટે પણ કહ્યું છે. સરકારની પાલક યોજનામાં મા-બાપ વિહોણા બાળકોને મદદ મળે. અહીંયા બાપ નથી ને મા જતી રહી છે તે બાળકોને કઈ કેટેગરીમાં મુકવા તેમને મદદ ના મળી શકે? ખેર આ તો સરકારને પુછીશું.

The nomadic families received their ration kit

રાધનપુરનું લીંબડકાગામના વાલાભાઈની ઉંમર ઘણી. એક આંખે અંઘ બીજીમાં ઝાંખુ દેખાય. તેમના પત્ની પણ દિવ્યાંગ. ભાઈ મજૂરી કરતા પણ ઉંમર થતા કામ મળવાનું બંધ થયું. પત્ની ગામમાંથી માંગી લાવે ને ગુજારો ચાલે.આ બેઉને ત્રણ બાળકો. આ કોરોનામાં ઘરનું ગુજરાન ચલાવાવમાં જેમનો મોટો ફાળો રહેતો તે બહેન ગુજરી ગયા. ઘરની સ્થિતિ હવે એકદમ ખરાબ થઈ. વાલાભાઈ બાળકને લઈને માંગવા જાય..

આવા કેટલાય કિસ્સા અમારી સમક્ષ નીત આવે છે. અમે પ્રથમ તો સાંત્વના આપી રાશન આપવાનું કરીએ. એ પછી જરૃર પડે હોસ્પીટલમાં વ્યક્તિ દાખલ હોય તો સારવારમાં મદદ કરીએ. 

The nomadic families received their ration kit

આ સિવાય કોરાનાને લઈને સીધી નહીં પણ આડકતરી અસર થઈ હોય તેવા વ્યક્તિઓમાં રોજમદાર કામદાર તો ખરા પણ ભવાઈ ભજવતા ભવાયા જેમણે ક્યારેય અમારી પાસે મદદની માંગણી નથી કરી. પણ છેલ્લા એક વર્ષથી બેન કોરોનામાં ભવાઈ ભજવવા ક્યાંય જવાયું નથી કહીને કલોલના બળદેવભાઈ ભવાયાએ સમાજ માટે મદદ માંગી.. 

ટૂંકમાં કોરોનાને લઈને દયનીય સ્થિતિમાં મુકાયા હોય એમને અમારાથી શક્ય મદદ કરવાનું અમે કરી રહ્યા છીએ..

આફતમાં આવી પડેલા સ્વજનોની રાવ અમારા સુધી અમારા કાર્યકરો, ક્યાંક સીધા અસરગ્રસ્ત લોકો તો ક્યાંક શંકરભાઈ ચામઠા ને પ્રવિણભાઈ દેસાઈ જેવા લોકોએ પહોંચાડી.. આભાર આપ સૌનો..

The nomadic families received their ration kit

માણસ છીએ.. આવા સમયે આપણા પ્રિયજનોની પડખે ઉભા નહીં રહીએ તો ક્યારે રહીશું? વળી હંમેશાં કહુ અમે તો નિમિત્ત માત્ર કોઈ આપે એ યોગ્ય જગ્યા પહોંચાડવાનું...આભાર મહર્ષીભાઈ, ઋતુ, અને સ્પર્શનો તમે આ કાર્યમાં સાથે છો એનો રાજીપો...

#MittalPatel #vssm Maharshi K Dave









The nomadic families received their ration kit



 


 

We request them to make arrangements to ensure the poor and marginalised too receive the required medicines...

VSSM extends support to
Shantibhai Raval
“Ben, will he be alright?”

“Everything will be fine. Have faith in God!”

“ I have decided to walk barefoot until he is alright and out of the woods,” by now Manjuben Raval  from Metrana was in tears.

Shantibhai Raval is merely 42 years old, the couple  has two sons but they aren’t grown up enough to take care of the family. Our presence provided solace but both of us knew it was tough especially navigating through a busy public hospital “I was scared!” Manjuben had shared. 

Dealing with Hospital situation can overwhelm even us, it was natural for Manjuben,  who seldom visited city like Ahmedabad to have apprehensions and fear of navigating through it on her own. I asked her to stay at civil hospital only mainly because  it was hard to find injections to treat mucor mycosis at private hospitals.  

Two days later, I called to inquire about Shantibhai’s health. Manjuben shared that he was not doing well, the swelling near eyes had grown, we showed his reports to our known doctor who advised not to delay surgery as it might prove to be fatal. 


Shantibhai Raval with
his wife Manjuben at 
Sachi hospital

We decided to move Shantibhai to Sachi Hospital. The cost of treatment was going to be high, it was impossible for Manjuben to afford it. We decided to provide support under Sanjivani Covid Health program. The members of Raval community also pitched in. The surgery was important but we were concerned  about the availably of injections. We put trust in the doctors and our ability to run across to source the injections. On the same day of admission the doctors at Sachi hospital performed surgery on Shantibhai.

