Monday, November 16, 2015

Applications filed for issuance of 'U win' card for the nomadic families of Patan district.

Applications filed for issuance of  'U win' card
for the nomadic families of Patan district. 
A short while ago we shared the news of one of the VSSM team members Mohanbhai being appointed as a URO - registrar for unorganised labourers. The appointment has tremendously eased the process of registering the workers in unorganised sector belonging to the nomadic communities, prior to the appointment Mohanbhai was required to approach the respective URO for getting a code entered in the filled up forms. The Labour Officer of  Patan district and the all the officials of the department knows Mohanbhai quite well and are much aware of his hard work and dedication, hence they decided to appoint Mohanbhai as an URO. The appointment gave the much needed momentum to his work as it reduced the rounds to the offices, saving him time and energy which  he can now focus on reaching out to more people in the region.

Applications for U win card  have been prepared for 25 individuals belonging to Bajaniya, Vansfoda-Vadee and Kumbhar nomadic communities residing in Patan’s Sami, Sankheshwar and Harij blocks. The U win card entitles these families to receive benefits under the various social welfare schemes of the government. We hope that such activities of VSSM continue to benefit as man nomadic families as possible.

In the picture- Mohanbhai filling up the forms and list of applicants….


vssmના કાર્યકર મોહનભાઈની અસંગઠીત શ્રમયોગી નોંધણીકાર તરીકે નિમણુક થઇ કે તુરત એમણે વિચરતા અને વંચિત પરિવારોમાંના અસંગઠીત ક્ષેત્રના કામદારોની નોંધણીની કામગીરી શરુ કરી દીધી. આમ તો તેઓ આ કામ કરતા જ હતા પણ એમની નોંધણીકાર તરીકે નિમણુક નહોતી થઇ એટલે એમણે અરજીમાં ફોર્મ ભરનાર વ્યક્તિએ જે કોડ નંબર લખવાનો હોય છે એ માટે એમણે URO પાસે જવું પડતું હતું. જેમાં ઘણો સમય જતો હતો. પરંતુ પાટણ જીલ્લાના શ્રમ અધિકારી અને આખો વિભાગ મોહનભાઈની મહેનતને જાણે. એટલે એમણે મોહનભાઈની જ URO તરીકે નિમણુક કરી દીધી. નિમણુક થયા ને થોડા જ દિવસ થયા છે પણ મોહનભાઈએ પુર જોશમાં કામગીરી આરંભી દીધી છે.

એમણે પાટણ જીલ્લાના સમી, શંખેશ્વર અને હારીજમાં રહેતાં બજાણિયા, વાંસફોડા - વાદી અને કુંભાર પરિવારના ૨૫ વ્યક્તિની શ્રમ યોગી કાર્ડ – U win card માટેની અરજી તૈયાર કરી દીધી છે. જે ફોટોમાં જોઈ શકાય છે. U win card મળવાથી આ પરિવારોને સરકારની ઘણી યોજનાઓની મદદ મળશે.. બસ વધુને વધુ પરિવારોના કામમાં vssm નિમિત્ત બની શકે એવી શ્રદ્ધા સાથે..

ફોટોમાં U win cardના ફોર્મ ભરતા vssmના કાર્યકર મોહનભાઈ અને જેમની કાર્ડ માટે અરજી કરી છે એમની યાદી