We could get injections for 2 days but they have been hard to access since yesterday. Apart from Shantibhai, Hairbhai and Laxmanbhai also have been waiting for injections post their surgeries.

We have made repeated rounds at L.G. Hospital, Sola Civil Hospital, Civil Hospital but in vain. We plan to keep repeating it until we have access to injections.

Manjuben, Laxmanbhai’s son Somabhai all the dear ones are worried about the injections. “Ben, we will get them, right?” they keep asking and  my earnest reply is a yes.

Our Nitin stands like a rock with the patients and families dealing with mucor mycosis, who have to travel from their villages for treating this serious infection. It is our pride to have team mates with such  strong conviction.

Yes, the government is dealing with a lot these days. But we request them to make arrangements to ensure the poor and marginalised too receive the required medicines.

બેન ઈમન હારુ તો થઈ જશે ન?'

'ભગવાનમાં શ્રદ્ધા રાખો થઈ જશે..'

'મે ઈમન હારુ ના થાય તો હુદી અડવોણા પગે ફરવાની બાધા રાખી હ્'

આટલું બોલતા બોલતા મેત્રાણાના મંજુબહેન રાવળ રોઈ પડ્યા.. 

દીલાસો તો આપીયે જ પણ શાંતિભાઈની ઉંમરેય 42 વર્ષની, બે દિકરા ખરા પણ એ ઘરની જવાબદારી સંભાળી શકે એવડા મોટા નહીં.. વળી દવાખાનાની માયાય મંજુબહેનને ખબર નહીં. એ કહે બેન, 'મું હીયાટી જઈ..'

આપણા જેવાય હીયાટી જાય ત્યાં ગામછોડીને ભાગ્યેજ શહેર જતા મંજુબેન ગભરાય એ સ્વાભાવીક છે. મે સિવીલમાં જ રહેવા કહ્યું, મૂળ કાળી ફુગના ઓપરેશન પછીના ઈન્જેક્શન બહાર મળવા મુશ્કેલ હતા માટે. 

અમારી વાત થયાના બે દિવસ પછી શાંતિભાઈ

ના સમાચાર પુછવા ફોન કર્યો હાલત ખરાબ થઈ રહ્યાનું મંજુબહેને કહ્યું. શાંતિભાઈને આંખે સોજો વધ્યો હતો. તેમના રીપોર્ટ મંગાવ્યા ને અમારા પરિચીત ડોક્ટરને બતાવ્યા એમણે કહ્યું, ઓપરેશન કરવું પડશે. વાર થાય એ હિતાવહ નથી.

અમે શાંતિભાઈને સચી હોસ્પીટલમાં ખસેડવાનો નિર્ણય કર્યો. ખર્ચ મંજુબહેન કરી શકે એમ નહોતા. અમે VSSM ના સંજીવની કોવિડ હેલ્થ સપોર્ટમાંથી મદદ કરવાનું નક્કી કર્યું. એમના સમાજના લોકોએ પણ મદદ કરી. જો કે પ્રશ્ન ઓપરેશન પછીના ઈન્જેક્શનનો હતો. પણ ડોક્ટરનો ભરોષો ને ક્યાંક અમેય દોડાદોડી કરી લઈશુંની હામે અમે શાંતિભાઈને સચી હોસ્પીટલમાં દાખલ કર્યા ને એજ દિવસે ઓપરેશન પણ થઈ ગયું.

બે દિવસ તો ઈન્જેક્શન મળ્યા પણ ગઈકાલથી શાંતિભાઈ અને એ સિવાય અમે હરીભાઈ અને લક્ષ્મણભાઈના પહેલાં ઓપરેશન કરાવ્યા હતા તેમને ઈન્જેક્શન નથી મળ્યા. 

એલજી. સોલા સિવીલ, સીવીલ બધેય બે દિવસથી ધક્કા ખવાય છે પણ... 

આજે સિવીલમાં પાછા જઈશું.. 

મંજુબહેન, લક્ષ્મણભાઈના દીકરા સોમભાઈ બધાયને ઈન્જેક્શનની ચિંતા છે.. મળી તો જશે ને બેન? એવું એ લોકો પુછે છે.. ને હું એમને હા કહુ છુ... .

મ્યુકર માઈકોસીસના ગામોમાંથી આવેલા સ્નેહજનોની દેખરેખમાં અમારા કાર્યકર નિતીન ખડે પગે..આવા કાર્યકરો સંસ્થા પાસે હોવાનો ગર્વ છે..

બાકી સરકાર માટે કોરોનાની વચ્ચે આ આપતી બહુ મુશ્કેલ છે..છતાં દરેક ગરીબ તકવંચિતને ઈન્જેક્શન મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી...

#Mittalpatel VssmIndia #કાળીફુગ

#medical #medicine #covid19

#Covid19India #help #helpothers

##blackfunges #mucarmaicrosis

Our respects to Respected Shri Morari Bapu and all for standing beside us during such times of need...

Respected Shri Morari Bapu sent Rs. 11 lacs to enable
us to help these marginalised families


Respected Morari Bapu,

“How is our family, what are they doing, how is their condition?” our respected Morari Bapu always calls up to inquire about the families VSSM works with when an emergency strikes. He is a saint, but of a different kind.

In 2011, Shri Morari Bapu with much compassion and sensitivity shared about the existence of the nomadic and de-notified communities in this world. The world woke up to the plight of one of the most excluded groups of our society.

The second wave of Covid-19 has had a devastating impact on all and the poor are doubly impacted. Respected Bapu sent Rs. 11 lacs to enable us to help these marginalised families.

The financial support VSSM has received from many of its well-wishers and friends enables VSSM is assisting families who are economically vulnerable and have had their bout with Covid, who are unable to go out and earn their living, whose businesses have suffered because of the lockdown and curfews. VSSM is providing ration kits to the families who were unable to step out for work and assisting with the treatment for Covid impacted who required hospitalisation or have had the subsequent black fungus infection. 

Along with Respected Morari Bapu, we also have Respected Krishnakant Uncle, Indira Auntie, dear Kiritbhai Shah, dear Chainikaben – Vibhavbhai, Respected Shaliniben Mariwala, respected Mukundbhai and others helping us. The help we received will make us instrumental in bringing food and treatment to the people who need it the most. 

Our respects to Respected Bapu and all for standing beside us during such times of need. 

પૂ.મોરોરીબાપુ.. 

આફતની ઘડીમાં 'આપણો બૃહદ પરિવાર શું કરે છે? એમની સ્થિતિ કેવી છે?'વગેરે જેવી ચિંતા સાથે પૂ. બાપુનો ફોન અચૂક આવે.. મૂળ એ સંત જ નોખા.

વિચરતી જાતિઓ માટે બાપુએ બહુ ભાવપૂર્વક 2011માં કથા કરેલી ને સમાજ સમક્ષ આ જાતિઓની સ્થિતિની વાત પહેલીવાર પહોંચી.

કોરોનાની બીજી લહેરમાં આફતમાં આવી પડેલાં આપણા વંચિત પરિવારોની મદદ માટે પૂ.બાપુએ ભાવથી 11 લાખ મોકલી આપ્યા. 

બાપુ ઉપરાંત VSSM  સાથે સંકળાયેલા અન્ય પ્રિયજનોની મદદથી, આફતમાં આવી પડેલા આપણા સ્વજનો કે જેમની આર્થિક સ્થિતિ નબળી છે અને તેમને કોરોના થયો છે. કમાવવા જઈ શકાય એવી સ્થિતિ નથી. જેમના ધંધા સાવ પડી ભાંગ્યા છે છેલ્લા મહિનાઓથી કમાવવાનું કરી શક્યા નથી. એ બધાને રાશન આપવાનું તેમજ કોરોના થયા બાદ જેમને દવાખાનામાં દાખલ થઈને સારવાર લેવી પડી છે, કાળી ફુગમાં જે સપડાયા છે તેવામાંથી ધ્યાને આવતા સ્વજનોને મદદ કરવાનું તેમને સાતા પહોંચાડવાનું અમે કરી રહ્યા છીએ.  

આ કાર્યમાં પૂ.બાપુની સાથે આદરણીય ક્રિષ્ણકાંત અંકલ, ઈન્દિરા આંટી,  પ્રિય કીરીટભાઈ શાહ, પ્રિય ચૈનીકાબે - વિભવભાઈ, આદરણીય શાલીનીબહેન મારીવાલા, આદરણીય મુકુંદભાઈ વગેરે પ્રિયજનો પણ મદદ કરી રહ્યા છે.. પ્રિયજનોની આ મદદથી ઘણા વ્યક્તિઓની સારવારમાં તો ઘણાના ઘરના ચૂલા સળગતા રાખવામાં અમે નિમિત્ત બની શક્યા છીએ..

સંસ્થાના દરેક કાર્યમાં ભાવથી મદદ કરનાર પૂ. બાપુ તેમજ આપ સૌ સ્નેહીજનોને નમન....

#MittalPatel #vssm Morari Bapu's Flowers Chitrakutdham Talgajarda Morari Bapu Chainika Shah

#moraribapu #care #NomadicTribe

#denotifiedtribe #people #vssm


VSSM distributed ration kits to the needy
families

The nomadic families recieved their ration kits